CORONA વિશ્વના સૌથી ઉંચા શિખર પર પહોંચ્યો, માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પર્વતારોહકને લાગ્યો ચેપ

|

Apr 23, 2021 | 2:44 PM

CORONA વાયરસ રોગચાળાને કારણે નેપાળમાં ગત વર્ષે, પર્વતારોહણ સિઝન  સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ હતી. પરંતુ વધુ સંખ્યામાં પર્વતારોહકોને આકર્ષવા માટે નેપાળે આ વર્ષે ક્વોરેન્ટાઇન નિયમો હળવા કર્યા છે.

CORONA વિશ્વના સૌથી ઉંચા શિખર પર પહોંચ્યો, માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પર્વતારોહકને લાગ્યો ચેપ
માઉન્ટ એવરેસ્ટ

Follow us on

CORONA વાયરસ રોગચાળાને કારણે નેપાળમાં ગત વર્ષે, પર્વતારોહણ સિઝન  સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ હતી. પરંતુ વધુ સંખ્યામાં પર્વતારોહકોને આકર્ષવા માટે નેપાળે આ વર્ષે ક્વોરેન્ટાઇન નિયમો હળવા કર્યા છે.

વિશ્વના ઘણા દેશોમાં કોરોના વાઈરસ ફરી એકવાર વિનાશ સર્જાયો છે. વિશ્વના ભાગ્યે જ આવા કોઈ ખૂણો છે, જ્યાં આ વાયરસ પહોંચ્યો ન હોય. કોરોના વાયરસ વિશ્વના સૌથી ઉંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પણ પહોંચી ગયો છે. નોર્વેનો પર્વતારોહક તેને જીતવા માટે એવરેસ્ટ પર્વત પર ચઢી રહ્યો હતો. પરંતુ હવે તેને કોરોનાનો ચેપ લાગ્યો છે. ક્લાઇમ્બીંગ સીઝન પછી પણ કોરોનાને કારણે નેપાળની ચિંતા વધી ગઈ છે.

વધુ સંખ્યામાં પર્વતારોહકોને આકર્ષવા માટે નેપાળએ આ વરસે ક્વોરેન્ટાઇન નિયમો હળવા કર્યા છે. જ્યારે નેપાળમાં ચેપ લાગ્યાં બાદ લોકોને સારવાર મેળવવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. નોર્વેના પર્વતારોહક એર્લેન્ડ નેસે એએફપીને ફેસબુક સંદેશમાં જણાવ્યું હતું કે તે કોરોના ચેપ લાગ્યો છે. હાલ તેમની હાલત સ્થિર છે અને હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

હેલિકોપ્ટર દ્વારા કરવામાં આવેલા રેસ્કયુથી બચાવાયો
પર્વતારોહક એર્લેન્ડ નેસ એવરેસ્ટ બેઝ કેમ્પમાં હાજર હતો, જ્યારે તેને કોરોના ચેપ લાગ્યો હતો. આ પછી, તેને સુરક્ષિત રીતે હેલિકોપ્ટરથી બહાર કાઢવામાં આવ્યો અને કાઠમંડુની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. નોર્વેના પ્રસારણકર્તા એનઆરકેએ જણાવ્યું હતું કે નેસના ટુકડીનો ભાગ એવા શેરપાને પણ કોરોના ચેપ લાગ્યો છે. નેસે એનઆરકેને કહ્યું કે હું ઇચ્છું છું કે બાકીના લોકો ચેપગ્રસ્ત ન થાય, કે જેઓ પર્વતની ઉંચાઇ પર હાજર છે. ચેપગ્રસ્ત વ્યક્તિને હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત રીતે 8000 ફૂટની ઉંચાઈએ બહાર કાઢવું ખૂબ મુશ્કેલ છે.

અત્યાર સુધીમાં 377 આરોહકોને એવરેસ્ટ પર ચઢવાની પરમિટ આપવામાં આવી છે
નોર્વેના આ પર્વતારોહકે કહ્યું કે ઉંચાઇ પર શ્વાસ લેવામાં પહેલેથી જ તકલીફ છે, અહીં રોગચાળો ફેલાવો દરેક માટે જોખમ હોઈ શકે છે. કાઠમાંડુની એક હોસ્પિટલે પુષ્ટિ આપી છે કે તેણે એવરેસ્ટથી પરત ફરનાર વ્યક્તિને દાખલ કરી છે. હોસ્પિટલે કહ્યું કે આ વ્યક્તિને કોરોનાનો ચેપ છે. તે જ સમયે, એશિયન ટ્રેકિંગના સ્ટીવન શેરપાએ કહ્યું કે બેઝ કેમ્પમાં દરેક ચિંતિત છે. નેપાળએ આ વર્ષે પર્વત ચઢવા માટે 377 પરમિટ જારી કરી છે. આ સંખ્યા ઘણી જ વધારે હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.

Next Article