AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમેરિકા-ઈરાનની ડીલ લાગુ થઈ પરંતુ આ મુદ્દાઓ હજુ પણ વણઉકેલાયેલા

અમેરિકા અને ઈરાન વચ્ચેના વચગાળાના શાંતિ કરારના અમલીકરણ પછી, હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા શિપિંગ ફરી શરૂ થયું છે. અમેરિકાએ ઈરાન પરનો નૌકાદળનો નાકાબંધી હટાવી દીધો છે. અનેક એવા મુદ્દાઓ હજુ પણ વણઉકેલાયેલા છે. આગામી 60 દિવસ બંને દેશો માટે મહત્વપૂર્ણ રહેશે. જાણો કેમ?

Breaking News : અમેરિકા-ઈરાનની ડીલ લાગુ થઈ પરંતુ આ મુદ્દાઓ હજુ પણ વણઉકેલાયેલા
| Updated on: Jun 19, 2026 | 9:31 AM
Share

અમેરિકા અને ઈરાન વચ્ચે અંદાજે 4 મહિનાથી ચાલી રહેલા યુદ્ધ પૂર્ણ કરવા માટે કરાર ગુરુવારથી લાગુ થયો છે. ત્યારબાદ હોર્મુઝ સ્ટ્રેટમાંથી તેલના ટેન્કરોની હેરાફેરી શરુ થઈ છે. અમેરિકાએ પણ ઈરાન પર લગાવેલા નેવલ બ્લોકેડ દુર કર્યો છે. કરાર લાગુ થયા બાદ તેલની કિંમત 28 ફેબ્રુઆરીથી યુદ્ધ શરુ થયા બાદ સૌથી નીચા સ્તરે પહોંચી છે.

એક્સપર્ટનું માનવું છે કે, દુનિયાના અંદાજે 20 ટકા તેલ અને ગેસની સપ્લાય વાળા આ સમુદ્ધી રસ્તાથી આવનારા મહિનામાં વેપાર સામાન્ય થઈ શકે છે. પરંતુ અનેક મોટા મુદ્દાઓ હજુ પણ વણુઉકેલાયા છે. લેબનાનમાં ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે લડાઈ ચાલું છે. ગુરુવારના રોજ ઈઝરાયલની સેનાએ લેબનાનમાં નવા હવાઈ હુમલા કર્યા હતા. જેનાથી સવાલ ઉઠાવી રહ્યા છે કે, શું આ કરાર લાંબા સમયસુધી ટકી શકશે.

શું અમેરિકાએ ઈરાનને વધુ છૂટછાટો આપી?

અમેરિકામાં પણ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અલોચના થઈ રહી છે. તેની રિપબ્લિકન પાર્ટીના કેટલાક નેતાઓનું કહેવું છે કે, યુદ્ધ પૂર્ણ કરવા માટે ટ્રમ્પે ઈરાનને વધારે છૂટછાટો આપી છે. ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા મુઝતબા ખોમેનેઈ કહ્યું કે,ટ્રમ્પે આ કરાર મજબુરીમાં કર્યો છે. તેમણેએ પણ કહ્યું કે, ઈરાનના પરમાણું કાર્યક્રમ પર આગળ થનારી વાતચીત સરળ નહી હોય. જો અમેરિકા વધારે શરતો રાખશે. તો ઈરાન તેને માનશે નહી.

જ્યારે ટ્રમ્પે યુદ્ધ શરૂ કર્યું, ત્યારે તેમના ધ્યેયો ઈરાનના પરમાણુ કાર્યક્રમને નાબૂદ કરવા, તેની મિસાઇલ ક્ષમતાઓ ઘટાડવા અને પ્રાદેશિક સાથીઓને ટેકો આપવાનું બંધ કરવાના હતા. જોકે, આમાંથી કોઈ પણ ધ્યેય સંપૂર્ણપણે પ્રાપ્ત થયો નથી.

ઈરાને 60 દિવસ સુધી હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણ રાખ્યું

ઈરાને કહ્યું કે, આગામી 60 દિવસ સુધી હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવર-જવર પર તેનું નિયંત્રણ હશે. જ્યાં જહાજોની પરમિટ આપશે અને ટ્રાફિકને નિયંત્રણ કરશે. પરંતુ આ દરમિયાન કોઈ ચાર્જ લેવામાં આવશે નહી. તો ટ્રમ્પ અને જેડી વેન્સે ઈઝરાયલને શાંતિ પ્રકિયાને સમ્માન કરવા અને સંધર્ષને આગળ ન વધારવાની અપીલ કરી છે.

યુનાઈટેડ સ્ટેટ્સ, જે વિશ્વમાં યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા અથવા અમેરિકા તરીકે ઓળખાય છે, તે મુખ્યત્વે ઉત્તર અમેરિકામાં આવેલો દેશ છે. અહી ક્લિક કરો

Follow Us
ગીર સોમનાથ-જૂનાગઢ બોર્ડર પરની હોટલ-રિસોર્ટ પર ફરી વળ્યું બુલડોઝર
ગીર સોમનાથ-જૂનાગઢ બોર્ડર પરની હોટલ-રિસોર્ટ પર ફરી વળ્યું બુલડોઝર
ઉપરકોટમાં દીપડો દેખાતા વન વિભાગ એક્શનમાં! પ્રવાસીઓ માટે કિલ્લો બંધ
ઉપરકોટમાં દીપડો દેખાતા વન વિભાગ એક્શનમાં! પ્રવાસીઓ માટે કિલ્લો બંધ
જામનગરના કેશીયાના તળાવના પાળને હાથ અડાવતા જ ખરવા લાગ્યા કાંકરા!
જામનગરના કેશીયાના તળાવના પાળને હાથ અડાવતા જ ખરવા લાગ્યા કાંકરા!
સુરતમાં BJPના MLA- કોર્પોરેટર સામ સામે, વિકાસના નામે વિવાદ !
સુરતમાં BJPના MLA- કોર્પોરેટર સામ સામે, વિકાસના નામે વિવાદ !
આજે CM અને DyCM વિવિધ કંપનીઓના CEO સાથે બેઠક કરશે
આજે CM અને DyCM વિવિધ કંપનીઓના CEO સાથે બેઠક કરશે
PM નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે આવશે ગુજરાતની મુલાકાતે
PM નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે આવશે ગુજરાતની મુલાકાતે
રુ. 160.55 કરોડના ફ્રોડ મામલે EDના વડોદરા-મુંબઈમાં દરોડા
રુ. 160.55 કરોડના ફ્રોડ મામલે EDના વડોદરા-મુંબઈમાં દરોડા
ખેડૂતો માટે રાહત, વિંછિયાના 6 ગામમાંથી ઈકો સેન્સિટિવ ઝોનની નોંધ હટશે
ખેડૂતો માટે રાહત, વિંછિયાના 6 ગામમાંથી ઈકો સેન્સિટિવ ઝોનની નોંધ હટશે
રાજકોટ: સિવિલ અધિક્ષકે જાતે સફાઈ કરી સ્વચ્છતા અંગે આપ્યો કડક સંદેશ
રાજકોટ: સિવિલ અધિક્ષકે જાતે સફાઈ કરી સ્વચ્છતા અંગે આપ્યો કડક સંદેશ
જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં દીપડો દેખાતા ભયનો માહોલ
જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં દીપડો દેખાતા ભયનો માહોલ
g clip-path="url(#clip0_868_265)">