આ દેશમાં યોજાયો કોરોના કાળનો સૌથી મોટો Music Concert, માસ્ક વગર હજારોની સંખ્યામાં લોકો થયા એકઠા

50 હજારથી વધુ લોકો એક મ્યૂઝિક કોન્સર્ટમાં હાજર રહ્યા હતા. આ લોકોએ ન માસ્ક પહેર્યુ હતુ કે ન તો સોશિયલ ડિસ્ટંસીંગનું પાલન કર્યુ.

  • tv9 webdesk39
  • Published On - 14:04 PM, 27 Apr 2021
1/6
સમગ્ર દુનિયા આજે કોરોના સામે લડી રહી છે. કોરોનાની બીજી લહેરે ભારતમાં હાહાકાર મચાવ્યો છે તેવામાં એક એવો દેશ પણ છે જ્યાં લોકોને કોરોના મહામારીથી છુટકારો મળી ગયો છે. હાલમાં જ આ દેશમાં કોરોના કાળ દરમિયાનનો સૌથી મોટો મ્યૂઝિક કોન્સર્ટ થયો.
2/6
ન્યૂઝીલેન્ડમાં 50 હજારથી વધુ લોકો એક મ્યૂઝિક કોન્સર્ટમાં હાજર રહ્યા હતા. આ લોકોએ ન માસ્ક પહેર્યુ હતુ કે ન તો સોશિયલ ડિસ્ટંસીંગનું પાલન કર્યુ. ન્યૂઝીલેન્ડના બેન્ડ સિક્સ60 એ ઑકલેન્ડના ઇડન પાર્કમાં એક પરફોરમન્સ કર્યુ
3/6
મળતી માહિતી અનુસાર, કોરોના મહામારી વચ્ચે યોજાયેલુ આ દુનિયાનો સૌથી મોટો મ્યૂઝિક ફેસ્ટીવલ હતો. ન્યૂઝીલેન્ડે જે પ્રકારે કોરોના મહામારીને હરાવી છે તેને જોતા દુનિયાભરમાં તેના વખાણ થઇ રહ્યા છે.
4/6
આ દેશમાં કોરોના વાયરસને કારણે ફક્ત 26 મોત થઇ છે અને અહીં કોરોનાના ફક્ત 2601 કેસ જ નોંધાયા છે.
5/6
ન્યૂઝીલેન્ડે ઇન્ટરનેશનલ બોર્ડર બંધ કરી અને મોટા પ્રમાણમાં ટેસ્ટિંગ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ કરીને વાયરસને હરાવવામાં સફળતા મેળવી છે. કોન્સર્ટમાં હાજર રહેલા એક વ્યક્તિએ લખ્યુ કે "હું લકી છુ કે હુ ન્યૂઝીલેન્ડમાં રહુ છુ. કારણ કે અમે જે જીંદગી જીવી રહ્યા છીએ હાલમાં તેવી જીંદગી વિશે જીવવા વિશે કરોડો લોકો ફક્ત વિચારી જ શકે છે."
6/6
ઇન્ટરનેશનલ બોર્ડર બંધ કરવાથી ન્યૂઝીલેન્ડના ટુરિઝમ સેક્ટરને મોટા પ્રમાણમાં નુક્શાન પણ થયુ છે પરંતુ ન્યૂઝીલેન્ડે હવે ઓસ્ટ્રેલિયા સાથે ક્વોરન્ટાઇન ફ્રી ટ્રાવેલની શરૂઆત કરી છે અને ઇકોનોમીને મજબૂત કરવા તરફના પ્રયત્નો પણ થઇ રહ્યા છે