
એપસ્ટીન ફાઈલ્સ એક એવી સિક્રેટ ડાયરી છે જેમા અમેરિકી ફાઈનાન્સર અને કુખ્યાત યૌન શોષણ કરનાર આરોપી જેફરી એપસ્ટીનના કાળા કારનામા છુપાયેલા છે. આ ફાઈલ્સ એ દસ્તાવેજો, કોર્ટના રેકોર્ડ્સ, ફ્લાઈટ લૉગ્સ સહિતના ડેટાના સજ્જડ પુરાવા છે, જે એપસ્ટીનના સેક્સ ટ્રાફિકિંગ રેકેટ સાથે જોડાયેલા છે. આ સ્કેન્ડલમાં 250 થી વધુ સગીર છોકરીઓનું શોષણ કરવામાં આવ્યુ હતુ. આ ફાઈલમાં એ તમામ દિગ્ગજોના નામો સામેલ છે જેઓ પ્રાઈવેટ જેટ અને પ્રાઈવેટ આઈલેન્ડ પર અય્યાશી કરવા માટે આવતા હતા. જેમા મોટા-મોટા નેતાઓ, બિઝનેસ ટાઈકુન અને સેલેબ્રિટીઝ સામેલ છેઆ ફાઈલમાં એપસ્ટીન અને તેના સહયોગીઓ વિરુદ્ધ થયેલા અનેક ફોજદારી કેસોમાં કામ કરી રહેલા તપાસ કર્તાઓ દ્વારા એકત્ર કરવામાં આવેલા મહત્વપૂર્ણ પુરાવા છે. 2025માં અમેરિકી જસ્ટિસ ડિપાર્ટમેન્ટે આ સ્કેન્ડલ સાથે જોડાયેલી ફેઝ 1 ફાઈલો રિલીઝ કરી હતી. જેમા એપસ્ટીનના અંગત જેટના ઉડાન લોગ્સ પણ સામેલ છે. પરંતુ હજુ અનેક દસ્તાવેજો સીલબંધ છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે છેલ્લા સપ્તાહે અટોર્ની જનરલ પૉમ બોડીને કહ્યુ કે તેઓ ફેડરલ જજને કહે કે 2019માં જેફરી...
Published On - 9:53 pm, Mon, 21 July 25