Egypt માં નાઇલ નદીના કાંઠે મળ્યું “સોનાનું શહેર”, જાણો શું છે શહેરનો ઇતિહાસ !!

|

Apr 16, 2021 | 5:11 PM

Egypt ના દક્ષિણના રાજ્ય લગ્ઝરમાં નાઇલ નદીના પશ્ચિમ કાંઠે 'સોનાનું શહેર' મળી આવ્યું છે. આ શહેર 1922માં ઇજિપ્તના સૌથી પ્રખ્યાત રાજા એટલે કે રાજા તૂતનખામેન (તુત)ની કબરની શોધ બાદ મળ્યું છે.

Egypt માં નાઇલ નદીના કાંઠે મળ્યું સોનાનું શહેર, જાણો શું છે શહેરનો ઇતિહાસ !!
ઇજિપ્તમાં મળ્યું સોનાનું શહેર

Follow us on

Egypt ના દક્ષિણના રાજ્ય લગ્ઝરમાં નાઇલ નદીના પશ્ચિમ કાંઠે ‘સોનાનું શહેર’ મળી આવ્યું છે. આ શહેર 1922માં ઇજિપ્તના સૌથી પ્રખ્યાત રાજા એટલે કે રાજા તૂતનખામેન (તુત)ની કબરની શોધ બાદ મળ્યું છે. જેને પુરાતત્વવિદની સૌથી મોટી ઉપલબ્ધિ હોવાનું કહેવાય છે.

ઇજિપ્તના પુરાતત્ત્વ વિભાગના રાજ્યમંત્રી જહી હાવાસે ફેસબુક પેજ પર આ અંગે સત્તાવાર જાહેરાત કરી હતી. લગભગ 3,400 વર્ષ જૂનું આ શહેર હોવાનું મનાય છે. જે ઇજિપ્તના લગ્ઝર રાજયમાં પ્રખ્યાત કિંગ્સ વેલીની પાસે રેતીમાં દફન કરાયેલું મળી આવ્યું છે. આ તે જ સ્થાન છે જ્યાંથી રાજા તુતની કબર પણ મળી હતી. ચોંકાવનારી વાત એ છેકે આ કબરમાંથી 10 કિલો સોનાથી બનેલા તૂતનખામેનનું મમી પણ મળ્યું છે. આ સાથે તે સમયે આશરે 5 હજાર કિંમતી કલાકૃતિઓ પણ મળી આવી હતી. રસપ્રદ વાત એ છે કે પુરાતત્વવિદ્દો દ્વારા આ શોધ અજાણતાં થઈ છે.

સોનાના શહેરનું નામ એટન હોવાનું અનુમાન

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ શહેરનું નામ એટન હોવાનું કહેવાય છે. જે 18માં રાજવંશના નવમા ફેરો એટલે કે રાજા અમેનોટેપ-3 એ વસાવ્યું હોવાનું પુરાતત્વવિદો જણાવે છે. આ એટન શહેરને વસાવનાર અમેનોટેપ-3 ઈજિપ્તના 18માં રાજવંશના હતા. જે ઈ.સ.પૂર્વ 1391થી ઈ.સ.પૂર્વ 1353 વચ્ચે સત્તામાં આવ્યા હોવાનું કહેવાય છે. આ શાસનકાળમાં ઈજીપ્તનો સુવર્ણકાળ હોવાનું કહેવામાં આવે છે. આ શાસનકાળમાં ઈજિપ્ત દેશ પોતાની શક્તિ અને સાંસ્કૃતિક વારસામાં અગ્રેસર હતું. પુરાતત્વવિદ હાવાસનું કહેવું છે કે આ પ્રાચીન ઈજિપ્તનું સૌથી મોટું ઔદ્યોગિક શહેર હતું. અત્યાર સુધીમાં પૌરાણિક શહેરોના ખોદકામમાં આટલા મોટા પ્રમાણમાં માટીના વાસણો અને કલાકૃતિઓ મળી આવ્યા નથી.

ખોદકામ દરમિયાન શું-શું મળ્યું

1) 10 ફૂટ ઉંચાઈની દિવાલો
2) આજુબાજુ સર્પાકાર જેવી દિવાલો
3) રસ્તાઓના કિનારે બંધાયેલા મકાનો
4) એક વ્યક્તિની કબર
5) ઓરડાઓમાં દફન કરાયેલ ગાય અને બળદની કબર
6) એક મોટી બેકરી, જેમાં ભઠ્ઠી અને સ્ટોરેજ છે
7) માટીની ઇંટ બનાવવાનું કારખાનું
8) કાચ અને ધાતુને ઢાળવા માટેના સાંચા
9) પ્રાચીન ઇજિપ્તની પવિત્ર તાબીજ રિંગ્સ
10) રંગીન માટીના વાસણ
11) દારૂના ઘડાં
12) માટીની ઇંટો જેના પર અમેનોટેપ -3 ના કાર્યો અંકિત છે
13) કાંતણ અને વણાટનાં સાધનો.
14) સુશોભન કલાકૃતિ

 

હજી સંપૂર્ણ ખોદકામ કરવાનું બાકી છે
​​​​​​​પુરાતત્ત્વવિદ્ હાવાસ કહે છે કે મંદિર અને કબર બંનેને શણગારવા માટે શહેરમાં વ્યાપક પ્રવૃત્તિઓ હોવાના પુરાવા મળ્યા છે. જો કે, શહેરના આ ઉત્તરીય ભાગનું સંપૂર્ણ ખોદકામ હજી બાકી છે. તેઓએ જણાવ્યુ છે કે ખોદકામ સપ્ટેમ્બર 2020 માં શરૂ થયું હતું. તે પૂર્ણ થવા માટે પાંચ વર્ષ જેટલો સમય લાગી શકે છે.

Published On - 5:10 pm, Fri, 16 April 21

Next Article