INDIAમાં કોરોના વાયરસના ટ્રિપલ મ્યૂટન્ટ વેરિએન્ટની એન્ટ્રી ? દિલ્હી, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢમાં મળ્યા કેસ

|

Apr 21, 2021 | 7:47 PM

INDIAમાં કોરોના સંક્રમિતોના આંકડા એક નવો જ રેકોર્ડ બનાવી રહ્યાં છે. કોરોનાની આ બીજી લહેર રોકાતી નથી ત્યાં કોરોનાનો વધુ એક વાયરસ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ આ ટ્રિપલ મ્યૂટન્ટ છે.

INDIAમાં કોરોના વાયરસના ટ્રિપલ મ્યૂટન્ટ વેરિએન્ટની એન્ટ્રી ? દિલ્હી, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢમાં મળ્યા કેસ
ફાઇલ

Follow us on

INDIAમાં કોરોના સંક્રમિતોના આંકડા એક નવો જ રેકોર્ડ બનાવી રહ્યાં છે. કોરોનાની આ બીજી લહેર રોકાતી નથી ત્યાં કોરોનાનો વધુ એક વાયરસ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ આ Triple mutant છે. જે Delhi, Maharashtra, West Bengal અને Chhattisgarhમાં લેવાયેલા સેમ્પલમાં જોવા મળ્યો છે. જોકે સૌથી ખરાબ હાલત Maharashtra માં જોવા મળી રહી છે. Maharashtraમાં જીનોમ સિક્વેન્સિંગથી ખ્યાલ આવે છે કે જેટલાં કેસ આવ્યા છે તેમાંથી 60% કેસ નવા Triple mutant કોરોના વાયરસના છે. કોરોનાના આ નવા સ્વરૂપનું નામ રખાયું છે B.1.618 વેરિઅન્ટ. આ પહેલાં ડબલ મ્યૂટન્ટ કોરોના વાયરસ આવ્યો હતો જેનું નામ B.1.617 હતું.

કહેવાય છે કે ડબલ મ્યૂટેશન વેરિએન્ટના કારણે જ કોરોના આટલો વધ્યો છે અને હવે Triple mutant જોવા મળતાં લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. આ નવા Triple mutant કોરોના વાયરસમાં નવા જેનેટિક સેટ છે. જેમાં E484K વેરિએન્ટના અંશ પણ છે. Triple mutant કોરોના વાયરસ B.1.618 કોઈના પણ શરીરની પ્રતિરોધક ક્ષમતા એટલે કે ઈમ્યૂન સિસ્ટમને દગો આપી શકે છે. એટલું જ નહીં જેઓને કોરોના સંક્રમણ પહેલાં થઈ ગયો છે, તેમના શરીરમાં રહેલા એન્ટીબોડીને પણ Triple mutant કોરોના વાયરસ ફરી વળગી શકે છે.

Triple mutant ઘણાં દેશોમાં જોવા મળ્યા
વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે હાલ West Bengalમાં આ ટ્રિપલ મ્યૂટન્ટ કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. West Bengalમાં આ વાયરસના પ્રાથમિક સિકવન્સ મળ્યા છે. હાલ West Bengalમાં ચૂંટણી ચાલી રહી છે. નવો વેરિએન્ટ B.1.618 જેવો જ વાયરસ America, Switzerland, Singapore, અને Finlandમાં પણ મળ્યા છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

ટ્રિપલ મ્યૂટન્ટ વેરિએન્ટ B.1.618નો પહેલો સેમ્પલ ભારતની બહાર કોઈ અન્ય દેશમાં 22 એપ્રિલ 2020નાં રોજ મળ્યા હતા. આ Triple mutantને પશ્ચિમ બંગાળમાં જીનોમ સિક્વેન્સિંગ કરવામાં આવી. 130 સેમ્પલમાંથી 129માં આ Triple mutant મળ્યા છે. દુનિયામાં હાલ B.1.168 વેરિએન્ટથી સંક્રમિત લોકોમાંથી 62.5% લોકો માત્ર ભારતમાં જ છે. આ વિશ્લેષણ Outbreak.info પર આપવામાં આવ્યું છે.

Triple mutant કેટલાં ઘાતક તે તપાસનો વિષય
B.1.618 અને B.1.617એ મળીના હાલ West Bengalમાં કાળો કેર વર્તાવ્યો છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ હાલ નવા Triple mutant અંગે વધુ જાણકારી સામે આવી નથી. અને તે પણ નથી ખ્યાલ કે તેના સંક્રમણનું સ્તર કેટલું વધશે. કે પછી કોઈ વેક્સિન તેના પર અસર કરશે કે નહીં. તેના માટે વેક્સિન બનાવનારી કંપનીઓએ આ વેરિએન્ટ પર અલગથી જ પરીક્ષણ કરવાની જરૂર રહેશે.

Triple mutantના 40% કેસ હાલ ભારતમાં
ગ્લોબલ રિપોસિટરી GISAIDમાં જમા કરવામાં આવેલા ડેટા મુજબ ભારતમાં હાલ B.1.618 મ્યૂટન્ટ કોરોના વાયરસના કુલ 12 ટકા કેસ છે. આ વાયરસ છેલ્લાં 60 દિવસમાં લોકોને સંક્રમિત કરનારો ત્રીજો સૌથી ભયાનક સ્ટ્રેન છે. B.1.617ના 28 ટકા મામલાઓ છે. જે બાદ સૌથી વધુ કેસ B.1.1.7 વેરિએન્ટના છે જેને યુકે વેરિએન્ટ કહેવાય છે.

Published On - 7:47 pm, Wed, 21 April 21

Next Article