
પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીઓ ફરી એકવાર સ્થગિત થઈ શકે છે. પાકિસ્તાન સેનેટ દ્વારા એક ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો છે. જેમાં પાકિસ્તાનમાં ફેબ્રુઆરી મહિનામાં યોજાનાર સામાન્ય ચૂંટણી વિલંબ અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અગાઉ આ ચૂંટણી 8 ફેબ્રુઆરીએ યોજાવાની હતી.
આ પ્રસ્તાવની તરફેણ કરતા સેનેટરે કહ્યું કે ચૂંટણી રેલીઓ દરમિયાન ગુપ્તચર એજન્સીઓ દ્વારા ખતરાની ચેતવણી પણ આપવામાં આવી છે. સેનેટનું કહેવું છે કે અવરોધો દૂર કર્યા વિના ચૂંટણી યોજવી જોઈએ નહીં, તેથી 8 ફેબ્રુઆરીની ચૂંટણી મોકૂફ રાખવી જોઈએ. પાકિસ્તાનના ચૂંટણી પંચએ ચૂંટણી મોકૂફ રાખવાની પ્રક્રિયા શરૂ કરવી જોઈએ. સેનેટને ચૂંટણી મંડળમાં વિશ્વાસ છે.
પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણી હવે સ્થગિત થઈ શકે છે. આજે શુક્રવારે પાકિસ્તાનની સંસદના ઉપલા ગૃહમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, જેમાં સુરક્ષાની ચિંતાઓને કારણે ચૂંટણીમાં વિલંબની માંગ કરવામાં આવી હતી. આ પ્રસ્તાવ પાકિસ્તાન સેનેટ દ્વારા સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો હતો. જોકે, વચગાળાની રખેવાળ સરકારના માહિતી પ્રધાન મુર્તઝા સોલંગી અને પીએમએલ-એન સેનેટર અફનાનુલ્લા ખાને આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો.
પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના સેનેટર અફનાનુલ્લા ખાને આ ચૂંટણીમાં વિલંબના પ્રસ્તાવનો વિરોધ કરતા કહ્યું કે, 2008 અને 2013ની સામાન્ય ચૂંટણી દરમિયાન દેશમાં સુરક્ષાની સ્થિતિ વધુ ખરાબ હતી. જો સુરક્ષાને બહાના તરીકે ઉપયોગમાં લેવામાં આવશે તો ક્યારેય ચૂંટણી નહીં થાય. શું યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ચૂંટણીઓ મુલતવી રાખી હતી ?
Published On - 4:48 pm, Fri, 5 January 24