ડોકલામ વિવાદથી અત્યાર સુધી ચીને 20 મીલીટરી કેમ્પ સ્થાપ્યા, જાણો શું છે તેનો વ્યુહ?

|

Dec 09, 2020 | 11:17 AM

ચીનની આડોડાઇને લઇને તેની સાથેના સંબંધોમાં ખટાશ વર્તાઇ રહી છે. છેલ્લા કેટલાક વર્ષથી ભારત અને ચીન બંને વચ્ચેના સંબંધો હવે અગાઉની માફક રહ્યા નથી. વર્ષ 2017માં ડોકલામ વિવાદને લઇને સંબંધોમાં ખટાશ થઇ હતી. હવે ગત એપ્રિલ માસ થી પૂર્વી લદ્દાખમાં વર્તાઇ રહેલી તાણને લઇને સંબંધોમાં ફરી એકવાર સમસ્યા થઇ આવી છે. હાલમાં સામે આવી રહેલા […]

ડોકલામ વિવાદથી અત્યાર સુધી ચીને 20 મીલીટરી કેમ્પ સ્થાપ્યા,  જાણો શું છે તેનો વ્યુહ?

Follow us on

ચીનની આડોડાઇને લઇને તેની સાથેના સંબંધોમાં ખટાશ વર્તાઇ રહી છે. છેલ્લા કેટલાક વર્ષથી ભારત અને ચીન બંને વચ્ચેના સંબંધો હવે અગાઉની માફક રહ્યા નથી. વર્ષ 2017માં ડોકલામ વિવાદને લઇને સંબંધોમાં ખટાશ થઇ હતી. હવે ગત એપ્રિલ માસ થી પૂર્વી લદ્દાખમાં વર્તાઇ રહેલી તાણને લઇને સંબંધોમાં ફરી એકવાર સમસ્યા થઇ આવી છે. હાલમાં સામે આવી રહેલા રીપોર્ટ થી જાણકારી મળી છે કે, ડોકલામ વિવાદ સમય થી જ ચીને એલએસી પર અનેક પ્રકારે તૈયારીઓ શરુ કરી દીધી હતી. લદ્દાખથી લઇને અરુણાચલ પ્રદેશ સુધીની એલએસી પર તૈયારીઓ શરુ કરાઇ હતી. હાલમાં જ પાડોશી દેશ ચાઇનાએ એલએએસી પર ડેપ્થ વાળા ક્ષેત્રોમાં 20 મીલીટ્રી કેમ્પ બનાવ્યા છે.

સરકારી સુત્રો એ બતાવ્યુ છે કે, ચીન એલએસીની સાથે સાથેના ઉંડાણ વાળા વિસ્તારમોમાં પણ મીલીટરી કેમ્પને સ્થાપી રહ્યુ છે. કેટલાક નાગરીકોની સાથે 20 જેટલા આવા કેમ્પ જોવા મળ્યા છે. આ કેમ્પની મદદ થી ચીની જવાનોને પેટ્રોલીંગ કરવાની આસાની રહે છે. આ ઉપરાંત તેઓ સીમા પર થતી કોઇ પણ ગતીવીધી પર તુરંત જ રીએક્ટ કરી શકશે. બે મહિના થી વધુ સમય ચાલેલા ડોકલામ વિવાદ વેળા, ભારતે ભૂટાની ક્ષેત્રમાં ચીની રસ્તાઓના નિર્માણને લઇને આપત્તી દર્શાવી હતી. તે માર્ગ નિર્માણને લઇને ચીન આસાની થી ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં પહોંચી શકે છે. તે સમયે ભારત દ્રારા ઉઠાવવામાં આવેલા પગલાને વૈશ્વિક સમુદાય દ્રારા સરાહના કરવામાં આવી હતી. સાથે જ કહેવામાં આવ્યુ હતુ કે, સંભવતઃઆ પહેલી વાર છે જ્યારે કોઇ દેશે ચીન સામે આ પ્રકારનુ પગલુ ઉઠાવ્યુ હોય.

આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ

હાલના સમયમાં ભારતે આક્રમકતા સાથે પડોશી દેશને જવાબ આપ્યો છે. પૂર્વ લદાખમાં ચીનની દરેક હરકતનો જવાબ આપવા માટે મહીનાઓ થી મોટી સંખ્યામાં ભારતીય જવાનો ખડકાયેલા છે. ચીને પણ એલએસી પર લગભગ 60,000 જવાનો ખડક્યા છે. આ ઉપરાંત બંને દેશોએ મોટી સંખ્યામાં ટેંકસ, મિસાઇલ સહિતના હથિયારો તૈનાત કર્યા છે.

બીજી તરફ ગુજરાત ની સીમા નજીક પણ ચીને ચાલબાજી દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. હવે ચીને પાકીસ્તાની સેના સાથે મળીને સૈન્ય અભ્યાસ કરવા જઇ રહ્યુ છે. જેના માટે તેણે ગુજરાત સીમા પાસે બનેલા પાકિસ્તાની એયરબેસ માટે ફાયટર જેટ અને સૈનિકોને મોકલ્યા છે. ચીને સોમવારે તેનુ એલાન કરતા કહ્યુ હતુ કે, વાયુસેનાની કવાયતનો ઉદ્દેશ બંને સેનાઓને વાસ્તવિક યુદ્ધ પ્રશિક્ષણમાં સુધાર લાવવાનો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article