Good News : Covaxinને મળ્યુ આંતરરાષ્ટ્રીય સ્તર પર પહેલું અપ્રુવલ, ઓમાન જનાર ભારતીયોને નહીં થવું પડે ક્વોરન્ટીન

|

Oct 29, 2021 | 10:30 AM

એ ભારતીયો માટે સારા સમાચાર સામે આવ્યા છે કે જેમણે કોવેક્સિનના (Covaxin) બંને ડોઝ લીધા છે કારણ કે આંતરરાષ્ટ્રીય સ્તર પર કોવેક્સિનને પહેલું અપ્રુવલ મળી ચુક્યુ છે.

Good News : Covaxinને મળ્યુ આંતરરાષ્ટ્રીય સ્તર પર પહેલું અપ્રુવલ, ઓમાન જનાર ભારતીયોને નહીં થવું પડે ક્વોરન્ટીન
Covaxin finds place in Oman's list of approved COVID-19 vaccines

Follow us on

ભારતની મોટાભાગની વસ્તીને કોવેક્સિન (Covaxin) અને કોવિશિલ્ડ (Covishield) રસીના ડોઝ આપવામાં આવ્યા છે. કોવિશિલ્ડને તો આંતરરાષ્ટ્રીય સ્તર પર WHO દ્વારા મંજૂરી આપી દેવાઇ હતી પરંતુ કોવેક્સિન માટે આ પ્રક્રિયા હજી ચાલું છે.

તેવામાં હવે એ ભારતીયો માટે સારા સમાચાર સામે આવ્યા છે કે જેમણે કોવેક્સિનના બંને ડોઝ લીધા છે કારણ કે આંતરરાષ્ટ્રીય સ્તર પર કોવેક્સિનને પહેલું અપ્રુવલ મળી ચુક્યુ છે. ભારત બાયોટેકની (Bharat Biotech) કોવેક્સિનના બંને ડોઝ લઇ ચૂકેલા ભારતીય લોકોએ હવે ઓમાનમાં (Oman) ક્વોરન્ટીન (Quarantine) થવાની જરૂર નથી. ઓમાનની સરકારે એ યાત્રીઓને મંજૂરી આપી દીધી છે કે જેમણે કોવેક્સિનની રસી મુકાવી હશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ વાતની જાણકારી ઓમાનની ભારતીય એમ્બેસીએ ટ્વીટર પર શેયર કરી છે. આ ટ્વીટમાં ઉલ્લેખ છે કે “ભારતીય દૂતાવાસ, મસ્કતને એ જણાવતા આનંદ થાય છે કે ઓમાનની સલ્તનત સરકારે ઓમાનની મુસાફરી માટે કોવેક્સિનને COVID-19 રસીની મંજૂર વેક્સિન યાદીમાં ઉમેર્યું છે. સિવિલ એવિએશન ઓથોરિટીએ આ અંગે 27 ઓક્ટોબરના રોજ એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું,”

તેમાં આ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે  ભારતના તમામ મુસાફરો કે જેમણે આગમન તારીખના ઓછામાં ઓછા 14 દિવસ પહેલા કોવેક્સિનના બે ડોઝ મેળવ્યા છે તેઓ હવે ક્વોરન્ટીનની જરૂરિયાત વિના ઓમાનની મુસાફરી કરી શકશે. જોકે, અન્ય તમામ કોવિડ-19 સંબંધિત આવશ્યકતાઓ/શરતો, જેમ કે પ્રી-અરાઇવલ RT-PCR ટેસ્ટ મુસાફરો માટે લાગુ પડશે. આ નોટિફિકેશન કોવેક્સિન લેતા ભારતીય નાગરિકો માટે ઓમાનની મુસાફરીને નોંધપાત્ર રીતે સરળ બનાવશે. જે મુસાફરોએ એસ્ટ્રાઝેનેકા/કોવિશિલ્ડ (AstraZeneca/Covishield) લીધી છે તેમને પહેલેથી જ ક્વોરેન્ટાઇન વિના ઓમાન જવાની પરવાનગી છે.

આ પણ વાંચો –

ગુગલ મીટ પર પોતાની જાતને અનમ્યૂટ કરવાનું ભૂલ્યા Sundar Pichai, ભૂલ પર ખૂબ હસ્યા Googleના સીઇઓ

આ પણ વાંચો –

Apple No Charger Policy : ચાર્જર વગર ફોન વેચવા બદલ Apple વિરુદ્ધ નોંધાયો કેસ, કંપનીએ આપ્યો આ જવાબ

આ પણ વાંચો – 

Anupama Spoiler : હવે અનુપમા કોઇને નહીં આપે પોતાનું કેરેક્ટર સર્ટીફિકેટ, દ્રોપદીની જેમ ચૂપ નહીં રહે બનશે મહાકાલી

 

Published On - 10:25 am, Fri, 29 October 21

Next Article