પત્રકાર તરૂણ તેજપાલ પર ચાલી રહેલા બળાત્કારના કેસને લઈને મોટો ચુકાદો આવ્યો છે. આ ચુકાદામાં પત્રકાર તરુણ તેજપાલને મોટી રાહત મળી છે. આઠ વર્ષ બાદ ગોવા સેશન્સ કોર્ટે તરુણ તેજપાલને નિર્દોષ જાહેર કર્યા છે. આ નિર્ણય બાદ ગોવા સરકારે નિર્ણયને પડકાર આપવાનું કહ્યું છે. તમને જણાવી દઈએ કે તહેલકા મેગેઝિનના પૂર્વ ચીફ સંપાદક તરુણ તેજપાલ પર ગોવામાં યૌન શોષણના આરોપ લાગ્યા હતા. તરુણ તેજપાલ પર 2013 માં એક લક્ઝરી હોટલની લિફ્ટમાં મહિલા સાથી પર યૌન શોષણ કર્યાનો આરોપ હતો.
શું છે સમગ્ર ઘટના
પત્રકાર તરુણ તેજપાલ તહેલકા મેગેઝિનના ચીફ સંપાદક હતા. વર્ષ 2013 ના નવેમ્બર મહિનામાં તેમના પર યૌન શોષણની ફરિયાદ બાદ FIR નોંધવામાં આવી હતી. ત્યાર બાદ તરુણ તેજપાલની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ મે 2014 જમાનત પર છે. ગોવા પોલીસે ફેબ્રુઆરી 2014 માં તેમની સામે 2846 પેજની ચાર્જશીટ દાખલ કરી હતી.
કઈ કઈ કલમ લાગી હતી
પત્રકાર તરુણ તેજપાલ પર આઈપીસી કલમ 342 (ગેરકાયદેસર રીતે રોકાવું), 342 (ખોટા ઈરાદાથી કેદ), 354 (ગૌરવનો ભંગ કરવા માટે હુમલો અથવા ગુનાહિત બળનો ઉપયોગ), 354-એ (જાતીય સતામણી), 376 (2) (મહિલા પર અધિકારની સ્થિતિ રાખનાર વ્યક્તિ દ્વારા બળાત્કાર) અને 376 (2) (કે) (નિયંત્રણની સ્થિતિ ધરાવતા વ્યક્તિ દ્વારા બળાત્કાર). આ કલમો હેઠળ કેસ ચલાવવામાં આવ્યો હતો.
હતો ગંભીર આરોપ
તરુણ તેજપાલ પર સાથી મહિલા પત્રકાર દ્વારા આરોપ મૂકવામાં આવ્યો હતો. આરોપમાં કહેવામાં આવ્યું હતું કે ગોવામાં તહેલકાનો પ્રસંગ હતો, તે રાત્રે જ્યારે તે મહેમાનને તેમના રૂમ પર છોડીને પરત ફરી રહી હતી, ત્યારે તે જ હોટલના બ્લોક 7 ની એક લિફ્ટની સામે તેના બોસ તરુણ તેજપાલ મળ્યા. તેજપાલે અચાનક તેને મહેમાનને જગાડવાનું કહીને તેને લિફ્ટની અંદર ખેંચી લીધી.
ગોવા પોલીસને અપાયેલા નિવેદનમાં યુવતીએ કહ્યું હતું, “હું કંઇક સમજી શકું છું તે દરમિયાન તેજપાલે એલિવેટર બટનને એવી રીતે દબાવ્યા કે જેથી ના લીફ્ટ ઉભી રહે ના દરવાજો ખુલી શકે. અને પછી બોસ તરુણ તેજપાલે તેના પર યૌન શોષણ આચર્યું.
આ સમગ્ર ઘટના અને કેસના આઠ વર્ષ બાદ ગોવા સેશન્સ કોર્ટે તરુણ તેજપાલને નિર્દોષ જાહેર કર્યા છે. આ નિર્ણય બાદ ગોવા સરકારે નિર્ણયને પડકાર આપવાનું કહ્યું છે.
આ પણ વાંચો: International Tea Day: આ છે વિશ્વની સૌથી મોંઘી ચા, કિંમત જાણીને ઉડી જશે હોશ