Covid Positive: રામ રાખે તેને કોણ ચાખે, નિવૃત ડ્રાઈવિગ પ્રશિક્ષક 10 મહિના સુધી કોરોના પોઝિટિવ રહ્યા, તેમ છતાં સ્વસ્થ

|

Jun 25, 2021 | 8:57 PM

બ્રિસ્ટલ યુનિવર્સિટી (Bristol University) અને નોર્થ બ્રિસ્ટલ એનએચએસ ટ્ર્સ્ટમાં કોરોના સંક્રમણના સલાહકાર એડ મોરને કહ્યું કે સ્મિથના આખા શરીરમાં કોરોના વાયરસ હતો.

Covid Positive: રામ રાખે તેને કોણ ચાખે, નિવૃત ડ્રાઈવિગ પ્રશિક્ષક 10 મહિના સુધી કોરોના પોઝિટિવ રહ્યા, તેમ છતાં સ્વસ્થ

Follow us on

પશ્ચિમ ઈંગ્લેન્ડના બ્રિસ્ટલના એક નિવૃત ડ્રાઈવિંગ પ્રશિક્ષક ડેવ સ્મિથ (dave smith)ના કેસનો અભ્યાસ હવે બ્રિસ્ટલ યુનિવર્સિટી (Bristol University)માં વાયરોલૉજિસ્ટ એન્ડ્રયૂ ડેવિડસન દ્વારા અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. એક 72 વર્ષીય બ્રિટિશ યુવક સતત 10 મહિના સુધી કોરોના વાયરસથી (Corona virus) સંક્રમિત રહ્યો હતો, આટલું જ નહીં તેમના અગ્નિસંસ્કારની પણ તૈયારી કરી લેવામાં આવી હતી.

 

તેમણે કહ્યું કે મેં મારી જાતને રાજીનામું આપ્યું હતુ, મારા પરિવારને પણ બોલાવી લીધો હતો. તમામ લોકોને અલવિદા કર્યું હતુ. તેમની પત્નીએ કહ્યું હું ઘરે તેમની સાથે ક્વોરન્ટાઈન  થઈ હતી,કેટલીક વખત એવું થતું હતુ કે તેઓ જીવી શકશે કે કેમ, એક વર્ષ સુધી નરકમાં રહ્યા છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

બ્રિસ્ટલ યુનિવર્સિટી (Bristol University) અને નોર્થ બ્રિસ્ટલ એનએચએસ ટ્ર્સ્ટમાં કોરોના સંક્રમણના સલાહકાર એડ મોરને કહ્યું કે સ્મિથના આખા શરીરમાં કોરોના વાયરસ હતો.અમે સાબિત કરવામાં સક્ષમ હતા કે, યુનિવર્સિટીના ભાગીદારોને તેમના વાયરસનો એક નમૂનો મોકલ્યો હતો. જેને તેઓ વિકસિત કરવામાં સફળ રહ્યા હતા.

 

સ્મિથ (dave smith) અમેરિકી બાયોટેક ફર્મ રેજેનરૉન દ્વારા વિકસિત સિન્થેટિક એન્ટીબોર્ડીના કૉકટેલની સારવાર બાદ સ્વસ્થ થયો હતો. સ્મિથના કિસ્સામાં તેને અમુક કારણોસર મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ તેમની સારવારની વ્યવસ્થા બ્રિટેનમાં ઉપયોગ માટે સારવારની પદ્ધતિને તબીબી ધોરણે મંજૂરી નથી.

 

આ મહિને થયેલા ટ્રાયલના તબીબી પરિક્ષણના પરિણામોથી જાણવા મળ્યું કે સારવારે ગંભીર કોરોના દર્દીઓનો મૃત્યુદર ઓછો કર્યો છે. સ્મિથે કહ્યું કે એવું લાગે છે કે મારો પુન:જન્મ થયો છે. રીઝેનરૉને દાવો કર્યો કે, 45 દિવસ બાદ અને તેમના પ્રથમ સંક્રમણના અંદાજે 305 દિવસ બાદ તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો તો સ્મિથે તેમની પત્ની સાથે શેમ્પેનની બોટલ ખોલી હતી.

 

સ્મિથની સારવાર કોઈ સત્તાવાર ડોક્ટરોનો ભાગ ન હતો, પરંતુ તેમના કેસનો અભ્યાસ હવે બ્રિસ્ટલ યુનિવર્સિટી (Bristol University)માં વાયરોલૉજિસ્ટ એન્ડ્રયુ ડેવિડસન દ્વારા કરવામાં આવી રહ્યો છે. જુલાઈ મહિનામાં ક્લિનિકલ માઈક્રોબાયોલૉજી (Microbiology) એન્ડ ચેપી રોગના તેમના કેસ પર એક પેપર રજુ કરવામાં આવશે. જે સૌથી લાંબો ચેપી રોગ માનવામાં આવે છે.

 

ડેપિડસનને કહ્યું કે વાયરસ શરીરમાં ક્યાં છુપાઈ જાય છે? આ લોકોને સતત સંક્રમિત કરવા માટે આવું કરે છે?આપણે જાણી શકતા નથી. સ્મિથને ફેફસાંની બિમારી હતી અને હાલમાં લ્યૂકેમિયાથી સ્વસ્થ થયા હતા . તેઓ માર્ચ 2020માં કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા હતા. તેમના સ્વસ્થ થયા બાદ તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી કારણ કે, તેમણે બ્રિટેનનો પ્રવાસ કર્યો હતો. આટલું જ નહીં સ્મિથ તેમની પૌત્રીને ગાડી શીખવી રહ્યો હતો. હવે તે એકદમ સ્વસ્થ છે.

Next Article