Earthquake In Russia : 5.6 રિકટર સ્કેલના ભૂકંપના આચંકાથી હલ્યુ સાઈબેરીયન રિપબ્લિક ઓફ ટાયવા, લોકોમાં ગભરાટ

રશિયન એકેડેમી ઓફ સાયન્સના જીઓલોજિકલ સર્વે (GS RAS) ના લતાઈ-સયાન ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, 5.6 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો સાઇબેરીયન રિપબ્લિક ઓફ ટાયવામાં નોંધાયો હતો.

Earthquake In Russia : 5.6 રિકટર સ્કેલના ભૂકંપના આચંકાથી હલ્યુ સાઈબેરીયન રિપબ્લિક ઓફ ટાયવા, લોકોમાં ગભરાટ
earthquake in russia
| Edited By: | Updated on: Oct 23, 2021 | 8:40 AM

રશિયાના (Russia) સાઈબેરીયન રિપબ્લિક ઓફ ટાયવામાં ભૂકંપનો (Earthquake) આચંકો અનુભવામાં આવ્યો છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.6 નોંધવામાં આવી છે. રશિયન એકેડેમી ઓફ સાયન્સના જીઓલોજિકલ સર્વે (GS RAS) ના અલ્તાઇ-સયાન વિભાગે શનિવારે આ માહિતી આપી. GS RAS એ કહ્યું, ‘5.6 ની તીવ્રતાના આ ભૂકંપના આંચકા શુક્રવારે મોડી રાત્રે સ્થાનિક સમય મુજબ સવારે 11.03 વાગ્યે અનુભવાયો હતો.’

પ્રાપ્ત થતી માહિતી અનુસાર, ભૂકંપ ચડાન શહેરથી 7 કિલોમીટર દૂર ટાયવાના દઝુન-ખેમચિકસ્કી જિલ્લામાં થયો હતો. અત્યાર સુધી આ ભૂકંપના આંચકાને કારણે કોઈ જાનહાનિ કે નુકસાનની જાણ થઈ નથી. પરંતુ સ્થાનિક પ્રશાસન નજર રાખી રહ્યું છે. જો કે ભૂકંપના આંચકા બાદ સ્થાનિક રહીશો ઘરની બહાર આવી ગયા હોવાનું જાણવા મળે છે. રશિયાનો આ પ્રદેશ ભૂતકાળમાં પણ ભૂકંપના આંચકા અનુભવતો રહ્યો છે. ભૂતકાળમાં પણ અહીં ઘણા ભૂકંપના આંચકા અનુભવાયા છે.

રવિવારે દક્ષિણ ભાગમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા
આ પહેલા રવિવારે રશિયાના દક્ષિણ ભાગમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.0 હતી અને આ આંચકા સેવેરો-કુરિલ સ્કાયમાં અનુભવાયા હતા. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, આ આંચકાઓ સ્થાનિક સમય અનુસાર રાત્રે 12.05 કલાકે આવ્યા હતા. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ 54.2 કિમીની ઊંડાઈએ હતું.

સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, આ ભૂકંપને કારણે કોઇપણ પ્રકારના જાન-માલના નુકશાન અંગે કોઇ માહિતી મળી ન હતી. જોકે, ભૂકંપને કારણે લોકોના મનમાં ગભરાટ સર્જાયો હતો. પૃથ્વીની અંદર હાજર ટેક્ટોનિક પ્લેટોની ટક્કરને કારણે ફોલ્ટ રેખાઓ બને છે, જ્યારે નીચેની ઉર્જા બહારની તરફ આવે છે ત્યારે આ ભૂકંપના આંચકા અનુભવાઈ છે.

તમને જણાવી દઈએ કે, વૈજ્ઞાનિકો એ દિશામાં કામ કરી રહ્યા છે તે જણાવી શકે કે ક્યાં ધરતીકંપ થશે. આ કામ કરવા માટે આધુનિક સાધનોની સતત શોધ થઈ રહી છે. જેથી અગમચેતીના ભાગ રૂપે ચેતવણી આપી શકાય. દેખીતી રીતે ધરતીકંપથી બચવાની યોગ્ય તકેદારી લેવામાં આવે તો ઈજા, નુકસાન અને જીવન બચી શકે, જે ખૂબ જ મહત્ત્વનું છે. તેમ છતાં, ધરતીકંપો તો થતા જ રહે છે.

આ પણ વાંચો : ISKCON Temple Attack: બાંગ્લાદેશના ઇસ્કોન મંદિરમાં હુમલાના પડઘા પડયા, કોલકાતામાં લાગ્યા પોસ્ટર તો પ્રદર્શનની કરી તૈયારી

આ પણ વાંચો : ચીનની દરેક નાપાક હરકતનો જડબાતોબ જવાબ આપવા ભારતે પ્લાન કર્યો મજબૂત, એક્શનમાં જોવા મળ્યા સૈનિકો