Corona Virus: શ્રીલંકાએ ભારતથી આવનારા યાત્રીઓ પર લગાવી રોક, કોરોનાના સંક્રમણને જોતા લીધો નિર્ણય

|

May 06, 2021 | 6:56 PM

શ્રીલંકાએ કોવિડ-19 કેસમાં સતત વધારાને કારણે ભારતથી આવનારા યાત્રીઓના આગમન પર તત્કાલ અસરથી રોક લગાવવાની જાહેરાત કરી. બ્રિટેન, સંયુક્ત અરબ અમીરાત, ઑસ્ટ્રેલિયા, સિંગાપુર, દક્ષિણ અફ્રીકા સહિત કેટલાય દેશ ભારતથી આવનારા યાત્રીઓ પર પહેલેથી જ પ્રતિબંધ લગાવી ચૂક્યા છે.

Corona Virus: શ્રીલંકાએ ભારતથી આવનારા યાત્રીઓ પર લગાવી રોક, કોરોનાના સંક્રમણને જોતા લીધો નિર્ણય
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

Coronavirus: શ્રીલંકાએ કોવિડ-19 કેસમાં સતત વધારાને કારણે ભારતથી આવનારા યાત્રીઓના આગમન પર તત્કાલ અસરથી રોક લગાવવાની જાહેરાત કરી. બ્રિટેન, સંયુક્ત અરબ અમીરાત, ઑસ્ટ્રેલિયા, સિંગાપુર, દક્ષિણ અફ્રીકા સહિત કેટલાય દેશ ભારતથી આવનારા યાત્રીઓ પર પહેલેથી જ પ્રતિબંધ લગાવી ચૂક્યા છે. ગુરુવારે  નાગર વિમાનન પ્રાધિકરણે કહ્યું કે ભારતના યાત્રીઓને શ્રીલંકા આવવાની અનુમતિ નહીં હોય. ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે માટે આ પગલુ લેવામાં આવ્યું છે.

 

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

નાગર વિમાનન મહાનિદેશકે રાષ્ટ્રીય વિમાન કંપની શ્રીલંકા એરલાઈન્સના મુખ્ય કાર્યકારી અધિકારીને આ વિશે એક પત્ર લખ્યો. પત્રમાં લખ્યું કે કોવિડ-19 મહામારીની સ્થિતિને લઈને શ્રીલંકાની આરોગ્ય ઓથોરિટી તરફથી મળેલા નિર્દેશનને અનુરુપ આ નિર્દેશ આપવામાં આવે છે કે તત્કાલ પ્રભાવથી ભારતથી આવનારા યાત્રીઓને શ્રીલંકા આવવાની પરવાનગી નહીં હોય.

 

 

પ્રવાસન મંત્રી પ્રસન્ના રાણાતુંગાએ કહ્યું કે રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે શ્રીલંકાના પ્રવાસી કામગારોને દેશ પાછા જવાની પરવાનગી આપવાનો નિર્દેશ આપ્યો છે. શ્રીલંકામાં પણ સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા પાંચ દિવસમાં રોજના 2,000થી વધારે કેસ આવી રહ્યા છે. જ્યારે એપ્રિલના મધ્ય સુધી 200 કેસ સામે આવી રહ્યા હતા.

 

 

અમેરિકાએ તાજેતરમાં જ પોતાના નાગરિકોને તરત ભારત છોડવાની સલાહ આપી હતી અને કહ્યું કે મેડિકલ સુવિધાઓ સીમિત થઈ ગઈ છે. બ્રિટને પહેલા જ ભારતને યાત્રાના રેડ લિસ્ટમાં નાખી દીધુ હતુ. ઑસ્ટ્રેલિયાની સરકારે તાજેતરમાં જ પોતાના નાગરિકોના દેશ પરત જવા પર રોક લગાવી અને કહ્યું કે જેઓ ભારતમાં છે અને ઑસ્ટ્રેલિયા આવ્યાના 14 દિવસ પહેલા ભારતમાં રહ્યાં છે, તેઓ પ્રવેશ નહીં કરી શકે. અન્ય દેશોની વાત કરીએ તો ઈરાને પણ 26 એપ્રિલે ભારતથી આવનારા યાત્રીઓ પર રોક લગાવી છે.

 

આ પણ વાંચો: Coronavirus Update : રસીકરણની ગતિ ઓછી ન થાય રાજ્યો રાખે ધ્યાન : પીએમ મોદી

Next Article