શું આપ જાણો છો આ સાત શાકભાજી દુનિયાના સૌથી મોંઘા શાકભાજી છે ?

|

Jan 16, 2021 | 10:47 AM

શાકભાજી છે જરૂરીઆપણે બધા જ જાણીએ છીએ કે શાકભાજી સીઝનલ હોય છે. અને વગર સિઝનની સબ્જી પણ બજારમાં મળે છે. જેના કારણે તેના ભાવ નિર્ધારીત હોય છે.. શું તમે એ જાણો છો કે કેટલીક સબ્જી એવી છે જેના ભાવ હંમેશા ઉંચા જ રહે છે કારણ કે તેની ઉપજ અને ખેતીમાં ખૂબ પરિશ્રમ થાય છે.. અમે […]

શું આપ જાણો છો આ સાત શાકભાજી દુનિયાના સૌથી મોંઘા શાકભાજી છે ?

Follow us on


શાકભાજી છે જરૂરી
આપણે બધા જ જાણીએ છીએ કે શાકભાજી સીઝનલ હોય છે. અને વગર સિઝનની સબ્જી પણ બજારમાં મળે છે. જેના કારણે તેના ભાવ નિર્ધારીત હોય છે.. શું તમે એ જાણો છો કે કેટલીક સબ્જી એવી છે જેના ભાવ હંમેશા ઉંચા જ રહે છે કારણ કે તેની ઉપજ અને ખેતીમાં ખૂબ પરિશ્રમ થાય છે.. અમે આપને એવી જ સબ્જીઓ વિશે બતાવી રહ્યાં છીએ..
     
લા બોનેટના બટાકા
દેખાવમાં બટાકા જેવું લાગતું આ શાક સ્પેશીલ છે. જે પશ્ચિમી ફ્રાન્સના તટીય વિસ્તારો નોહર મોડિયરમા ઉગાડવામાં આવે છે.. લા બોનેટ બટાકાની કિંમત પ્રતિ પાઉન્ડ 320 ડોલર છે. વિશેષજ્ઞો મુજબ દરવર્ષે આ બટાકાની ફક્ત 100 ટનની જ ખેતી થાય છે અને દરેક બટાકાના હાથથી નીકાળવામાં આવે છે. તેની ખેતીની પ્રક્રિયા જટીલ હોવાના કારણે આ બટાકાના કિંમત આટલી મોંઘી છે..



હોપ શૂટ
આંતરરાષ્ટ્રીય કક્ષાના રસોડાઓમાં હોપ શૂટનો ઉપયોગ ફર્મેટેશન પ્રક્રિયા માટે કરવામાં આવે છે.. આંતરરાષ્ટ્રીય બજારમાં હોપ શૂટની કિંમત પ્રતિ પાઉન્ડ 426 ડોલર છે.. તેની પણ ખેતીની પ્રક્રિયા જટીલ છે જેના કારણે તે મોંઘુ છે. હોપ શૂટને હાથેથી તોડાય છે અને તેનો સ્વાદ બેજોડ છે.



વાસાબી રૂટ
આંતરરાષ્ટ્રીય બજારમાં વાસાબી રૂટ પ્રતિ પાઉન્ડ 73 ડોલરના ભાવે મળે છે.. દિલચશ્પ તથ્ય એ છે કે આપ વાસાબીના 1 મૂળમાંથી તમે 1 કિલોગ્રામથી વધુ વાસાબી પણ લઈ શકો છો.. તેને ખરીદવા માટે તમારે યુરોપના વાસાબી ફાર્મ સુધી પહોંચ બનાવવી પડે. વાસાબી રૂટ યુરોપના ફક્ત એક જ ખેતરમાં ઉગાડાય છે તેથી તે આટલા મોંઘા છે.

યાશામીતા પાલક
આપણણા દેશમાં સ્વાસ્થય માટે જાગરૂક રહેતા લોકો પાલકની સબ્જી ખાય છે.. યાશામીતા પાલક મુખ્ય રૂપે ફ્રાન્સમાં ઉગાડાય છે. તેના એક પાઉન્ડ પત્તા 13 ડોલર માં આવે છે.. જો મિડીયા રિપોર્ટની વાત માનીએ તો યાશામીતા પાલકના પત્તા ફક્ત 7 ગ્રાહકોને જ વેંચવામાં આવે છે અને તે તમામ મિશલિન રેટેડ શેફ છે.

મેંગ ચટપટ્ટા વટાણા
મેંગ પીઝ વાસ્તવમાં કાચા વટાણા જેવા હોય છે જેમાં દાણા પણ પુરા નથી બન્યા હોતા. તેના કાચા જ તોડી લેવામાં આવે છે.. પશ્ચિમી દેશોમાં રેસ્ટોરામાં લોકોની આ પસંદગીની સબ્જી છે મીડિયા રિપોર્ટની માનીએ તો આ મટરના છીલકાની કિંમત 100 ગ્રામ માટે 2 યુરો જેટલી થાય છે..

તાઈવાની મશરૂમ
અગર જો દુનિયાની મોંઘી સબ્જીની વાત કરીએ તો તાઈવાની મશરૂ એક એવી જ સબ્જી છે. તાઈવાનથી ઇમ્પોર્ટેડ મશરૂમ ભારતીય મુદ્રામાં 80 હજાર રૂપિયા પ્રતિ નંગના ભાવથી મળે છે.. મીડિયા રિપોર્ટ મુજબ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીને આવા પાંચ મશરૂમ રોજ ખાવા ખૂબ જ પસંદ છે..

ગુલાબી કોબીઝ પત્તા
સોશીયલ મીડિયા સાઈટ ઇન્સ્ટાગ્રામ પર સેલેબ્રીટીની પસંદ બનેલા ગુલાબી કોબીઝ પત્તા સ્વાદમાં થોડા કડવા હોય છે તેની કિંમત પ્રતિ પાઉન્ડ 10 ડોલર હોય છે. સોશીલ મિડિયા પર લોકપ્રિયતા બાદ તેની ખેતી થવાની શરૂઆત થઈ છે.. આ તો લોકો તેને શો પ્લાન્ટ તરીકે પણ વાપરે છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો  

    રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 
 

 

Published On - 2:51 pm, Sun, 29 November 20

Next Article