ડોનાલ્ડ ટ્રમ્પ ક્યા કારણના લીધે વારંવાર ભારત-પાક સિઝફાયરના બણગા ફુંકે છે ? મળી ગયો જવાબ

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે ભારત-પાકિસ્તાન તણાવમાં 5 જેટ તોડી પાડવામાં આવ્યા હતા. હવે ટ્રમ્પના આ નિવેદન પર કોંગ્રેસે મોદી સરકારને ઘેરી લીધી છે. કોંગ્રેસે કહ્યું કે, ટ્રમ્પે 24મી વખત કહ્યું કે મેં વેપારની ધમકી આપીને ભારત-પાકિસ્તાન યુદ્ધ બંધ કર્યું, તો મોદી કેમ ચૂપ છે?

ડોનાલ્ડ ટ્રમ્પ ક્યા કારણના લીધે વારંવાર ભારત-પાક સિઝફાયરના બણગા ફુંકે છે ? મળી ગયો જવાબ
India Pakistan Ceasefire The Real Story
| Updated on: Jul 19, 2025 | 1:09 PM

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવનો ઉલ્લેખ કર્યો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફરી એકવાર દાવો કર્યો છે કે તેમણે બંને દેશો વચ્ચે યુદ્ધ બંધ કર્યું છે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે ભારત-પાકિસ્તાન તણાવમાં 5 જેટ તોડી પાડવામાં આવ્યા હતા. જોકે ટ્રમ્પે સ્પષ્ટતા કરી નથી કે કયા દેશે જેટ તોડી પાડ્યા હતા. હવે કોંગ્રેસે ટ્રમ્પના આ નિવેદનો પર પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ બંધ

કોંગ્રેસે ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન પર નિશાન સાધ્યું અને સોશિયલ મીડિયા હેન્ડલ X પર પોસ્ટ કર્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં 5 જેટ તોડી પાડવામાં આવ્યા હતા. આ સાથે ટ્રમ્પે 24મી વખત કહ્યું કે, મેં વેપારની ધમકી આપીને ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ બંધ કર્યું.

પાકિસ્તાન બેજ નુર જહાં એર બેઝ પર ભારતે એટેક કર્યો હતો. એ એરબેઝમાં અમેરિકાના પરમાણું હથિયારો હતા. ભારતે પાકિસ્તાન પર હુમલો કર્યો તે પહેલા અમેરિકાએ ક્યારેય દુનિયાને ખબર નહોતી પડવા દીધી કે તેના પરમાણુ હથિયાર પાકિસ્તાનના એરબેઝ નુરજહાંમાં છે. નિયમ એ છે કે કોઈ પણ દેશ પાસે કેટલા હથિયારો છે તે દરેકે જણાવવું પડે છે. પરંતુ અમેરિકાએ આ સત્ય છુપાવ્યું હતું.

અમેરિકાના પરમાણુ હથિયારને વધારે નુકસાન પહોંચ્યું હતું

દરેક દેશે કહવું પડે છે કે પોતાના હથિયાર ક્યા પડેલા છે જેથી કોઈ યુદ્ધ સમયે અન્ય દેશ તેને ખતમ ના કરી શકે. તેમજ તે સુરક્ષિત રહે પરંતુ અમેરિકાના હથિયાર પાકિસ્તાનમાં છે એ ભારતને ખબર નહોતી અને તેના એરબેઝ પર હુમલો કર્યો અને અમેરિકાના પરમાણુ હથિયારને વધારે નુકસાન પહોંચ્યું હતું.

અમેરિકાએ મજબુરીમાં પાકિસ્તાનને સમજાવ્યું પડ્યું કે, યુદ્ધ વિરામ કરવું જોઈએ. જો પાકિસ્તાન યુદ્ધ વિરામ નહી કરે તો અમેરિકાના હથિયારને વધારે નુકસાન પહોંચે એમ હતું. તેથી અમેરિકાના રાષ્ટ્રપતિએ પાકિસ્તાનને સમજાવ્યું કે, ગમે તે થાય યુદ્ધ વિરામ કરવું પડશે, નહીતર તમારા બંને દેશો વચ્ચે અમેરિકા બરબાદ થઈ જશે.

ખોટું બોલ્યા કરે છે કે આ સિઝફાયર તેણે કરાવ્યું છે

આખી દૂનિયાને દુશ્મન બનાવી બેસેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એવી વાતો એટલા માટે કરે છે કે આ નુકસાન છુપાઈ જાય અને આખી દૂનિયાને કહેતા ફરે છે કે અને ખોટું બોલ્યા કરે છે કે આ સિઝફાયર તેણે કરાવ્યું છે. હકિકત તો એ છે કે તેણે પાકિસ્તાનને સમજાવ્યું છે. કેમ કે નહીતર અમેરિકા બરબાદ થઈ ગયું હોત.

કોંગ્રેસ એવું કહે છે કે, નરેન્દ્ર મોદીએ અમેરિકાની સિઝફાયરની વાત માની લીધી. મોદીને વેપારમાં રસ છે એટલે તેણે સિઝફાયરનો આદેશ માન્યો છે. આ વાત ખોટી છે. હકિકત નો એ છે કે પાકિસ્તાનને ટ્રમ્પનો આદેશ માનવો પડ્યો છે. ભારતે આ વાતને પણ નકારી દીધી છે કે તેણે ક્યારેય સિઝફાયરના આદેશને માન્યો જ નથી.

વિપક્ષ ટ્રમ્પના દાવા અંગે પીએમ મોદીને સતત પ્રશ્નો પૂછી રહ્યું છે. જોકે, મોદી સરકારે ટ્રમ્પના દાવાને ફગાવી દીધો છે.+

ટ્રમ્પે શું નિવેદન આપ્યું?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તાજેતરના તણાવ દરમિયાન 5 જેટ તોડી પાડવામાં આવ્યા હતા. ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં કેટલાક રિપબ્લિકન યુએસ સાંસદો સાથે રાત્રિભોજન દરમિયાન આ ટિપ્પણી કરી હતી. જોકે, તેમણે એ કહ્યું ન હતું કે તેઓ કયા પક્ષના જેટને તોડી પાડવાની વાત કરી રહ્યા હતા.

ટ્રમ્પે કહ્યું, હકીકતમાં વિમાનોને હવામાં તોડી પાડવામાં આવી રહ્યા હતા. પાંચ, પાંચ, ચાર કે પાંચ, પરંતુ મને લાગે છે કે વાસ્તવમાં પાંચ જેટ તોડી પાડવામાં આવ્યા હતા. ટ્રમ્પે તે કહ્યું નહીં કે તેઓ કઈ બાજુની વાત કરી રહ્યા છે. ટ્રમ્પ સતત એવી વાતના જ બણગા ફુંકી રહ્યા છે કે, સિઝફાયર તેણે કરાવ્યું પરંતુ હકિકત કંઈક અલગ જ છે.

યુદ્ધવિરામનો શ્રેય સતત લઈ રહ્યા છે ટ્રમ્પ

આ સાથે ટ્રમ્પ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામનો શ્રેય સતત લઈ રહ્યા છે. 10 મેના રોજ, તેમણે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર કહ્યું કે જ્યારે અમેરિકાએ બંને પક્ષો સાથે વાતચીત કરી ત્યારે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ થયો. પરંતુ આ વાત ખોટી છે. મોદી સરકારે આનો સ્પષ્ટ જવાબ આપી દીધો છે.

પીએમ મોદીએ કોઈપણ ત્રીજા પક્ષના સમર્થનને નકારી કાઢ્યું હતું. પીએમએ ટ્રમ્પને સ્પષ્ટપણે કહ્યું હતું કે યુદ્ધવિરામમાં તમારી કોઈ ભૂમિકા નથી. વેપારને કારણે યુદ્ધવિરામ કરવામાં આવ્યો ન હતો. જોકે, પીએમ દ્વારા આ સ્પષ્ટતા કર્યા પછી પણ ટ્રમ્પે યુદ્ધવિરામનો શ્રેય પોતાને આપવાનું ચાલુ રાખ્યું છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ

22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલા પછી ભારતે પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે 7 મેની રાત્રે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. આ ઓપરેશન હેઠળ ભારતે પાકિસ્તાનના 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. આ પછી 10 મેના રોજ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ થયો.

અમેરિકાને લગતા તમામ નાના મોટા મહત્વના સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો.

Published On - 12:47 pm, Sat, 19 July 25