Breaking News: ‘મેલોની’એ ‘ટ્રમ્પ’ સામે ‘ભીખ’ માંગી ? G-7 સમિટમાં એવું તો શું થયું કે, બંને નેતાઓ વચ્ચે મોટો વિવાદ શરૂ થયો?

ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે એક મુલાકાત બાદ મોટો વિવાદ શરૂ થયો છે. G-7 શિખર સંમેલનમાં થયેલી મુલાકાત અંગે ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે, મેલોની તેમની પાસેથી એક ફોટો માટે ભીખ માંગી રહી હતી.

Breaking News: મેલોનીએ ટ્રમ્પ સામે ભીખ માંગી ? G-7 સમિટમાં એવું તો શું થયું કે, બંને નેતાઓ વચ્ચે મોટો વિવાદ શરૂ થયો?
| Updated on: Jun 19, 2026 | 7:38 PM

ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ઉગ્ર શાબ્દિક યુદ્ધ ફાટી નીકળ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ફ્રાન્સના એવિયન શહેરમાં આયોજિત G-7 શિખર સંમેલનમાં ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત કરી હતી. જો કે, આ મુલાકાતને લઈને હવે ડોનાલ્ડ ટ્રમ્પે ખૂબ જ અજીબ દાવો કર્યો છે.

ટ્રમ્પે કહ્યું છે કે, જ્યોર્જિયા મેલોની તેમની સાથે ફોટો પડાવવા માટે ભીખ માંગી રહી હતી. જો કે, ટ્રમ્પના આ દાવાને મેલોનીએ સંપૂર્ણપણે પાયાવિહોણો ગણાવ્યો છે.

ટ્રમ્પે શું કહ્યું હતું?

વાસ્તવમાં, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની મજાક ઉડાવી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે, “મેલોનીએ મારી પાસે પોતાની સાથે ફોટો ખેંચાવવા માટે ભીખ માંગી હતી. તે મારી સાથે ફોટો પડાવવા માટે ખૂબ જ બેતાબ હતી. હું તો સામાન્ય રીતે એવું કરતો પણ નથી પરંતુ મને તેના પર દયા આવી ગઈ.”

જ્યોર્જિયા મેલોનીએ શું જવાબ આપ્યો?

ટ્રમ્પ દ્વારા કરાયેલા નિવેદન પર ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ કહ્યું કે, “કેટલીક બાબતો એવી હોય છે જેના પર તરત જ જવાબ આપવો જરૂરી હોય છે. ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન સંપૂર્ણપણે કાલ્પનિક છે. હું ખરેખર પૂરેપૂરી આશ્ચર્યચકિત અને પરેશાન છું. મને સમજાતું નથી કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના સહયોગીઓ સાથે આવું વર્તન કેમ કરે છે. આવું કંઈ પહેલીવાર નથી થઈ રહ્યું. હું બસ એટલું જ કહી શકું છું કે, તેઓ પશ્ચિમ અને અમેરિકાના દુશ્મનો પ્રત્યે આવી મક્કમતા નથી બતાવતા, જ્યારે જે નેતાઓ પ્રત્યે તેઓ વધુ પડતું નરમ વલણ અપનાવે છે, તેમના કિસ્સામાં આવું નથી થતું. તેમણે એક વાત યાદ રાખવી જોઈએ કે, ઇટાલી અને હું ક્યારેય કોઈની સામે કરગરીએ કે ભીખ માંગતા નથી.”

Breaking News : અમેરિકા-ઈરાનની ડીલ લાગુ થઈ પરંતુ આ મુદ્દાઓ હજુ પણ વણઉકેલાયેલા

Follow Us