અમેરિકામાં FDAના અભ્યાસમાં હકારાત્મક પરિણામ મળતા કોરોનાના ઈલાજ માટે Remdesivirનો ઉપયોગ કરાશે

|

Oct 24, 2020 | 4:46 PM

કોરોના વાઇરસની ગંભીર અસરોને નષ્ટ કરતી દવા ન શોધાય ત્યાં સુધી અત્યાર સુધીના અનુભવ અને લક્ષણોના આધારે ઈલાજ કરવામાં આવી રહ્યો છે. અમેરિકાએ કોરોના પીડિતોને ગંભીર સ્થિતિમાં એન્ટી વાયરલ મેડિસિન દ્વારા સારવાર આપવાનું નક્કી કરાયું છે. અમેરિકન FDA દ્વારા આ બાબતની સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રેમ્પ પણ કોરોના પોઝિટિવ થયા […]

અમેરિકામાં FDAના અભ્યાસમાં હકારાત્મક પરિણામ મળતા કોરોનાના ઈલાજ માટે  Remdesivirનો ઉપયોગ કરાશે

Follow us on

કોરોના વાઇરસની ગંભીર અસરોને નષ્ટ કરતી દવા ન શોધાય ત્યાં સુધી અત્યાર સુધીના અનુભવ અને લક્ષણોના આધારે ઈલાજ કરવામાં આવી રહ્યો છે. અમેરિકાએ કોરોના પીડિતોને ગંભીર સ્થિતિમાં એન્ટી વાયરલ મેડિસિન દ્વારા સારવાર આપવાનું નક્કી કરાયું છે. અમેરિકન FDA દ્વારા આ બાબતની સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રેમ્પ પણ કોરોના પોઝિટિવ થયા બાદ તેમને પણ એન્ટી વાઇરલ મેડિસિન આપવામાં આવી હતી.

અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA ) કોરોના વાયરસની સારવાર માટે એન્ટિવાયરલ દવા રેમડેસિવિર પરવાનગી આપવામાં આવી છે. કેલિફોર્નિયા સ્થિત ગિલિયડ સાયન્સિસ  ની બનાવેલી દવાઓને અત્યાર સુધી ફક્ત કોરોના વાયરસથી ગંભીર રીતથી પીડિત દર્દીઓ માટે ઈમરજન્સીમાં ઉપયોગ કરવાની પરવાની આપી દીધી હતી. આ  દવા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપને આપવામાં આવી હતી જ્યારે તે કોરોના પૉઝિટિવ હતા.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ દવાઓ સંક્રમણના લીધે હોસ્પિટલમાં ભરતી કરવાની જરૂર પડે તેવા દર્દીઓને આપવામાં આવશે. કેલિફોર્નિયાના ગિલિયડ સાયન્સ (Gilead Sciences Inc.) આ દવાને વેક્લ્યુરી (Veklury) તરીકે ઓળખાવી રહી છે, સૂત્રો અનુસાર દવાથી દર્દી 15 દિવસને બદલે સરેરાશ 10 દિવસમાં સ્વસ્થ થઈ શકે છે. અમેરિકામાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંસ્થાનના રિસર્ચમાં આ વાત સામે આવી છે. નેશનલ ઈંસ્ટિટ્યૂટ ઑફ હેલ્થની સ્ટડીમાં જાણવા મળ્યુ હતુ કે Remdesivir થી કોરોના વાયરસ દર્દીઓના હોસ્પિટલમાં ભરતી થવાના 5 દિવસ સુધીમાં આપવાથી મૃત્યુનું જોખમ 30 ટકા સુધી ઓછું થઇ રહ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article