Covid in China: બેકાબૂ બન્યો કોરોના, ચીનની ચિંતામાં થયો વધારો, હવે ત્રણ વર્ષના બાળકોને અપાશે રસી

|

Oct 25, 2021 | 8:49 PM

ચીન ટૂંક સમયમાં 3 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે કોરોના રસીકરણ શરૂ કરશે. પાંચ પ્રાંતોમાં સ્થાનિક શહેર અને પ્રાંતીય-સ્તરની સરકારોએ તાજેતરના દિવસોમાં નોટિસ જારી કરીને જાહેરાત કરી છે કે 3-11 વર્ષની વયના બાળકોને કોરોના સામે રસી આપવામાં આવશે.

Covid in China: બેકાબૂ બન્યો કોરોના, ચીનની ચિંતામાં થયો વધારો, હવે ત્રણ વર્ષના બાળકોને અપાશે રસી
Covid in China:

Follow us on

ચીન ટૂંક સમયમાં 3 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે કોરોના રસીકરણ (Corona Vaccination) શરૂ કરશે. પાંચ પ્રાંતોમાં સ્થાનિક શહેર અને પ્રાંતીય-સ્તરની સરકારોએ તાજેતરના દિવસોમાં નોટિસ જારી કરીને જાહેરાત કરી છે કે 3-11 વર્ષની વયના બાળકોને કોરોના સામે રસી આપવામાં આવશે. નેશનલ હેલ્થ કમિશને કહ્યું કે, છેલ્લા 24 કલાક દરમિયાન સ્થાનિક ટ્રાન્સમિશનના 35 નવા કેસ નોંધાયા છે, જેમાંથી ચાર ગાનસુમાં છે. અન્ય 19 કેસ આંતરિક મંગોલિયા ક્ષેત્રમાં મળી આવ્યા હતા, જ્યારે બાકીના સમગ્ર દેશમાંથી નોંધાયા હતા.

ચીને તેની 76 ટકા વસ્તીનું સંપૂર્ણ રસીકરણ કર્યું છે. મતલબ કે ચીનમાં, 76 ટકા પાત્ર લોકોને કોરોના રસીના બંને ડોઝ આપવામાં આવ્યા છે. ચીને જૂનમાં બે રસીઓ મંજૂર કરી હતી. આ 3-17 વર્ષની વયના બાળકોને લાગુ પાડવાનું હતું. જે રસીઓ મંજૂર કરવામાં આવી છે તેમાં સિનોફાર્મ અને સિનોવાકનો સમાવેશ થાય છે. સિનોફાર્મનું ઉત્પાદન બેઇજિંગ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાયોલોજિકલ પ્રોડક્ટ્સ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે સિનોવાકનું ઉત્પાદન વુહાન ઇન્સ્ટિટ્યુટ ઓફ બાયોલોજિકલ પ્રોડક્ટ્સ દ્વારા કરવામાં આવ્યું હતું. પરંતુ આ રસીઓ દ્વારા 12 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવામાં આવી હતી.

ચીનમાં બાળકો માટે રસીની મંજૂરી બાદ વિદેશી સરકારોએ તેમના દેશોમાં પણ બાળકોને ઇન્જેક્શન આપવાનું શરૂ કર્યું. કંબોડિયા 6-11 વર્ષનાં બાળકોને સિનોવાક અને સિનોફોર્મ બંને રસીઓ આપી રહી છે. ચિલીમાં નિયમનકારોએ 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સિનોવેકને મંજૂરી આપી. આર્જેન્ટિનામાં નિયમનકારોએ 3 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સિનોફોર્મ રસીને પણ મંજૂરી આપી છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે

ચીનમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. દેશના આરોગ્ય અધિકારીએ કહ્યું કે, આગામી દિવસોમાં નવા કેસોમાં વધુ વધારો થશે. સંક્રમિત વિસ્તારોની સંખ્યામાં પણ વધારો થવાની ધારણા છે. ચીનના નેશનલ હેલ્થ કમિશનના અધિકારી વુ લિયાંગ્યુએ રવિવારે બેઇજિંગમાં એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે, વાયરસનો તાજેતરનો કહેર ડેલ્ટા વેરિએન્ટ (Coronavirus Situation in China) ને કારણે છે. કમિશનના પ્રવક્તા મી ફેંગે જણાવ્યું હતું કે, 17 ઓક્ટોબરથી, સંક્રમણ માત્ર એક અઠવાડિયામાં 11 પ્રાંતોમાં ફેલાયો છે.

રાજધાની બેઇજિંગને કરાઈ લોક

ચીનની રાજધાની બેઇજિંગમાં સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. જેના કારણે તેને લોક કરવામાં આવી છે. અહીં ત્રણ જિલ્લાઓ તેની પકડમાં આવ્યા છે. બેઇજિંગ સેન્ટર ફોર ડિસીઝ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલના ડેપ્યુટી હેડ પાંગ ત્સાઇએ જણાવ્યું હતું કે વૈજ્ઞાનિક કેન્દ્ર હૈડેન પણ અસરગ્રસ્ત જિલ્લાઓમાં સમાવિષ્ટ છે.

પાંગના જણાવ્યા મુજબ, શનિવારે બપોરે અને રવિવારે બપોરે 3 વાગ્યા વચ્ચે, પાંચ નવા સ્થાનિક કોવિડ કેસોની પુષ્ટિ થઈ છે. બેઇજિંગ ડેઇલી રિપોર્ટ અનુસાર, વાયરસને કારણે બીજિંગ 31 ઓક્ટોબરે યોજાનારી મેરેથોનને રદ કરશે. અખબારે જણાવ્યું હતું કે, જે શહેરોમાં સંક્રમણના કેસ જોવા મળ્યા છે, ત્યાં લોકોને રાજધાનીમાં આવવા અથવા પાછા ફરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

 

આ પણ વાંચો: સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 10459 કોન્સ્ટેબલના પદ માટે ભરતી જાહેર

આ પણ વાંચો: IBPS Clerk 2021: ક્લાર્કના 7858 પદ માટે અરજી કરવાની છેલ્લી તારીખ નજીક, આ રીતે કરો અરજી

Next Article