આર્થિક તંગીથી બેહાલ પાકિસ્તાનનો તુક્કો, મોલ, રેસ્ટોરન્ટ, મેરેજ હોલ વહેલા બંધ કરવા આદેશ

|

Jan 04, 2023 | 8:24 AM

પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કેબિનેટની બેઠક પછી મીડિયાને જણાવ્યું હતું કે બજારો રાત્રે 8.30 વાગ્યે બંધ થઈ જશે, જ્યારે લગ્ન હોલ રાત્રે 10 વાગ્યે બંધ થઈ જશે. તેમણે કહ્યું કે સરકાર દ્વારા જાહેર કરાયેલા કરકસરયુક્ત પગલાંને કારણે 60 અબજ રૂપિયાની બચત થશે.

આર્થિક તંગીથી બેહાલ પાકિસ્તાનનો તુક્કો, મોલ, રેસ્ટોરન્ટ, મેરેજ હોલ વહેલા બંધ કરવા આદેશ
Order to close malls, restaurants, marriage halls early in Pakistan
Image Credit source: Social Media

Follow us on

New order to save electricity in Pakistan: આર્થિક તંગી અને વિદેશી મુદ્રા ભંડારના અભાવનો સામનો કરી રહેલા પાકિસ્તાને મંગળવારે ઊર્જા સંરક્ષણ યોજના હેઠળ વિવિધ કરકસરયુક્ત પગલાંની જાહેરાત કરી હતી. આ અંતર્ગત ટૂંક સમયમાં બજારો, રેસ્ટોરન્ટ અને મેરેજ હોલ બંધ કરવા અને સરકારી કર્મચારીઓને ઘરેથી કામ કરવા સૂચના આપવામાં આવી છે. શેહબાઝ શરીફની કેબિનેટે ઊર્જા બચાવવા અને આયાતી તેલ પર નિર્ભરતા ઘટાડવા માટે રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ યોજનાને મંજૂરી આપી છે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કેબિનેટની બેઠક પછી મીડિયાને જણાવ્યું હતું કે બજારો રાત્રે 8.30 વાગ્યે બંધ થઈ જશે, જ્યારે લગ્ન હોલ રાત્રે 10 વાગ્યે બંધ થઈ જશે. તેમણે કહ્યું કે સરકાર દ્વારા જાહેર કરાયેલા કરકસરયુક્ત પગલાંને કારણે 60 અબજ રૂપિયાની બચત થશે. પાકિસ્તાન સરકાર આ પ્રયાસોથી અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરી રહી છે.

આના ઉપર લાગ્યા પ્રતિબંધો

વિવિધ પગલાંની જાહેરાત કરતાં પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે જણાવ્યું હતું કે પરંપરાગત બલ્બનું ઉત્પાદન 1 ફેબ્રુઆરીથી બંધ કરવામાં આવશે. જ્યારે વધુ પાવરનો વપરાશ કરતા પંખાનું ઉત્પાદન જુલાઈથી બંધ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ નિર્ણયને પગલે 22 અબજ રૂપિયાની બચત કરવામાં મદદ મળશે. આયાતી તેલ પર નિર્ભરતા ઘટાડવા માટે આ વર્ષના અંત સુધીમાં ઈલેક્ટ્રિક મોટરસાઈકલ રજૂ કરવામાં આવશે. એમ પણ તેમણે જણાવ્યું હતું.

કેબિનેટ બેઠક સૂર્યપ્રકાશમાં યોજી

આસિફે કહ્યું કે આ યોજના હેઠળ તમામ સરકારી ઈમારતો અને ઓફિસોમાં વીજળીનો વપરાશ પણ ઓછો કરવામાં આવશે અને 10 દિવસમાં વર્ક ફ્રોમ હોમ પોલિસી પણ તૈયાર કરવામાં આવશે. “આજે કેબિનેટની બેઠકમાં કોઈ લાઇટનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. આ બેઠક દિવસના પ્રકાશમાં યોજાઈ હતી,” તેમણે કહ્યું. તેમણે કહ્યું કે દેશ માટે આ એક ઉદાહરણ છે.

જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો

62 અબજ રૂપિયાની બચત થશે

આસિફે માહિતી આપી કે કેબિનેટે સરકારી વિભાગો દ્વારા ઉપયોગમાં લેવાતી 30 ટકા વીજળી બચાવવા માટે એક યોજના બનાવી છે. જેનાથી 62 અબજ રૂપિયાની બચત થશે. ઇંધણની આયાતમાં ઘટાડો કરવા માટે આ વર્ષના અંત સુધીમાં ઇલેક્ટ્રિક મોટરસાઇકલ રજૂ કરવામાં આવશે. પાવર બચાવવા માટેની યોજના તાત્કાલિક અમલમાં મૂકવામાં આવી છે અને કેબિનેટ તેની દેખરેખ રાખશે તેમ પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે તેમણે કહ્યું.

Next Article