Breaking News : દુનિયાભરમાં ફેલાશે હાહાકાર, જગત જમાદાર ડોનાલ્ડ ટ્રમ્પ પાસે હજુ પણ છે ‘બ્રહ્માસ્ત્ર’! ઘણા દેશો ફસાઈ શકે છે, જાણો

યુએસ સુપ્રીમ કોર્ટના એક ફટકાએ ટ્રમ્પ પાસેથી રાતોરાત મનસ્વી કર લાદવાની તેમની સત્તા છીનવી લીધી છે. જોકે, 'કલમ 301' હવે તેમનું નવું બ્રહ્માસ્ત્ર છે. જાણો તેના વડે ટ્રમ્પ શું કરી શકશે.

Breaking News : દુનિયાભરમાં ફેલાશે હાહાકાર, જગત જમાદાર ડોનાલ્ડ ટ્રમ્પ પાસે હજુ પણ છે બ્રહ્માસ્ત્ર! ઘણા દેશો ફસાઈ શકે છે, જાણો
| Updated on: Feb 21, 2026 | 6:45 PM

અમેરિકા સહિત દુનિયાભરમાં વેપાર નીતિને લઈને મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણય બાદ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને તરત જ ભારે ટૅરિફ લગાવવાની જે શક્તિ હતી, તેમાં મોટી કાપ મુકાઈ છે. અત્યાર સુધી ટ્રમ્પ ઇન્ટરનેશનલ ઇમર્જન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA) હેઠળ રાતોરાત કોઈપણ દેશ પર 10થી 50 ટકા સુધીનો ટેક્સ લગાવી શકતા હતા, પરંતુ હવે કોર્ટના નિર્ણય બાદ આ મનમાની શક્તિ પર રોક લાગી ગઈ છે.

ચીનથી ઇલેક્ટ્રિક વાહનો આયાત કરવા બદલ કેનેડાને ચેતવણી

ટ્રમ્પ લાંબા સમયથી IEEPA નો ઉપયોગ એક રાજકીય હથિયાર તરીકે કરતા આવ્યા હતા. ગ્રીનલૅન્ડ મુદ્દે યુરોપિયન દેશોને દબાણમાં લેવું હોય, બ્રાઝીલના પૂર્વ રાષ્ટ્રપતિ જૈર બોલ્સોનારોને લઈને રાજકીય સંદેશ આપવો હોય કે ચીનથી ઇલેક્ટ્રિક વાહનો આયાત કરવા બદલ કેનેડાને ચેતવણી આપવી હોય – ટ્રમ્પે ઘણીવાર આ કાયદાનો સહારો લીધો હતો. હવે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ આ પ્રકારની તાત્કાલિક રાજકીય દબાણની રીત પર મર્યાદા આવી ગઈ છે.

કોર્ટના આ ઝટકા પછી ટ્રમ્પ પ્રશાસને તરત જ “પ્લાન B” તરફ વળ્યું. 1974ના ટ્રેડ એક્ટના “સેક્શન 122” હેઠળ તેમણે એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે, જેના આધારે વિશ્વભરના આયાત પર 10 ટકા વૈશ્વિક ડ્યુટી લાગુ કરવામાં આવી છે. આ નિયમ હેઠળ રાષ્ટ્રપતિ વધુમાં વધુ 150 દિવસ માટે 15 ટકા સુધીનો ટેક્સ લગાવી શકે છે. આ વ્યવસ્થા કાયમી ઉકેલ નહીં પરંતુ સમયસરનો ઉપાય માનવામાં આવે છે, જેથી કાનૂની રીતે મજબૂત માર્ગ તૈયાર થાય ત્યાં સુધી વેપારી ભાગીદારો પર દબાણ યથાવત્ રહે.

સેક્શન 301” મુખ્ય ભૂમિકા

હવે ટ્રમ્પની નવી વેપાર વ્યૂહરચનાના કેન્દ્રમાં “સેક્શન 232” અને “સેક્શન 301” મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. ટ્રેડ એક્સપેન્શન એક્ટ 1962નું સેક્શન 232 રાષ્ટ્રીય સુરક્ષાના આધારે ચોક્કસ સેક્ટર પર ટેક્સ લગાવવાની છૂટ આપે છે. કાર, ઓટો પાર્ટ્સ, ભારે ટ્રક, તાંબું અને લાકડાના ઉત્પાદનો પર આ જોગવાઈ હેઠળ આયાત શુલ્ક લગાવવામાં આવી રહ્યું છે. જોકે, આ નિયમ એકસાથે તમામ દેશો પર લાગુ પડે છે, એટલે કોઈ એક દેશને નિશાન બનાવવાની મર્યાદા છે.

અહીં “સેક્શન 301” ટ્રમ્પ માટે એક મહત્વપૂર્ણ સાધન તરીકે સામે આવ્યું છે. આ જોગવાઈ હેઠળ કોઈ ખાસ દેશના “અન્યાયી વેપાર વર્તન” સામે કાર્યવાહી કરી શકાય છે. પોતાના પ્રથમ કાર્યકાળ દરમિયાન ટ્રમ્પે ચીન સામે ભારે ટૅરિફ આ જ કાયદા હેઠળ લગાવ્યા હતા. હવે નવી તપાસ પ્રક્રિયામાં ફાર્માસ્યુટિકલ દવાઓની કિંમતો, વધુ ઉત્પાદન ક્ષમતા, જબરદસ્તી મજૂરી, અમેરિકન ટેક કંપનીઓ સામે ભેદભાવ અને સમુદ્રી પ્રદૂષણ જેવા મુદ્દાઓનો સમાવેશ થવાનો છે.

લાંબી અને સત્તાવાર તપાસ પ્રક્રિયા

પરંતુ “સેક્શન 301” હેઠળ કાર્યવાહી કરવી સરળ નથી. તેની માટે લાંબી અને સત્તાવાર તપાસ પ્રક્રિયા જરૂરી છે. પુરાવા એકત્રિત કરવાના, કાનૂની આધાર તૈયાર કરવાનો અને જાહેર અભિપ્રાય લેવાનો સમાવેશ થાય છે. સમગ્ર પ્રક્રિયામાં એક વર્ષ જેટલો સમય લાગી શકે છે.

આ બદલાવથી આંતરરાષ્ટ્રીય કંપનીઓ અને વેપારીઓ માટે થોડી રાહત ઉભી થઈ છે. હવે રાતોરાત લાગતા ટૅરિફના આંચકા બદલે એક પારદર્શક અને નિયમિત પ્રક્રિયા રહેશે, જેના કારણે બજારમાં સ્થિરતા વધવાની શક્યતા છે. સુપ્રીમ કોર્ટે ટ્રમ્પની ટૅરિફ લગાવવાની શક્તિ સંપૂર્ણ રીતે દૂર કરી નથી, પરંતુ તેને કાનૂની મર્યાદામાં બાંધી છે. હવે કોઈપણ નિર્ણય લેવા માટે વધુ સમય, પુરાવા અને કાયદાકીય શિસ્ત જરૂરી બનશે.

શું આખી દુનિયામાંથી હટાવવામાં આવશે ટ્રમ્પના ટેરિફ? જાણવા માટે અહીં ક્લિક કરો..

Published On - 6:13 pm, Sat, 21 February 26

Follow Us