Iranમાં ક્રૂરતાની હદ પાર, મહિલાનું હાર્ટ એટેકથી મોત પણ સજાનો દાખલો બેસાડવા આપી લાશને ફાંસી

|

Feb 24, 2021 | 2:53 PM

ઇરાનમાં ફાંસીની સજા મેળવેલી એક સ્ત્રીનું હાર્ટ અટેકથી મૃત્યુ થવા છતાં સજાને પૂરી કરવા મહિલાની લાશને ફાંસીએ લટકાવવામાં આવી.

Iranમાં ક્રૂરતાની હદ પાર, મહિલાનું હાર્ટ એટેકથી મોત પણ સજાનો દાખલો બેસાડવા આપી લાશને ફાંસી

Follow us on

Iranમાં ફાંસીની સજા મેળવેલી એક સ્ત્રીનું હાર્ટ અટેકથી મૃત્યુ થવા છતાં સજાને પૂરી કરવા મહિલાની લાશને ફાંસીએ લટકાવવામાં આવી. ઝાહરા ઇસ્માઇલ નામની આ મહિલા પર પોતાના પતિની હત્યા કરવાનો આરોપ હતો, મળતી માહિતી અનુસાર ઇરાનનો આ અધિકારી પોતાની પત્નિ અને દીકરી સાથે માર-પીટ કરતો હતો. આ મહિલાને ફાંસી પર ફક્ત એટલે ચઢાવવામાં આવી કે જેથી મહિલાની સાસુ તેના દિકરાના મોતનો બદલો લઇ શકે. સમગ્ર ધટનાથી ઇરાનના શરીયા કાનૂનની ક્રૂરતાનો અંદાજો લગાવી શકાય છે.

મહિલાના વકિલે જણાવ્યુ કે ઝાહરાનું મૃત્યુ હાર્ટ એટેકથી થઇ ગયુ હોવા છતાં તેને ફાંસી પર ચઢાવવામાં આવી અને આવુ એટલે કરવામાં આવ્યુ કારણકે પિડીતની માતા મહિલાની મૃત્યુની ખુરશીને લાત મારી શકે અને તેને ફાંસીએ ચઢાવી શકે, વધુમાં તેમણે જણાવ્યુ કે પ્રશાસન કોઇ પણ કિંમતે ઝાહરાને ફાંસી પણ ચઢાવવા માંગતા હતુ જેથી તેની સાસુ મૃત્યુની ખુરશીને લાત મારવાનો અધિકારી પ્રાપ્ત તરી શકે.

આ અમાનવિય ઘટનાની વાત કરતા મહિલાનો વકીલ જણાવે છે કે બે બાળકોની માતા ઝાહરા પહેલા 16 લોકોને ફાંસી આપવાની હતી અને ઝાહરાએ મૃત્યુની રાહ જોવાની હતી. તણાવ અને ડરને કારણે ફાંસીના તખ્તા સુધી પહોંચવાની પહેલા જ તેનું મોત થઇ ગયુ આ જોયા બાદ પણ પ્રશાસનને દયા ન આવી અને લાશના હાથ-પગ બાંધીને ગળામાં ફાંસી લગાડીને મોતની ખુરશી પર બેસાડી દીધી, કરાજ શહેરની પ્રખ્યાત જેલમાં તેને ફાંસી આપવામાં આવી

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ઇરાનમાં આંખને બદલે આંખનો કાયદો છે. જેના હેઠળ મહિલાની સાસુને અધિકાર આપવામાં આવ્યો હતો કે તે પોતાના દિકરાના મૃત્યુનો બદલો લઇ શકે. ચીન પછી ઇરાન બીજો એવો દેશ છે કે જ્યાં સૌથી વધુ ફાંસીની સજા આપવામાં આવે છે. એક જ દિવસમાં 17 લોકોને ફાંસી આપવી એ ખૂબ અમાનવિય વાત છે. સંયુક્ત રાષ્ટ્રના પ્રમાણે ગત વર્ષે 233 લોકોને ફાંસી આપવામાં આવી હતી જેમાંથી 3 અપરાધીઓ તો સગીર હતા

Next Article