Covid-19: Appleએ પણ ભારતની મદદ કરવા કર્યું એલાન, Google અને Microsoftએ તો પહેલા જ કરી હતી મદદની ઘોષણા

|

Apr 27, 2021 | 4:59 PM

સમગ્ર ભારત દેશ કોરોનાની બીજી લહેર (India Covid - 19) સામે ઝઝૂમી રહ્યો છે, ત્યારે દુનિયાભરમાંથી પ્રમુખ નેતાઓ અને ઉદ્યોગ જગતના લોકો તેમજ અલગ અલગ દેશોની સરકાર ભારતની મદદે આવી છે.

Covid-19: Appleએ પણ ભારતની મદદ કરવા કર્યું એલાન, Google અને Microsoftએ તો પહેલા જ કરી હતી મદદની ઘોષણા
Tim Cook, CEO Apple

Follow us on

સમગ્ર ભારત દેશ કોરોનાની બીજી લહેર (India Covid – 19) સામે ઝઝૂમી રહ્યો છે, ત્યારે દુનિયાભરમાંથી પ્રમુખ નેતાઓ અને ઉદ્યોગ જગતના લોકો તેમજ અલગ અલગ દેશોની સરકાર ભારતની મદદે આવી છે. તેવામાં Appleના CEO Tim Cookએ આ બાબતનું એલાન કર્યું છે કે ભારતના આ કપરા સમયમાં ટેક જગતની આ દિગ્ગજ કંપની ભારતને સહાય અને રાહત ઉપલબ્ધ કરાવશે.

 

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

Cookએ ટ્વીટ કરીને કહ્યું કે, “ભારતમાં કોવિડ-19 સંબંધિત મામલાઓ ઘણી ઝડપથી વધી રહ્યા છે. આ સ્થિતિમાં અમારી સંવેદનાઓ ચિકિત્સાકર્મીઓ, Apple પરિવાર અને આ મહામારીથી લડતા દરેક વ્યક્તિ સાથે છે. Apple ગ્રાઉંડ પર સપોર્ટ અને રાહતથી સંબંધિત તમામ ઉપાયો હાથ ધરશે. ભારતમાં કોરોના મહામારીની આ બીજી લહેર દિવસેને દિવસે વધુને વધુ ઘાતક બનતી જાય છે. ભારતમાં સોમવારે કોરોનાના 3.52 લાખ નવા કેસ નોંધાયા હતા.

 

 

આ પહેલા માઈક્રોસોફ્ટના ભારતીય-અમેરિકી સીઈઓ સત્ય નડેલા (Satya Narayana Nadella, Microsoft CEO) અને ગૂગલ સીઈઓ સુંદર પિચાઈ (Sundar Pichai, Google CEO)એ ભારતને મદદ કરવાના સંકલ્પ સાથે આગળ આવ્યા હતા. નડેલાએ ટ્વીટ કરીને લખ્યું કે, “હું ભારતની વર્તમાન પરિસ્થિતીથી ઘણો દુખી છું. હું આ વાતને લઈને ઘણો ખુશ છું કે અમેરિકાની સરકાર મદદ માટે આગળ આવી ગઈ છે. માઈક્રોસોફ્ટ રાહતના ઉપાયોને વેગવાન બનાવવા પોતાની તાકાત, સંસાધન અને પ્રોદ્યોગીકતાનો ઉપયોગ જારી રાખશે તેમજ કૃતિકલ ઑક્સીજન કન્સટ્રેશન ખરીદવા મદદ કરશે.

 

સાથે સાથે સુંદર પિચાઈએ પણ વર્તમાન પરિસ્થિતિઓ જોતાં ટ્વીટ કર્યું કે, “ભારતમાં કોરોનાના સંકટને જોઈને ઘણો દુખી થઈ રહ્યો છું. Google અને Google મેડિકલ સપ્લાય માટે GiveIndia અને UNICEF વધુ પ્રભાવિત વાળા સમુદાયોને મદદ કરવાવાળા સંગઠનોને 135 કરોડ રૂપિયા ઉપલબ્ધ કરવી રહ્યું છે. તેમજ જરૂરી સૂચનાના પ્રસારની મદદ માટે અનુદાન આપવામાં આવી રહ્યું છે.

 

આ પણ વાંચો: આ દેશમાં યોજાયો કોરોના કાળનો સૌથી મોટો Music Concert, માસ્ક વગર હજારોની સંખ્યામાં લોકો થયા એકઠા

Next Article