ચીનને ચેલેન્જ: દેશની વસ્તી માત્ર 9 લાખ, પરંતુ હિંમત એવી કે ચીનને બતાવી આંખ, ભારતના નજીકના દેશે ડ્રેગનને ફેક્યો પડકાર

|

Jan 31, 2023 | 4:08 PM

ચીન દૂનિયાના નાના દેશોને લોન આપી તેની જમીન અને નાના દેશની કિંમતી વસ્તુઓ લઈ લે છે, ત્યારબાદ તેની અર્થવ્યવસ્થા ખરાબ કરી નાખે છે, શ્રીલંકા, પાકિસ્તાન સહિત આફ્રીકાના અનેક દેશોને પાકિસ્તાને લોન આપી તેની અર્થવ્યવસ્થા તોડી નાખી છે.

ચીનને ચેલેન્જ: દેશની વસ્તી માત્ર 9 લાખ, પરંતુ હિંમત એવી કે ચીનને બતાવી આંખ, ભારતના નજીકના દેશે ડ્રેગનને ફેક્યો પડકાર
Image Credit source: Google

Follow us on

ચીન (China) વિશ્વભરમાં સમયાંતરે તેની તાકાતનું પ્રદર્શન કરવાનું ચાલુ રાખે છે. આવી સ્થિતિમાં, સામાન્ય રીતે મોટા દેશો પણ તેની સાથે સંબંધો સુધારવા માંગે છે. જો કે એવું સાંભળવા મળતું નથી કે કોઈ નાના દેશે ચીનને આંખ દેખાડી હોય, પરંતુ આજકાલ જોવા મળી રહી છે. જે દેશ ચીનને આંખો દેખાડી રહ્યો છે તે બીજું કોઈ નહીં પરંતુ લગભગ 9 લાખની વસ્તી ધરાવતો દેશ ફિજી છે. ફિજીએ ચીનની સુરક્ષા સમજૂતી રદ કરી દીધી છે.

ચીન નાના દેશો સાથે સુરક્ષા કરાર કરી રહ્યું છે

મહત્વનું છે કે, આ દિવસોમાં ચીન વિશ્વના વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ નાના દેશો સાથે સુરક્ષા કરાર કરી રહ્યું છે. આ જોતા તેમણે ફિજીની મદદ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ ફિજીના વડાપ્રધાન સિત્વિની રાબુકાએ કહ્યું હતું કે અમને ફિજી પોલીસ ફોર્સની મદદ માટે ચીનના સરકારી સુરક્ષા કર્મચારીઓની જરૂર નથી.

ફિજી અને ચીનમાં સુરક્ષા કરાર

મહત્વનું છે કે, 2011માં ફિજી અને ચીનમાં સુરક્ષા કરારને લઈને એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પછી, 2021માં ચીને ફિજીમાં ચીનના પોલીસ સંપર્ક અધિકારીને તૈનાત કર્યા હતા. હવે ફિજીના વડા પ્રધાન રાબુકાએ ફિજી ટાઇમ્સને કહ્યું છે કે તેઓ સમજૂતી સાથે ચાલુ રાખવાની જરૂર લાગતી નથી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ફિજીના ભારત સાથે મજબૂત સંબંધો

ફિજી પેસિફિક મહાસાગરમાં સ્થિત એક ટાપુ દેશ છે. આ દેશ ઘણો નાનો છે. અહીંની વસ્તીની વાત કરીએ તો માત્ર 9 લાખની વસ્તી છે. આ દેશ 18 હજાર 264 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે. આ દેશની શોધ 17મી અને 18મી સદી દરમિયાન ડચ અને અંગ્રેજી સંશોધકો દ્વારા કરવામાં આવી હતી.

મોટાભાગના નાગરિકો ઉત્તર પ્રદેશ અને બિહારના રહેવાસી

ભારત અને ફિજી વચ્ચેનો સંબંધ એ સમયનો છે જ્યારે ભારતમાં અંગ્રેજોના શાસનમાં હતું. અંગ્રેજોએ ભારતમાંથી મોટી સંખ્યામાં લોકોને કામ માટે ફીજી મોકલ્યા હતા. આમાં મોટાભાગના નાગરિકો ઉત્તર પ્રદેશ અને બિહારના રહેવાસી હતા. આવી સ્થિતિમાં, ફિજીમાં ભોજપુરી બોલીનો ઘણો પ્રભાવ છે. ફિજીમાં બોલાતી હિન્દી અવધી ભાષાનું એક સ્વરૂપ છે. ફિજીમાં અવધ પ્રદેશનો ઘણો પ્રભાવ છે, અહીંની બોલી પર પણ રામાયણનો ઊંડો પ્રભાવ છે.

પીએમ મોદી અને રાબુકા વચ્ચે મિત્રતા

પીએમ મોદી અને ફિજીના વડાપ્રધાન રાબુકા વચ્ચે સારી મિત્રતા છે. ફિજીમાં 16 વર્ષ બાદ સિત્વિની રાબુકાના રૂપમાં નવા વડાપ્રધાન મળ્યા, તો પીએમ મોદીએ તરત જ તેમને અભિનંદન પાઠવ્યા. દેશમાં ત્રિશંકુ સંસદની ચૂંટણીઓ પછી નજીકની લડાઈમાં રાબુકાને જીત મળી હતી. રાબુકા પીપલ્સ એલાયન્સના નેતા છે, જે 2021માં રચાયેલો રાજકીય પક્ષ છે.

સબંધો મજબૂત કરવા આતુર: PM મોદી

રાબુકા પીએમ બન્યા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને સીતવિની રાબુકાને અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ પોતાના ટ્વિટમાં લખ્યું, ‘હું ભારત અને ફિજી વચ્ચેના ગાઢ અને લાંબા સમયથી ચાલતા સંબંધોને વધુ મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરવા આતુર છું.’

Next Article