કેન્ટીનમાં ખાવાનું ટેસ્ટ કરો અને મેળવો 21 લાખથી વધુનો પગાર!
ફૂડ લવર્સ માટે એક ટોચની યુનિવર્સિટીએ ગજબની જોબ બહાર પાડી છે. જણાવી દઈએ કે, આ નોકરીમાં તમને વાર્ષિક 21.50 લાખ રૂપિયા પગાર મળશે. તો ચાલો જાણીએ કે, આ જોબ કઈ જગ્યા પર છે અને આ ડ્રીમ જોબ મેળવવા માટે શું કરવાનું રહેશે.

ફૂડ લવર્સ માટે એક ટોચની યુનિવર્સિટીએ ગજબની જોબ બહાર પાડી છે. ખાસ વાત તો એ કે, આ નોકરીમાં તમને વાર્ષિક 21.50 લાખ રૂપિયા પગાર મળશે. તો ચાલો જાણીએ કે, આ જોબ કઈ જગ્યા પર છે અને આ ડ્રીમ જોબ મેળવવા માટે શું કરવાનું રહેશે.
ચીનની એક ટોચની યુનિવર્સિટીએ કેન્ટીન મેનેજર માટે નોકરીની જાહેરાત બહાર પાડી છે. આ નોકરીમાં તમને વાર્ષિક 21.50 લાખ રૂપિયા પગાર આપવામાં આવશે. જણાવી દઈએ કે, આ નોકરી માટે વ્યક્તિએ પીએચડી કરેલું હોવું જોઈએ.
જોબમાં રહેશે એક ‘શરત’
ચીનના નાનજિંગ શહેરની સાઉથઈસ્ટ યુનિવર્સિટીએ કેન્ટીન મેનેજર માટેની વેકેન્સી બહાર પાડી છે. અહીંયા તમારે ખાવાની તૈયારી કેમ ચાલે છે તે ચેક કરવાનું, ફૂડ સેફટીનું ધ્યાન રાખવાનું, કોન્ટ્રાક્ટરો સાથે ડીલ કરવાની અને થોડું ઘણું પેપરવર્ક જેવું કામ કરવાનું રહેશે.
સાંભળવામાં તો આ એક સરળ કામ લાગે છે પરંતુ આ જોબની શરત એવી છે કે જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ જોબમાં શરત એ જ છે કે, વ્યક્તિએ પીએચડી કરેલું હોવું જોઈએ.
શું-શું આવડત હોવી જોઈએ?
જો તમને આ નોકરી મળશે તો તમને વાર્ષિક 25 હજાર ડોલર એટલે કે લગભગ 21.50 લાખ રૂપિયાનો પગાર મળશે. સાઉથઈસ્ટ યુનિવર્સિટીના એક સ્ટાફે જણાવ્યું કે, રસોઈયા બનવું જરૂરી નથી પરંતુ જો તમારી પાસે ફૂડ, ન્યુટ્રિશન અથવા રસોઈકળામાં ડિગ્રી કે પ્રમાણપત્ર હશે તો જ તમને અહીંયા તક મળશે.
આ નોકરી માટે, ઉમેદવાર પાસે પીએચડી ડિગ્રી હોવી જરૂરી છે. બીજું કે, તમને કળકળાટ અંગ્રેજી પણ આવડવું જોઈએ. વધુમાં એમએસ ઓફિસ જેવા ઓફિસ સોફ્ટવેરનું નોલેજ હોવું જરૂરી છે.
લોકોની પ્રતિક્રિયા બહાર આવી
આ વેકેન્સી બહાર પડતા જ લોકો ગુસ્સે થયા છે. આ વેકેન્સીને લઈને સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે. એક વ્યક્તિએ કહ્યું કે, કેન્ટીન ચલાવવા માટે પીએચડીની કેમ જરૂર છે? શું હવે ભોજનનો સ્વાદ માણવા માટે ડોક્ટરેટની જરૂર છે? જ્યારે કેટલાક લોકોએ કહ્યું કે, ચીનમાં નોકરીઓ માટે કોમ્પિટિશન એટલું વધી ગયું છે કે આવી અજીબ શરત મુકવામાં આવી રહી છે.
સાઉથઈસ્ટ યુનિવર્સિટી ચીનની ટોચની 39 યુનિવર્સિટીઓમાંની એક છે, જ્યાંથી અભ્યાસ કરવાથી સારી નોકરી મળી જાય છે. જો કે, આ જે નોકરી બહાર પડી છે તેને લઈને બધા આશ્ચર્યચકિત થયા છે.