
એક તરફ અમેરિકા, ઉત્તર કોરિયા, રશિયા અને ચીન પર પોતાની વિરુદ્ધ ષડયંત્ર રચવાનો આરોપ લગાવી રહ્યુ છે, બીજી તરફ ફ્રાંસ જેવો મોટો દેશ ખુદને યુદ્ધ માટે સજ્જ કરી રહ્યો છે. આ સાંભળવામાં ઘણુ અસહજ લાગે પરંતુ આ સત્ય હકીકત છે. ફ્રાન્સના સ્વાસ્થ્ય મંત્રાલયે ગત વર્ષે એક આદેશ આપ્યો હતો. જે સાર્વજનિક થયો છે. આ આદેશમાં કહેવાયુ હતુ કે ફ્રાન્સની તમામ હોસ્પિટલને માર્ચ 2026 સુધી એક નવા યુદ્ધ માટે તૈયાર કરવાની રહેશે. આદેશમાં વધુમાં જણાવાયુ છે કે હોસ્પિટલોની તૈયારી એવી હોવી જોઈએ કે તેમા 10 થી 50 હજાર ઘાયલ સૈનિકોને તાત્કાલિક સારવાર મળી શકે. આ ઉપરાંત દેશના તમામ બંદરો, ઍરપોર્ટ્સ અને રેલવે સ્ટેશન્સની નજીક એવા સારવાર કેન્દ્રો ઉભા કરવામાં આવે કે જેનાથી ઘાયલોને જલદી તેમના દેશ મોકલી શકાય. શું યુરોપના દેશોએ ત્રીજા વિશ્વ યુદ્ધની તૈયારીઓ શરૂ કરી દીધી? આ આદેશની પુષ્ટિ ફ્રાન્સની સરકારે ખુદ કરી છે અને એ પણ જણાવ્યુ છે કે તે યુદ્ધ માટે તેની હોસ્પિટલોને તૈયાર રાખવા ઈચ્છે છે. તાજેતરમાં ફ્રાંસ...
Published On - 7:38 pm, Thu, 4 September 25