Coronavirus Vaccine ટેસ્ટમાં પ્રથમ સફળતા, Donald Trumpએ કર્યું ટ્વીટ, કહ્યું ગ્રેટ ન્યૂઝ

|

Jul 15, 2020 | 6:11 PM

દુનિયાભરનાં 1.3 કરોડ જેટલા લોકોને પોતાના સંક્રમણમાં લેનારા વાયરસની વેક્સીન બનાવવાની દિશામાં પ્રથમ સફળતા જોવા મળતી લાગી રહી છે. અમેરિકાની કંપની મોડર્ના ઈંક (Moderna Inc)ની વેક્સીન mRNA-1273 પ્રથમ ટ્રાયલમાં સફળ રહી છે જે પછી અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્ંપે ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી છે. રાષ્ટ્રપતિ ટ્રંપે કરેલા ટ્વીટ મુજબ “વેક્સીન પર ઘણાં સારા સમાચાર છે” […]

Coronavirus Vaccine ટેસ્ટમાં પ્રથમ સફળતા, Donald Trumpએ કર્યું ટ્વીટ, કહ્યું ગ્રેટ ન્યૂઝ
http://tv9gujarati.in/coronavirus-vacc…hyu-ke-gret-news/

Follow us on

દુનિયાભરનાં 1.3 કરોડ જેટલા લોકોને પોતાના સંક્રમણમાં લેનારા વાયરસની વેક્સીન બનાવવાની દિશામાં પ્રથમ સફળતા જોવા મળતી લાગી રહી છે. અમેરિકાની કંપની મોડર્ના ઈંક (Moderna Inc)ની વેક્સીન mRNA-1273 પ્રથમ ટ્રાયલમાં સફળ રહી છે જે પછી અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્ંપે ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી છે. રાષ્ટ્રપતિ ટ્રંપે કરેલા ટ્વીટ મુજબ “વેક્સીન પર ઘણાં સારા સમાચાર છે” જો કે ટ્રંપે પોતાના આ ટ્વીટમાં વધુ જાણકારી નથી આપી પરંતુ અંદાજો એ લગાવવામાં આવી રહ્યો છે કે મોડર્નાની સફળતા પર તેમની આ પ્રતિક્રિયા આવી છે. Moderna Incનાં પહેલા ટેસ્ટમાં 45 એવા લોકોને સામેલ કરવામાં આવ્યા હતા કે જે સ્વસ્થ હતા અને તેમની ઉંમર 18 થી 55 વર્ષ વચ્ચે હતી અને તેમના પરિણામ સફળ રહ્યા.

મોડર્ના હવે કોરોના વાયરસ વેક્સીનનાં મોડા તબક્કાની ટ્રાયલ કરી રહ્યું છે. કંપની પ્રમાણે 27 જુલાઈની આસપાસ આ ટ્રાયલને શરૂ કરવામાં આવી શકે છે. મોડર્નાએ કહ્યું કે તે અમેરિકાનાં 87 સ્ટડી લોકેશન પર આ વેક્સીનનાં ટ્રાયલ માટે આયોજન કરશે. માનવામાં આવી રહ્યું છે કે તે ત્રીજા ચરણનાં ટ્રાયલમાં સફળ થયા બાદ કોઈ મોટી જાહેરાત કરી શકે છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

મોડર્નાની વેક્સીનની એક સારી વાત એ છે કે તેની કોઈ ખાસ સાઈડ ઈફેક્ટ નથી કે જેથી કરીને ટ્રાયલને રોકી દવી પડે. ટ્રાયલ દરમિયાન વેક્સીનનાં ત્રણ ડોઝ આપ્યા બાદ અડધા લોકોને હળવો થાક, શરીરમાં દુખાવો અથવા તો માથામાં દુખાવો રહ્યો. જ્યારે કે 40% લોકોને વેક્સીન આપ્યા બાદ હળવો તાવ જેવો રહ્યો. શરૂઆતનાં તબક્કામાં જ અગર એન્ટી બોડી બને છે તો તેને મોટી સફળતા માનવામાં આવે છે. જો કે એમ પણ માની ન શકાય કે તે કોરોના વાયરસને ખતમ કરી નાખવા માટે પ્રભાવી સાબિત થઈ જાય.

Next Article