માત્ર 6 વર્ષમાં લોટરી જીતી આ કપલે કર્યો પૈસાનો વરસાદ, જાણો કેવી રીતે અને જેના પર હવે બનવા જઈ રહી છે ફિલ્મ

માત્ર 6 વર્ષમાં લોટરી જીતી આ કપલે કર્યો પૈસાનો વરસાદ, જાણો કેવી રીતે અને જેના પર હવે બનવા જઈ રહી છે ફિલ્મ

અમેરિકાના મિશિગનના એક કપલ એટલી વાર લોટરીમાં જીત્યા છે કે તેનાથી તેમણે કુલ 186 કરોડ રૂપિયા કમાઈ લીધા છે. હવે તેમની આ કહાની ઉપર હોલીવુડમાં ફિલ્મ બનાવવામાં આવી રહી છે. નિવૃત થઈ ગયેલા કપલે એક ટી.વી શોમાં કેવી રીતે લોટરી જીતવાની ટ્રિકનો ખૂલાસો કર્યો છે આ કપલ છે જેરી અને માર્જ સેલ્બી. તેમનું કહેવુ છે […]

Kunjan Shukal

| Edited By: Parth_Solanki

Feb 05, 2019 | 12:54 PM

અમેરિકાના મિશિગનના એક કપલ એટલી વાર લોટરીમાં જીત્યા છે કે તેનાથી તેમણે કુલ 186 કરોડ રૂપિયા કમાઈ લીધા છે.

હવે તેમની આ કહાની ઉપર હોલીવુડમાં ફિલ્મ બનાવવામાં આવી રહી છે. નિવૃત થઈ ગયેલા કપલે એક ટી.વી શોમાં કેવી રીતે લોટરી જીતવાની ટ્રિકનો ખૂલાસો કર્યો છે આ કપલ છે જેરી અને માર્જ સેલ્બી. તેમનું કહેવુ છે કે તેઓ સામાન્ય અંકગણિતનો ઉપયોગ કરીને લોટરી જીત્યા છે. તેમના ફ્રેન્ડસને પણ તેવું કરવા પ્રેરિત કર્યા છે.

કપલની કહાની પર ફિલ્મ બનાવવા માટે હોલીવુડ પ્રોડયુસરે રાઈટસ ખરીદી લીધા છે. કપલ લગભગ 6 વર્ષ સુધી અલગ અલગ લોટરીની ટિકીટો ખરીદતા રહ્યાં અને દર વખતે તેમની જીત થતી રહી.

પતિએ વેસ્ટર્ન મિશિગન યુનિવર્સિટીથી ગણિતમાં બેચલર ડીગ્રી લીધી છે. જ્યારે પહેલીવાર તેમને લોટરીની ટિકીટ લીધી, ત્યારે અંકગણિતનીફોર્મ્યુલા લગાવાની શરૂ કરી દીધી. તે પહેલા આ કપલ 17 વર્ષથી કરિયાણાની દૂકાન ચલાવતા હતા, પણ તેમને 2003માં તે બંધ કરી દીધી.

કપલને ખબર પડી કે જ્યારે કોઈ પણ લોટરીમાં 50 લાખ ડોલરનું જેકપોટ જીતી નથી શકતું તો તે પૈસાને તે લોકોમાં વહેંચવામાં આવે છે જેના 5, 4, અને 3 નંબર પણ મેચ થતાં હોય. તે પછી આ કપલે લાખો રૂપિયાના હજારો ટિકીટ ખરીદી લેતા હતા અને તેનાથી તેમને દર વખતે બે ઘણા જેટલા પૈસા પાછા મળી જતા હતા.

[yop_poll id=1107]

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati