ગાંધીજીની વસ્તુઓની લાગશે બોલી, જુઓ કયા દેશમાં થશે નિલામી ?

|

Dec 30, 2020 | 12:45 PM

લંડનમાં આવતા મહિને એટલે કે જાન્યુઆરીમાં ગાંધીજીએ વાપરેલી વાટકી અને ચમચીની નિલામી થવા જઇ રહી છે, આ નિલામી બ્રિટનના એક કાઉંટી બ્રિસ્ટલમાં થવાની છે, જોકે આ બોલી કોરોનાને લીધે ઓનલાઇન કરવામાં આવશે, અંદાજો લગાવી શકાય છે કે બોલી કરોડો રૂપિયાની લાગશે કારણકે ગાંધીજીની વસ્તુઓને લઇ ફક્ત ભારતીયો જ નહીં પરંતુ દુનિયાભરના સંગ્રહકર્તામાં પણ ડિમાંડ રહેશે, […]

ગાંધીજીની વસ્તુઓની લાગશે બોલી, જુઓ કયા દેશમાં થશે નિલામી ?

Follow us on

લંડનમાં આવતા મહિને એટલે કે જાન્યુઆરીમાં ગાંધીજીએ વાપરેલી વાટકી અને ચમચીની નિલામી થવા જઇ રહી છે, આ નિલામી બ્રિટનના એક કાઉંટી બ્રિસ્ટલમાં થવાની છે, જોકે આ બોલી કોરોનાને લીધે ઓનલાઇન કરવામાં આવશે, અંદાજો લગાવી શકાય છે કે બોલી કરોડો રૂપિયાની લાગશે કારણકે ગાંધીજીની વસ્તુઓને લઇ ફક્ત ભારતીયો જ નહીં પરંતુ દુનિયાભરના સંગ્રહકર્તામાં પણ ડિમાંડ રહેશે, તેમની સાથે જોડાયેલી દરેક વસ્તુ અમૂલ્ય છે તો જ્યારે વાત વ્યક્તિગત ઉપયોગમાં લીધેલા સાધનોની આવે છે ત્યારે તે વસ્તુઓનુ દુર્લભ હોવુ સ્વભાવિક વાત છે

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024


માહિતી અનુસાર બાપુએ ઉપયોગમાં લીધેલો કટલરી સેટ બહુ અદ્ભૂત છે જેને તેમના અનુયાયી સુમતિ મોરારજીએ સાચવીને રાખ્યો હતો, નિલામી કરનાર સંસ્થાના કેટલોગ પ્રમાણે ગાંધીજીએ આ કટલરીનો ઉપયોગ 1942 થી લઇને 1944 સુધી કર્યો હતો ત્યારે તેમને પૂણેના આગાખાન પેલેસ અને મુંબઇના પામ બન હાઉસમાં કેદ કરી રાખ્યા હતા

આ નિલામીની પ્રથમ બોલી 55 હજાર પાઉંડ રાખવામાં આવી છે, જેની ભારતમાં ટેક્સ સાથે કિંમત લગભગ 1.2 કરોડ રૂપિયાની થાય છે, અને અનુમાન પ્રમાણે બોલીઓ 80 હજાર પાઉંડ સુધી પહોંચવાની શક્યતા છે

Next Article