Coronavirus Update : સિડનીમાં એક વ્યક્તિના સંક્રમણનો સ્ત્રોત ન મળ્યો, એક અઠવાડિયા સુધી વધારાયા પ્રતિબંધ

|

May 22, 2021 | 11:41 AM

Coronavirus Update: એક વ્યક્તિ સંક્રમણનો સ્ત્રોત ન મળ્યા બાદ ઓસ્ટ્રેલિયાના સિડની શહેર અને આસપાસના વિસ્તારમાં પ્રતિબંધ એક અઠવાડિયા માટે વધારી દેવામાં આવ્યા છે. ન્યૂ સાઉથ વેલ્સની પ્રાંતીય સરકારે 17મે માટે પ્રતિબંધ લાગુ કર્યા છે. 6મેએ આ પ્રતિબંધ લગાવવામાં હતા જે સોમવારે પૂર્ણ થવાના હતા.

Coronavirus Update : સિડનીમાં એક વ્યક્તિના સંક્રમણનો સ્ત્રોત ન મળ્યો, એક અઠવાડિયા સુધી વધારાયા પ્રતિબંધ
સાંકેતિક તસ્વીર

Follow us on

Coronavirus Update :  એક વ્યક્તિ સંક્રમણનો સ્ત્રોત ન મળ્યા બાદ ઓસ્ટ્રેલિયાના સિડની શહેર અને આસપાસના વિસ્તારમાં પ્રતિબંધ એક અઠવાડિયા માટે વધારી દેવામાં આવ્યા છે. ન્યૂ સાઉથ વેલ્સની પ્રાંતીય સરકારે 17મે માટે પ્રતિબંધ લાગુ કર્યા છે. 6મેએ આ પ્રતિબંધ લગાવવામાં હતા જે સોમવારે પૂર્ણ થવાના હતા. હકીકતમાં અહીંયા પાંચ મેએ કોરોના સંક્રમણનો એક કેસ સામે આવ્યો હતો. તે બાદ આરોગ્ય અધિકારીઓએ તેના સંક્રમણનો સ્ત્રોત લગાવવાની કોશિશ કરી. તે વિદેશ નથી ગયા. સ્થાનીય સ્તર પર પણ તે જાણી ન શકાયુ કે આ વ્યક્તિ કેવીરીતે સંક્રમિત થઇ. તેમની પત્ની પણ સંક્રમિત હીત. પરંતુ તે બાદ સ્થાનીય સ્તર પર કોઇ નવો કેસ સામે આવ્યો નથી.

માનવામાં આવી રહ્યુ છે કે અત્યાર સુધી સામે નથી આવી શક્યુ કે કોઇ સંક્રમિતના સંપર્કમાં આવવાથી આ વ્યક્તિને સંક્રમણ થયુ છે. આ પ્રતિબંધ કેટલાક સમય માટે વધારી દેવામાં આવ્યા છે. પ્રતિબંધ અંતર્ગત ઘરમાં વધારે 20 લોકો ભેગા થઇ શકશે. લગ્ન સિવાય ઇન્ડોર વેન્યૂમાં નાચવા-ગાવાના કાર્યક્રમો નહી થઇ શકે. સાર્વજનિક પરિવહન અને થિયેટર, હૉસ્પિટલ તમામ જગ્યાએ માસ્ક ફરજિયાત થશે.

સિંગાપુરમાં કોન્ટ્રાક્ટ ટ્રેસિંગ નહી થઇ શકવાના કેસમાં પણ વધારો થયો છે. તેને જોતા હજારો લોકોનુ પરીક્ષણ કરી શકાશે. આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ કહ્યુ કે ચાંગી એયરપોર્ટના ત્રણ કર્મચારીઓ અને જૂનિયર કોલેજના એક વિધાર્થી પણ કોરોનાથી સંક્રમિત મળયા છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

એયરપોર્ટના બે ટર્મિનલ, શોપિંગ મોલ,જૂનિયર કોલેજના તમામ વિધાર્થીઓ ,સ્ટાફ અને તમામ લોકોનુ પરીક્ષણ થશે, જૂનિયર કોલેજ અઠવાડિયામાં સતત 10-10 કેસ અઠવાડિયે આવી રહ્યા છે જેના સ્ત્રોત વિશે જાણકારી મળી નથી. કેટલાક અઠવાડિયા પહેલા સિંગાપુરમાં સંક્રમણમાં ઘટાડો થઇ રહ્યો હતો.

Published On - 4:36 pm, Mon, 10 May 21

Next Article