Ecuador: રાષ્ટ્રપતિ લાસોએ ત્રણ પ્રાંતોમાં જાહેર કરી ઈમરજન્સી, અહીં મોટા પાયે થઈ રહી છે ડ્રગ્સની દાણચોરી

|

May 01, 2022 | 11:40 AM

સત્તાવાર આંકડાઓ અનુસાર, એક્વાડોરમાં ડ્રગ્સની હેરાફેરીના કારણે અપરાધમાં વધારો થયો છે, જેમાં 1255 લોકોના મોત થયા છે. ફેબ્રુઆરી 2021 થી જેલમાં હત્યાકાંડમાં લગભગ 350 લોકો માર્યા ગયા છે.

Ecuador: રાષ્ટ્રપતિ લાસોએ ત્રણ પ્રાંતોમાં જાહેર કરી ઈમરજન્સી, અહીં મોટા પાયે થઈ રહી છે ડ્રગ્સની દાણચોરી
Ecuador Declares Emergency

Follow us on

ઇક્વાડોરે (Ecuador) ડ્રગ હેરફેરને લગતી હિંસાને લઈને ત્રણ પ્રાંતોમાં બે મહિનાની કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. ઇક્વાડોરના રાષ્ટ્રપતિ ગુલેર્મો લાસોએ (Ecuadoran President Guillermo Lasso) આની જાહેરાત કરી હતી. તેણે આ ત્રણ પ્રાંતોને ડ્રગ સંબંધિત હિંસા માટે જવાબદાર ઠેરવ્યા છે. શુક્રવારે મીડિયાને સંબોધતા, તેમણે કહ્યું, મેં ગુઆસ, માનાબી અને એસ્મરાલ્ડાસ ના દરિયાકાંઠાના પ્રાંતોમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે, જે આજે મધ્યરાત્રિથી લાગુ થશે. તૈનાત કરવામાં આવી છે.

આ બીજી વખત છે જ્યારે રાષ્ટ્રપતિ લાસોએ દેશમાં ઈમરજન્સી પાવરનો ઉપયોગ કર્યો છે. ગયા વર્ષે પણ ડ્રગ હિંસાને લઈને ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે લાસોની સરકાર નશાની વિરુદ્ધ કડક છે. સત્તા સંભાળ્યા બાદથી લાસોએ ડ્રગ માફિયા સામે લડત શરૂ કરી છે. તેમની સરકાર કહે છે કે, ડ્રગની દાણચોરી કરતી ગેંગ અમેરિકા અને યુરોપમાં માદક દ્રવ્યોની નિકાસ કરવા માટે દેશનો ઉપયોગ કરે છે. બે મહિનાની ઈમરજન્સી દરમિયાન ત્રણેય પ્રાંતોમાં પેટ્રોલિંગ માટે 9,000 પોલીસ અને સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. ત્રણેય પ્રાંતોના શહેરી વિસ્તારોમાં રાત્રે 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ રહેશે.

ઇક્વાડોરમાં ડ્રગ્સની હેરાફેરીના કારણે ગુનામાં વધારો

સત્તાવાર આંકડાઓ અનુસાર, એક્વાડોરમાં ડ્રગ્સની હેરાફેરીના કારણે અપરાધમાં વધારો થયો છે, જેમાં 1255 લોકોના મોત થયા છે. ફેબ્રુઆરી 2021 થી જેલમાં હત્યાકાંડમાં લગભગ 350 લોકો માર્યા ગયા છે. લાસોએ અગાઉ ગયા વર્ષે ઓક્ટોબરમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી, પરંતુ આ પગલાને બંધારણીય અદાલતની ટીકાનો સામનો કરવો પડ્યો હતો. જો કે, કટોકટીની અવધિ ઘટાડીને 30 દિવસ કરવામાં આવી હતી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ પણ વાંચો: PNB Recruitment 2022: પંજાબ નેશનલ બેંકમાં ઘણી જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જુઓ સંપૂર્ણ વિગતો

આ પણ વાંચો: આ કંપનીએ કર્મચારીઓને દરરોજ ઓફિસ જવાની ઝંઝટમાંથી આપી મુક્તિ, વર્ષમાં 90 દિવસ કામ માટે આપી આ ઓફર

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article