Germany Knife Attack: જર્મનીના બુર્જબર્ગમાં ચપ્પાથી હુમલો, 3 લોકોના મોત

|

Jun 26, 2021 | 12:06 AM

ઘટનાની જાણકારી મળતા જ પોલીસ સ્થળ પર પહોંચી અને આ વિસ્તારમાં પોલીસ અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા. આસપાસના વિસ્તારને પણ સીલ કરી દેવામાં આવ્યો છે.

Germany Knife Attack: જર્મનીના બુર્જબર્ગમાં ચપ્પાથી હુમલો, 3 લોકોના મોત

Follow us on

Knife Attack in Germany’s Wurzburg: જર્મની (Germany)માં એક હુમલો થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. જર્મનીમાં એક વ્યક્તિએ ચપ્પાથી કેટલાક લોકો પર અચાનક હુમલો કરી દીધો છે. જેમાં ઘણા લોકોના મોત થયા છે. આ ઘટના શુક્રવારે વુર્જબર્ગ (WUrzburg) શહેરમાં બની છે.

 

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

આ ઘટનાની જાણકારી સ્થાનિક પોલીસે આપી છે, આ હુમલા કેટલાક લોકો ઘાયલ પણ થયા છે, આ ઘટના પર લોઅર ફ્રેકોનિયા પોલીસે કહ્યું કે તેમને શંકાસ્પદની ધરપકડ કરી છે. પોલીસે ટ્વીટ કરીને જણાવ્યું કે બીજા શંકાસ્પદની હાલમાં કોઈ જાણકારી નથી મળી, લોકોને હવે કોઈ ખતરો નથી.

 

ઘટનાની જાણકારી મળતા જ પોલીસ સ્થળ પર પહોંચી અને આ વિસ્તારમાં પોલીસ અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા. આસપાસના વિસ્તારને પણ સીલ કરી દેવામાં આવ્યો છે. ત્યારે ઘટનાની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ હાથમાં ચપ્પુ લઈ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ત્યાં હાજર લોકો હુમલાખોરથી બચવાના પ્રયત્ન કરી રહ્યા છે.

 

3 લોકોના મોત

પોલીસે મૃતકો અને ઘાયલોની સંખ્યાને લઈ હાલમાં કોઈ જાણકારી આપી નથી. આ ઘટના સિટી સેન્ટર સ્કવેરમાં થઈ છે. જર્મન પોલીસ બ્રોડકાસ્ટ મુજબ પોલીસને ઘટનાની જાણકારી સાંજે 5 વાગ્યાની આસપાસ થઈ હતી. પોલીસે પોતાના હથિયારોનની મદદથી હુમલાખોર પર કાબૂ મેળવી લીધો. ત્યારે આ હુમલાની પાછળનું કારણ શું હતું, તે વિશે કોઈ માહિતી સામે આવી નથી. સ્થાનિક મીડિયાનું કહેવું છે કે 3 લોકોના મોત થયા છે, ત્યારે પોલીસે આ વિશે વધુ માહિતી આપી નથી.

Next Article