AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારત, પાકિસ્તાન, ચીન સહિત 8 દેશોમાં ભૂકંપના આંચકા, 6.3ની તીવ્રતા

Earthquake: પાકિસ્તાન, ભારત અને ચીન સહિત 8 દેશોમાં જોરદાર આંચકા અનુભવાયા છે. ભારતના પંજાબ, જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં 5.3ની તીવ્રતાના આંચકા અનુભવાયા છે.

ભારત, પાકિસ્તાન, ચીન સહિત 8 દેશોમાં ભૂકંપના આંચકા, 6.3ની તીવ્રતા
TV9 Gujarati
| Edited By: | Updated on: May 28, 2023 | 5:31 PM
Share

Earthquake: ભારત, પાકિસ્તાન, ચીન સહિત 8 દેશોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના હિંદુ કુશ વિસ્તારમાં જણાવવામાં આવી રહ્યું છે. ભૂકંપની તીવ્રતા 6.3 જણાવવામાં આવી રહી છે. ભારતના પંજાબ, જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભારતના રાજ્યોમાં 5.6ની તીવ્રતાના આંચકા અનુભવાયા છે. આસપાસના દેશોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. તાજિકિસ્તાન, કિર્ગિસ્તાન, ઉઝબેકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

ભૂકંપ મોનિટરિંગ સંસ્થા EMSCએ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી 70 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં સ્થાનિક સમય અનુસાર સવારે 10.19 વાગ્યે 5.9ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. તુર્કીમાં કહરમનમારસથી 24 કિમી દક્ષિણમાં 3.6ની તીવ્રતાનો આંચકો પણ અનુભવાયો હતો. આ સાથે જ પાકિસ્તાનના ઈસ્લામાબાદ, ખૈબર પખ્તુનખ્વા, પંજાબ અને પાકિસ્તાનના અન્ય પ્રાંતોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે.

તુર્કિયેમાં ભૂકંપમાં 60 હજાર લોકોના જીવ ગયા

સીરિયાની સરહદે તુર્કીના દક્ષિણ-પૂર્વમાં 7.7 અને 7.6ની તીવ્રતાના ધરતીકંપોએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. જેના કારણે તુર્કિયેમાં મોટા પાયે જાન-માલનું નુકસાન થયું હતું. ભૂકંપનું કેન્દ્ર ગાઝિયનટેપથી 37 કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમમાં હતું. એકલા તુર્કીમાં ભયંકર ભૂકંપમાં લગભગ 60 હજાર લોકો માર્યા ગયા. ભૂકંપના આંચકાઓને કારણે તુર્કીનો આ વિસ્તાર 80 સેકન્ડ સુધી ધ્રૂજતો રહ્યો. ઈમારતો પત્તાના ઘરની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. આ ભૂકંપના કારણે તુર્કીને 118 અબજ ડોલરથી વધુનું નુકસાન થયું છે. તુર્કીમાં ફેબ્રુઆરીમાં આવેલા ભૂકંપને કારણે સેંકડો ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ હતી.

આ પણ વાચો: Pakistan: ઈમરાને ફરી આપ્યું ભડકાઉ ભાષણ, કહ્યું- જ્યા સુધી જનસમુદાય છે ત્યાં સુધી પાર્ટી ખતમ નહીં થાય

નેપાળમાં ભૂકંપના આંચકાએ અનેક લોકોના જીવ લીધા

ગયા વર્ષે નવેમ્બરમાં નેપાળમાં 5.7ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. ભારતના અનેક રાજ્યોમાં તેના આંચકા અનુભવાયા હતા. 9 નવેમ્બરના રોજ ડોટી જિલ્લામાં ભૂકંપના કારણે 6 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ પહેલા 2015ના ભૂકંપમાં નેપાળમાં 9000 લોકોના મોત થયા હતા.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">