દુબઈ થયું પાણી પાણી, રણમાં પૂર-રસ્તા પર હોડી… UAEના રાષ્ટ્રીય હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
વિશ્વના સૌથી સુંદર શહેરોમાંથી એક એવા રણ શહેર દુબઈમાં પૂર આવ્યું છે. હવામાનમાં અચાનક આવેલા બદલાવને કારણે દુબઈના અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે એક વ્યક્તિ પાણીમાં ડૂબેલા આ રસ્તા પર નાની હોડી ચલાવતો જોવા મળ્યો છે. હવામાન ખરાબ થવાને કારણે પૂરની સ્થિતિ ઊભી થતાં જ દુબઈ પોલીસ દ્વારા વિવિધ રસ્તાનું નિયંત્રણ લઈ લેવામાં આવ્યું છે.

દુબઈની આલીશાન શેરીઓ હાલમાં પાણીમાં ડૂબી ગઈ છે. જાણે રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ઘૂંટણથી ઉપર પાણી વહી રહ્યું છે. આ બધું દુબઈમાં હવામાનમાં આવેલા અચાનક બદલાવને કારણે થયું.
હવામાનમાં ફેરફારને કારણે એટલો વરસાદ પડ્યો કે ચમકતા રસ્તાઓ અને બહુમાળી ઈમારતોના ભોંયરા પાણીમાં ડૂબી ગયા. દુબઈ પ્રશાસને લોકોને બીચ પર જવાની મનાઈ કરી છે. કેટલીક જગ્યાએ તો વરસાદ એટલો ભારે થઈ ગયો હતો કે રસ્તા પર પાર્ક કરેલી ગાડીઓ પણ લગભગ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગઈ હોય તેવું લાગી રહ્યું હતું.
ખરાબ હવામાનને કારણે લોકોને ઘરની અંદર જ રહેવાની સલાહ આપવામાં આવી છે. ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે UAEમાં ટ્રાફિકની સાથે એર ફ્લાઈટ પણ પ્રભાવિત થઈ છે. દુબઈ પોલીસ દ્વારા મોકલવામાં આવેલા એલર્ટમાં લોકોને પૂરની સંભાવનાવાળા વિસ્તારોથી દૂર રહેવા અને વાહન ચલાવતી વખતે સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે.
Floods in Dubai and Saudia pic.twitter.com/RAVIGqbYGy
— Lucy Ambati (@AmbatiLucy) November 18, 2023
UAE ના રાષ્ટ્રીય હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર તોફાન અને વરસાદ વચ્ચે ઘણા વિસ્તારો માટે યલો અને ઓરેન્જ એલર્ટ જારી કર્યા છે. દુબઈમાં ભારે વરસાદ અને પૂરની ઘણી તસવીરો અને વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે. ઘણા લોકોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર પૂર અને પાણીથી ભરેલા રસ્તાઓનો વીડિયો પણ શેર કર્યો છે. એક વીડિયોમાં એક વ્યક્તિ ડૂબી ગયેલા રસ્તા પર નાની હોડી ચલાવતો જોવા મળે છે.
View this post on Instagram
આ પણ વાંચો : ભારતીય ડ્રાઈવિંગ લાયસન્સ સાથે તમે વિદેશમાં પણ ચલાવી શકો છો વાહન, જાણો કેવી રીતે?
અહીં હવામાન ખરાબ થવાને કારણે પૂરની સ્થિતિ ઊભી થતાં જ દુબઈ પોલીસ દ્વારા વિવિધ રસ્તાનું નિયંત્રણ લઈ લેવામાં આવ્યું છે. બીજી તરફ દુબઈ મ્યુનિસિપાલિટી પણ સક્રિય બની છે અને પાણી ભરાયેલા પાણીના નિકાલ માટે પ્રયાસો કરી રહી છે. ભારે વરસાદને ધ્યાનમાં રાખીને, સંયુક્ત આરબ અમીરાતે ખાનગી ક્ષેત્રને વિનંતી કરી છે કે તેઓ તેમના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની મંજૂરી આપે.
When it rains in Dubai and you have a Strict boss!! You bring your boat out!!#DubaiAirshow #Dubairain #rain pic.twitter.com/1eHrMrkXNs
— Kashif Ali (@kashifali514) November 17, 2023
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો