Coronavirus :  મહામારીના સંકટમાં 40થી વધારે દેશ ભારતની મદદે, મિસ્ત્રથી 4 લાખ રેમડિસિવિર ખરીદવાનો પ્રયાસ

|

Apr 29, 2021 | 9:40 PM

Coronavirus :  ભારતમાં કોરોના મહામારીથી બચવા માટે દુનિયાના વિભિન્ન ભાગોમાં 500થી વધારે ઓક્સીજન ઉત્પાદન પ્લાન્ટ 4,000 ઓક્સીજન કોન્સનટ્રેટર 10,000 ઓક્સીજન સિલિન્ડર આવી રહ્યા છે. અત્યાર સુધી 40 દેશોએ મદદ આપી છે. રશિયાથી બે વિમાન પહોંચી ચૂક્યા છે. જ્યારે અમેરિકાથી ત્રણ વિમાન આવી રહ્યા છે. 

Coronavirus :  મહામારીના સંકટમાં 40થી વધારે દેશ ભારતની મદદે, મિસ્ત્રથી 4 લાખ રેમડિસિવિર ખરીદવાનો પ્રયાસ
વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રુંગલા

Follow us on

Coronavirus :  ભારતમાં કોરોના મહામારીથી બચવા માટે દુનિયાના વિભિન્ન ભાગોમાં 500થી વધારે ઓક્સીજન ઉત્પાદન પ્લાન્ટ 4,000 ઓક્સીજન કોન્સનટ્રેટર 10,000 ઓક્સીજન સિલિન્ડર આવી રહ્યા છે. અત્યાર સુધી 40 દેશોએ મદદ આપી છે. રશિયાથી બે વિમાન પહોંચી ચૂક્યા છે. જ્યારે અમેરિકાથી ત્રણ વિમાન આવી રહ્યા છે.

વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રુંગલાએ ગુરુવારે કહ્યું કે ભારત મિસ્ત્રથી રેમડેસિવિરની 4 લાખ શીશી ખરીદવાની દિશામાં કામ કરી રહ્યું છે. સંયુક્ત અરબ અમીરાત,બાંગ્લાદેશ અને ઉજ્બેકિસ્તાનમાં રેમડેસિવરનો સ્ટૉક છે અને તેમનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

શ્રુંગલાએ કહ્યું કે સરકાર મુખ્ય રુપથી ઓક્સીજન ઉત્પાદક પ્લાંટ,કોન્સનટ્રેટર, ઓક્સીજન સિલિનડર ક્રાયોજેનિક ટેન્કર સહિત તરલ ઓક્સીજન મેળવવા પર ધ્યાન આપી રહ્યા છે. મેડિકલ સપ્લાઇ સીધો ખરીદવામાં આવી રહ્યો છે અથવા અન્ય માધ્યમોથી કરવામાં આવી રહી છે. વિદેશ સચિવે કહ્યુ કે અમેરિકાથી ત્રણ વિશેષ વિમાનોના માધ્યમથી મોટી માત્રામાં મેડિકલ સામગ્રીનો સપ્લાઇ  થશે જેમાંથી બે વિમાન શુક્રવારે પહોંચશે.

રશિયાથી ગુરુવારે ભારતમાં  20 ટન મેડિકલ સામગ્રી આવી જેમાં ઓક્સીજન કોન્સનટ્રેટર,વેન્ટિલેટર,દવાઓ સામેલ છે. આ સિવાય દુનિયાના કેટલાક દેશોએ મહામારીની સ્થિતિથી બચવા માટે મેડિકલ સપ્લાઇની  ઘોષણા કરી છે.

Next Article