ચીનઃ કોરોના અને દુષ્કાળ બાદ હવે સિચુઆન પ્રાંતમાં ભૂકંપથી હડકંપ, 7 લોકોના થયા મોત

|

Sep 05, 2022 | 7:18 PM

ચીનના દક્ષિણ-પશ્ચિમ સિચુઆન પ્રાંતમાં લુડિંગ કાઉન્ટીમાં સોમવારે 6.8-ની તીવ્રતાનો એક મજબૂત ભૂકંપ આવ્યો હતો, જેમાં ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયા હતા.

ચીનઃ કોરોના અને દુષ્કાળ બાદ હવે સિચુઆન પ્રાંતમાં ભૂકંપથી હડકંપ, 7 લોકોના થયા મોત
earthquake

Follow us on

ચીનના દક્ષિણ-પશ્ચિમ સિચુઆન પ્રાંતમાં લુડિંગ કાઉન્ટીમાં સોમવારે 6.8-ની તીવ્રતાનો એક મજબૂત ભૂકંપ આવ્યો હતો, જેમાં ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયા હતા. પ્રાંત પહેલાથી જ કોવિડ-19ના વધતા જતા કેસ અને દુષ્કાળની સમસ્યાથી ઝઝૂમી રહ્યો છે. ચીનની સરકારી સમાચાર એજન્સી સિન્હુઆએ ચાઈના અર્થક્વેક નેટવર્ક સેન્ટરને ટાંકીને જણાવ્યું હતું કે, ભૂકંપ સ્થાનિક સમય અનુસાર બપોરે 12:25 વાગ્યે આવ્યો હતો અને ભૂકંપનું કેન્દ્ર 29.59 ડિગ્રી ઉત્તર અને રેખાંશ 102.08 ડિગ્રી પૂર્વમાં 16 કિલોમીટરની ઊંડાઈએ હતું.

ભૂકંપનું કેન્દ્ર લુડિંગ કાઉન્ટીથી 39 કિમી દૂર હતું અને અનેક ગામો ભૂકંપના કેન્દ્રની પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં હતા. ભૂકંપના આંચકા સિચુઆન પ્રાંતની રાજધાની ચેંગડુમાં પણ અનુભવાયા હતા, જે ભૂકંપના કેન્દ્રથી 226 કિમી દૂર સ્થિત છે. ચાઈનીઝ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા ફોટા અને વીડિયોમાં ચેંગડુમાં ઈમારતો ધ્રૂજતી જોઈ શકાય છે. હજુ સુધી કોઈ ઈમારતને નુકસાન થયું હોવાની કોઈ માહિતી નથી.

સિચુઆન પ્રાંત ભૂકંપ માટે સંવેદનશીલ છે

સિચુઆન પ્રાંત તિબેટની પડોશમાં આવેલો છે અને ભૂકંપ માટે સંવેદનશીલ છે.આ પ્રાંતમાં 2008માં વિનાશક ભૂકંપ આવ્યો હતો, જેમાં લગભગ 90,000 લોકોના મોત થયા હતા. 2013 માં, પ્રાંતમાં 7 તીવ્રતાના ભૂકંપમાં 200 લોકો માર્યા ગયા હતા. કોરોના વાયરસના વધતા જતા કેસોને કારણે ચેંગડુ લોકડાઉન હેઠળ છે. રહેવાસીઓને ઘરની અંદર રહેવા માટે કહેવામાં આવ્યું છે અને દરેક ઘરની બહાર માત્ર એક વ્યક્તિને આવશ્યક વસ્તુઓ ખરીદવાની મંજૂરી છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

ભૂકંપ આવતા જ શું કરવું?

જો તમે બિલ્ડિંગની અંદર છો, તો ફ્લોર પર બેસો અથવા કોઈ મજબૂત ફર્નિચરની નીચે જાઓ. જો ટેબલ કે આવું ફર્નિચર ન હોય તો હાથ વડે તમારો ચહેરો અને માથું ઢાંકીને રૂમના કોઈપણ ખૂણામાં સંતાઈને બેસી જાઓ. જો તમે બિલ્ડિંગની બહાર છો, તો બિલ્ડિંગ, ઝાડ, થાંભલા અને વાયરથી દૂર જાઓ. જો તમે વાહનમાં મુસાફરી કરી રહ્યા હોવ તો બને તેટલું વહેલું વાહન રોકો અને વાહનની અંદર જ રહો.

(ભાષામાંથી ઇનપુટ)

Next Article