Earthquake in China: ચીનનો યુનાન પ્રાંત ભૂકંપના જોરદાર આંચકાથી હચમચી ઉઠ્યો, રિક્ટર સ્કેલ પર 5.5ની તીવ્રતા, 22 લોકો ઘાયલ

|

Jan 02, 2022 | 8:50 PM

ચીનના યુનાન પ્રાંતમાં ભૂકંપ આવ્યો છે, જેના કારણે ઘણા મકાનોને નુકસાન થયું છે. 60 સભ્યોની શોધ અને બચાવ ટીમને ઘટના સ્થળે મોકલવામાં આવી છે.

Earthquake in China: ચીનનો યુનાન પ્રાંત ભૂકંપના જોરદાર આંચકાથી હચમચી ઉઠ્યો, રિક્ટર સ્કેલ પર 5.5ની તીવ્રતા, 22 લોકો ઘાયલ
File Image

Follow us on

ચીનના (China) દક્ષિણ-પશ્ચિમમાં આવેલા યુનાન પ્રાંતના (Yunnan Province) નિંગલોંગ કાઉન્ટીમાં રવિવારે 5.5ની તીવ્રતાના ભૂકંપના આંચકા બાદ થયેલા વિનાશમાં ઓછામાં ઓછા 22 લોકો ઘાયલ થયા છે. સ્થાનિક અધિકારીઓએ આ વિશેની માહિતી આપી છે. રાજ્ય સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે કે ભૂકંપ લગભગ 3:02 વાગ્યે આવ્યો હતો અને તેનું કેન્દ્રબિંદુ લિજિયાંગ શહેરમાં નિંગલોંગ કાઉન્ટીથી 60 કિલોમીટર અને યોંગનિંગ શહેરથી ત્રણ કિલોમીટર દૂર છે.

નિંગલાંગ પબ્લિસિટી ડિપાર્ટમેન્ટે અહેવાલ આપ્યો કે ગામના કેટલાય ઘરોમાંથી ટાઈલ્સ પડી ગઈ (Damage After Earthquake) છે. જોકે પ્રાંતીય સિસ્મોલોજીકલ સેન્ટરે જણાવ્યું હતું કે હજુ સુધી ઘરોને મોટા નુકસાનના કોઈ અહેવાલ નથી. સમાચાર અનુસાર અસરગ્રસ્ત વિસ્તારની વસ્તી 24,000 છે. નિંગલાંગમાં ફાયર વિભાગે એપી સેન્ટર વિસ્તારમાં આપત્તિની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ચાર વાહનો અને 15 લોકોને રવાના કર્યા છે. 60 સભ્યોની શોધ અને બચાવ ટીમ પણ મોકલવામાં આવી છે.

ચીનમાં ભૂકંપના ઝટકા આવતા રહે છે, ખાસ કરીને તેના પર્વતીય પશ્ચિમી અને દક્ષિણપશ્ચિમ વિસ્તારોમાં સપ્ટેમ્બરમાં સિચુઆન પ્રાંતમાં આવેલા ભૂકંપમાં ત્રણ લોકો માર્યા ગયા હતા અને ડઝનેક લોકો ઘાયલ થયા હતા. જ્યારે હજારો મકાનોને નુકસાન થયું હતું.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

2008માં સિચુઆનમાં 7.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં 80,000થી વધુ લોકો માર્યા ગયા હતા. આમાં હજારો બાળકોનો પણ સમાવેશ હતો, જેઓ નબળી ગુણવત્તાવાળી શાળાઓની ઈમારત ધરાશાયી થવાને કારણે મૃત્યુ પામ્યા હતા. પરંતુ ચીનની સરકારે મૃતકોની ચોક્કસ સંખ્યા જાહેર કરી ન હતી.

એક દિવસ પહેલા જ શનિવારે પાકિસ્તાનના ઉત્તર ભાગમાં સ્થિત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના કેટલાક વિસ્તારોમાં 5.3ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા. પ્રાંતની રાજધાની પેશાવરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ લગભગ સાંજે 6.15 વાગ્યે આવ્યો હતો અને તેનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદ સાથેના વિસ્તારમાં જમીનથી 180 કિમી નીચે સ્થિત હતું.

પાકિસ્તાનના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સ્વાત ઘાટી, પેશાવર, લોઅર ડીર, સ્વાબી, નૌશેરા, ચિત્રાલ, મર્દાન, બાજૌર, મલાકંદ, પબ્બી, અકોરા, ઈસ્લામાબાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આંચકા અનુભવાયા હતા.

 

આ પણ વાંચો – ફ્લાઈટમાં ઉડાન દરમિયાન મહિલા મળી કોરોના પોઝિટીવ, ટોયલેટમાં 5 કલાક માટે થઈ સેલ્ફ આઈસોલેટ

આ પણ વાંચો – Pakistan: ભારત-યુએસ અને યુએઈના હિંદુઓએ એ મંદિરમાં કરી પૂજા, જેના પર ઉગ્રવાદીઓએ હુમલો કર્યો હતો

આ પણ વાંચો – America: કેન્ટુકીમાં વાવાઝોડા બાદ અચાનક આવેલા પૂરથી સર્જાઈ તબાહી, વીજ પુરવઠો ઠપ, હવે વાવાઝોડાનું જોખમ વધ્યું

Next Article