AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Virus: ભારતની મદદે આવ્યું ઈટલી એક ઓક્સિજન પ્લાન્ટ અને 20 વેન્ટીલેટર મોકલ્યા

દેશભરમાં ચાલી રહેલી કોરોના મહામારીના કહેર વચ્ચે દુનિયાભરના કેટલાય દેશમાંથી ભારતને સતત મદદ મળી રહી છે. આ શ્રેણીમાં ભારતને ઈટલીથી એક ઓક્સિજન પ્લાન્ટ અને 20 વેન્ટિલેટર મળ્યા.

Corona Virus: ભારતની મદદે આવ્યું ઈટલી એક ઓક્સિજન પ્લાન્ટ અને 20 વેન્ટીલેટર મોકલ્યા
ઈટલીએ ભારતને એક ઓક્સિજન પ્રોડક્શન પ્લાન્ટ અને 20 વેન્ટીલેટર આપ્યા
Niyati Trivedi
| Edited By: | Updated on: May 03, 2021 | 10:19 PM
Share

Coronavirus: દેશભરમાં ચાલી રહેલી કોરોના મહામારીના કહેર વચ્ચે દુનિયાભરના કેટલાય દેશમાંથી ભારતને સતત મદદ મળી રહી છે. આ શ્રેણીમાં ભારતને ઈટલીથી એક ઓક્સિજન પ્લાન્ટ અને 20 વેન્ટિલેટર મળ્યા. ભારતમાં ઈટલીના રાજદૂત વિનસેંજો ડી લૂકાએ કહ્યું કે અમે નોઈડાની હૉસ્પિટલમાં ઓક્સિજન ઉત્પાદન મશીન આપવા જઈ રહ્યા છીએ. એક વખતમાં 100 દર્દીઓને ઓક્સિજન મળશે અને આવનારા સમયમાં હજારો લોકોને ઓક્સિજન મળશે.

આ સિવાય તેમણે કહ્યુ કે વેન્ટિલેટર સહિત અન્ય સપ્લાયને એકત્ર કરવાની કોશિશ કરી રહ્યા છીએ આ ફ્લાઈટમાં વેન્ટીલેટર પણ હતા. ભારતમાં કામ કરવાવાળી ઈટલીની કંપનીઓ ઓક્સિજનના ઉત્પાદનમાં ભારત સરકારની મદદ કરી રહી છે. ઓક્સિજન પ્રોડક્શન પ્લાન્ટ ગ્રેટર નોઈડામાં આઈટીબીપી હૉસ્પિટલમાં લગાડવામાં આવશે.

ભારતમાં ઈટલીના રાજદૂત વિનસેંજો ડી-લૂકાએ કહ્યું કે ઈટલી કોરોના વાઈરસના વિરુદ્ધ લડાઈમાં ભારત સાથે છે. આ વૈશ્વિક પડકાર છે. ઈટલી તરફથી પ્રદાન કરવામાં આવેલી મેડિકલ ટીમ અને ઉપકરણ આ ભયાનક ક્ષણમાં જીવ બચાવવામાં યોગદાન આપશે.

ફ્રાંસ અને જર્મની બાદ ઈટલી એવો ત્રીજો દેશ છે જેણે પોતાના સમર્થન પેકેજમાં ઓક્સિજન પ્રોડક્શન પ્લાન્ટને સામેલ કર્યુ છે. અત્યાર સુધી કેટલાય યૂરોપીય સંઘના સભ્ય દેશોએ ભારતને સમર્થન પેકેજ મોકલ્યુ છે. ફ્રાંસે આઠ મોટા ઓક્સિજન પ્રોડક્શન પ્લાંટ અને 28 વેન્ટિલેટર જ્યારે આયર્લેન્ડે 1200થી વધારે ઓક્સિજન કોન્સનટ્રેટર , એક ઓક્સીજન જનરેટર અને 400થી વધારે વેન્ટીલેટર મોકલ્યા.

g clip-path="url(#clip0_868_265)">