Earthquake in Australia : મેલબર્નમાં 5.9 ની તિવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, ઘણી બધી ઇમારતોને નુક્સાન

|

Sep 22, 2021 | 7:48 AM

Earthquake in Melbourne : ઓસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરમાં ભૂંકપનો તીવ્ર ઝટકો અનુભવાયો છે. મળતી માહિતી અનુસાર તેની તીવ્રતા 5.9 હતી

Earthquake in Australia : મેલબર્નમાં 5.9 ની તિવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, ઘણી બધી ઇમારતોને નુક્સાન
file photo

Follow us on

ઓસ્ટ્રેલિયાના (Australia) મેલબોર્ન (Melbourne) શહેરમાં એક શક્તિશાળી ભૂકંપ (Earthquake) નોંધાયો છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.9 જણાવવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર ભૂકંપના લીધે ઘણી બધી ઇમારતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.

રિક્ટર સ્કેલ પર 5.9 ની આ ભૂકંપને કારણે ઘણી ઇમારતો હચમચી ગઇ હતી અને દિવાલો ધરાશાયી થઇ હતી. અચાનક આવેલા ભૂકંપને કારણે સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને તેઓ પોતાના ઘરની બહાર આવી ગયા હતા. સવારે 9 વાગ્યાની આસપાસ (સ્થાનિક સમય), ભૂકંપે ઓસ્ટ્રેલિયાનું બીજું સૌથી મોટું શહેર હચમચાવી નાખ્યું.

ભૂકંપ એટલો જોરદાર હતો કે તેના આંચકા સેંકડો કિલોમીટર દૂર સુધી અનુભવાયા હતા. યુએસ જિયોલોજિકલ સર્વેએ અગાઉ તેની તીવ્રતા 5.8 જણાવી હતી, જે બાદમાં 5.9 કરી દેવામાં આવી હતી. માહિતી અનુસાર, તેની ઉંડાઈ જમીનથી 10 કિમી નીચે હતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

શક્તિશાળી ભૂકંપ બાદ મેલબર્નની ચેપલ સ્ટ્રીટમાં બધે જ કાટમાળ ફેલાયો હતો. આ વિસ્તાર અહીંનો લોકપ્રિય શોપિંગ વિસ્તાર છે. રસ્તાઓ પર ઇમારતોમાંથી ઇંટો અને પથ્થરો પડવા લાગ્યા. મેલબર્નમાં એક કાફેના માલિક જુમે ફીમે જણાવ્યું કે ભૂકંપનો આંચકો આવતાની સાથે જ તે બહાર નીકળી ગયો અને રસ્તા તરફ દોડ્યો. આખું મકાન ધ્રૂજતું હતું. બધી બારીઓ, અરીસાઓ ધ્રુજતા હતા – જાણે કોઈ શક્તિશાળી મોજું આવી રહ્યું હોય. ફીમે કહ્યું, ‘મને પહેલા ક્યારેય આવું લાગ્યું ન હતું. તે ડરામણુ હતુ. ‘

ઓસ્ટ્રેલિયાનો દક્ષિણપૂર્વ ભાગ ભૂકંપ માટે જાણીતો નથી. આ વિસ્તારમાં ભૂકંપ ખૂબ જ દુર્લભ છે. પાર્કર મેયો, જે મેલબોર્નમાં એક કાફેમાં કામ કરે છે, તેણે કહ્યું, ‘તે એકદમ ગભરાટ હતો. ભૂકંપથી અમે બધા ચોંકી ગયા છીએ.

આ પણ વાંચો –

Railway Biometric Token : હવે જનરલ કોચમાં મળશે રિઝર્વેશન જેવી સુવિધા ! રેલવે બાયોમેટ્રિક ટોકન સિસ્ટમ લાગુ કરશે

આ પણ વાંચો –

Narendra Giri Last Rites: આજે 12 વાગ્યે નરેન્દ્ર ગિરીનું પોસ્ટમોર્ટમ કરાશે, બાગંબરી મઠના બગીચામાં અપાશે સમાધી

આ પણ વાંચો –

ફાટેલી ચલણી નોટ સ્વીકારવાનો બેંક ઇન્કાર કરે છે ? જાણો આ RBI નો આ નિયમ જે તમને પૂરેપૂરું મૂલ્ય અપાવશે

Published On - 7:36 am, Wed, 22 September 21

Next Article