
દુનિયાના અનેક દેશોમાં છેલ્લ કેટલાક દિવસોમાં તેમના નાગરિકોન એલર્ટ રહેવા અને જીવનજરૂરી તેમજ કટોકટીના સમયે ઉપયોગી થાય તેવી વસ્તુઓ તૈયાર રાખવા સૂચિત કરાયા છે. જેમા બ્રિટનથી લઈને અમેરિકા સુધી લોકોની જિંદગી પર અસર પડી રહી છે. બ્રિટનમાં શહેરોમાં ખાવાપીવાની ચીજોના સ્ટોર પર લાંબી લાઈનો જોવા મળી રહી છે. આ પ્રકારની ચેતવણી પાછળ બહુ સ્પષ્ટ કારણ જણાવવામાં આવી રહ્યા છે. બ્રિટનમાં AI ના સાયબર એટેકને લઈને ચિંતા ઘેરી બની છે. તો જાપાનમાં ભૂકંપની અગમચેતી ચાલી રહી છે. આ તરફ અમેરિકા કોઈ મોટા સંઘર્ષની સ્થિતિની તૈયારીની વાતો કરી રહ્યુ છે. આ ઉપરાંત નોર્વે અને જર્મનીમાં પણ વોર્નિંગ જારી કરવામાં આવી છે. કૂલ 6 દેશોમાં ઈમરજન્સી સિચ્યુએશશન માટે તૈયાર રહેવા એડવાઈઝરી જારી કરી દેવાઈ છે. ફ્રાંસના નોરમેંડી વિસ્તારની સરકારે એક સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મંગળવારે કહ્યુ, “ઈમરજન્સીની રાહ ન જુઓ, અત્યારથી તૈયારીમાં રહો.” જ્યારે યુકેના PM એ બીબીસી રેડિયો પર એક ઈન્ટરવ્યુ દરિમિયાન કહ્યુ, “મને બીન્સ એટલે કઠોલ પસંદ છે, એટલે મે મારી અલમારીમાં...
Published On - 9:54 pm, Thu, 29 October 26