
ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના સહયોગી લિન્ડસે ગ્રાહમનું શંકાસ્પદ સંજોગોમાં અવસાન થયું છે. તેમના મૃત્યુ પછી હવે ઈરાની અખબારો જશ્ન મનાવી રહ્યા છે. ઈરાની અખબાર ‘હમશહરી’ એ પોતાની હેડલાઈનમાં સીધી રીતે ચેતવણી આપી છે કે, અમેરિકી રાષ્ટ્રપતિ અને અન્ય અમેરિકી અધિકારીઓનું “અચાનક મૃત્યુ” થઈ શકે છે.
“Get ready for sudden death”: Iran issues chilling warning after Trump ally’s demise pic.twitter.com/dH2uJByBxF
— Global News & Geopolitics (@GlobalNewsGeo) July 13, 2026
અમેરિકી સેનેટરના મોત બાદ, ‘હમશહરી’ અખબારે પોતાના પહેલા પાના પર એક તસવીર પણ છાપી છે. આ તસવીરમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને લિન્ડસે ગ્રાહમની તસવીર પાસે ઘૂંટણિયે બેઠેલા બતાવવામાં આવ્યા છે. સાથે જ આ તસવીરમાં અમેરિકી સંરક્ષણ મંત્રી પીટ હેગસેથ, ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને અન્ય વરિષ્ઠ અમેરિકી તથા ઈઝરાયેલી અધિકારીઓ પણ હતા. આ તસવીરની ઉપર હેડલાઈન હતી. એમાં લખ્યું હતું કે, “અચાનક મૃત્યુ માટે તૈયાર રહો”.
આ દરમિયાન, ઈરાની અખબાર ‘વતન-એ-એમરોજ’ એ 13 જુલાઈએ પોતાના પહેલા પાના પર ગ્રાહમના મોતના સમાચાર છાપ્યા હતા અને હેડલાઈન “મોતના સૌદાગરનું મોત” આપી હતી.
તેહરાનની નિવેદનબાજીને વધુ વેગ આપતા ઈરાનના સરકારી મીડિયાના એક ન્યૂઝરીડરે ગ્રાહમના મોત પાછળ તેહરાનની ભૂમિકા તરફ ઈશારો કરતા કહ્યું કે, “હું ઈરાની રાષ્ટ્રને અભિનંદન આપું છું કે, યુદ્ધ ભડકાવનારા અને ઈરાન-વિરોધી અમેરિકી સેનેટર લિન્ડસે ગ્રાહમને નરકમાં મોકલી દેવામાં આવ્યા છે.”
Islamic regime newspaper Hamshahri front cover for tomorrow shows President Trump holding a portrait of the late Senator Lindsey Graham, alongside Israeli PM Netanyahu, U.S. Chairman of the Joint Chiefs Gen. Dan Caine, U.S. war Secretary Hegseth, Israeli DM Israel Katz, and IDF… pic.twitter.com/6iN9l1LZNy
— Open Source Intel (@Osint613) July 12, 2026
આ મીડિયા પ્રસારણોએ ડોનાલ્ડ ટ્રમ્પના MAGA સમર્થકો વચ્ચે કાવતરાની થિયરીઓને (ષડયંત્રના દાવાઓને) હવા આપી છે. ઘણા લોકોએ ગ્રાહમના મોતની તપાસની માંગ કરતા IRGC દ્વારા તેમને અગાઉ આપવામાં આવેલી જાનથી મારી નાખવાની ધમકીઓનો હવાલો આપ્યો છે.
સાઉથ કેરોલિનાના સેનેટર લિન્ડસે ગ્રાહમે રશિયા સામેના યુદ્ધમાં યુક્રેનને સતત સૈન્ય સહાય આપવાનું સમર્થન કર્યું હતું. ગાઝા સંઘર્ષ દરમિયાન ઈઝરાયેલનો જોરદાર પક્ષ લીધો હતો અને વારંવાર તર્ક આપ્યો હતો કે, ઈરાનના વર્તમાન નેતૃત્વને સત્તા પરથી હટાવી દેવું જોઈએ.
તેમણે એવું સૂચન કરીને પણ વિવાદ ઊભો કર્યો હતો કે, ગાઝામાં પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવો ઈઝરાયેલ માટે યોગ્ય હોઈ શકે છે. આ સિવાય, 28 ફેબ્રુઆરીએ ઈરાન પર થયેલા હુમલા બાદ ગ્રાહમે ખુલ્લેઆમ ઈરાન સરકારને તોડી પાડવાની માંગ કરી હતી.