યુદ્ધ આરપાર: ‘ઘોસ્ટ ઓફ કિવ’ તરીકે ઓળખાતા યુક્રેનિયન પાઈલોટનું મોત, મરતા પહેલા 40 રશિયન એરક્રાફ્ટ તોડી પાડ્યા
સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ યુએસ મીડિયા સંસ્થા નેશનલ પબ્લિક રેડિયોએ દાવો કર્યો હતો કે તેણે થોડા દિવસો પહેલા પાઇલટના (Pilot) માતા-પિતા નહતાલિયા અને ઇવોન તારાબાલ્કાની મુલાકાત લીધી હતી.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ‘ઘોસ્ટ ઓફ કિવ’ (Ghost of Kyiv) તરીકે ઓળખાતા પાઈલોટનું મોત થયુ છે. બ્રિટિશ અખબાર ધ ટાઈમ્સે પોતાના રિપોર્ટમાં આ દાવો કર્યો છે. મિગ -29ના યુક્રેનિયન પાઈલટને આ નામ આપવામાં આવ્યું હતું કારણ કે તેણે યુદ્ધ દરમિયાન ડઝનેક રશિયન ફાઈટર જેટને (Russian Fighter Jets) તોડી પાડ્યા હતા. ધ ટાઈમ્સના અહેવાલ અનુસાર પાઈલટની ઓળખ મેજર સ્ટેપન તારાબાલ્કા તરીકે થઈ છે. તેમને આર્મીના સર્વોચ્ચ સન્માન ‘ઓર્ડર ઓફ ધ ગોલ્ડન સ્ટાર’ અને ‘હીરો ઓફ યુક્રેન’થી નવાજવામાં આવ્યા હતા.
ધ ટાઈમ્સ અને ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર મેજર તારાબાલ્કાએ માર્યા ગયા પહેલા 40 રશિયન વિમાનોને(Russian Aircraft) ઠાર કર્યા હતા. સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ યુએસ મીડિયા સંસ્થા નેશનલ પબ્લિક રેડિયોએ દાવો કર્યો હતો કે તેણે થોડા દિવસો પહેલા પાઈલટના માતા-પિતા નહતાલિયા અને ઈવોન તારાબાલ્કાની મુલાકાત લીધી હતી. તેણે કહ્યું કે તેનો દીકરો તેની યુવાનીથી જ પાઈલટ કરતાં વધુ કંઈક બનવા માંગતો હતો. તેણે કહ્યું હતુ કે અમને ખબર છે કે તે ફ્લાઈંગ મિશન પર હતો અને તેણે મિશન પૂરું કર્યું છે. પરંતુ તે પછી તે પરત આવ્યો ન હતો. તેણે આનાથી વધુ કંઈપણ વિશે માહિતી આપી ન હતી.
યુક્રેન સરકારે એક વીડિયો શેયર કર્યો હતો
ફેબ્રુઆરીમાં રશિયાએ યુક્રેન સામે યુદ્ધ શરૂ કર્યું હતું. બાદમાં યુક્રેનની સરકારે ‘ઘોસ્ટ ઓફ કિવ’નો એક વીડિયો ટ્વીટ કર્યો અને તેના વખાણ કર્યા. તમને જણાવવું રહ્યં કે ‘એસ’ શબ્દ એવા પાઈલટને આપવામાં આવે છે જેણે યુદ્ધમાં પાંચ કે તેથી વધુ દુશ્મન વિમાનોને તોડી પાડ્યા હોય. ટ્વીટમાં કહેવામાં આવ્યું હતું કે, ‘રશિયાએ યુદ્ધ શરૂ કર્યાના 30 કલાકની અંદર, પાઈલટે છ રશિયન વિમાનોને તોડી પાડ્યા હતા. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળતું હતું કે એક ફાઈટર પ્લેન (Fighter Plan) એક્શનમાં છે અને દુશ્મનના વિમાનોને નિશાન બનાવી રહ્યું છે. પ્લેનમાં બેઠેલા પાયલોટે હેલ્મેટ અને ચશ્મા પહેર્યા છે. આ કારણે તેને ઓળખવો મુશ્કેલ છે.
આ પણ વાંચો : રશિયા-યુક્રેનનુ યુદ્ધ હવે વિશ્વ યુદ્ધ તરફ? રશિયા અને નાટો વચ્ચે ટક્કર, બ્લેક સી અને બાલ્ટિક સીમાં ફાઈટર પ્લેન સામસામે
આ પણ વાંચો : કેનેડામાં કોવિડ પ્રતિબંધો વિરુદ્ધ ફરી શરૂ થયો વિરોધ, પ્રદર્શનકારીઓ અને પોલીસ સામસામે, અનેક લોકોની ધરપકડ