Coronavirus Cases in American Children : કોરોના હવે બાળકોને બનાવી રહ્યુ છે શિકાર, 68 લાખથી વધુ બાળકો પ્રભાવિત

|

Nov 26, 2021 | 9:27 AM

છેલ્લા બે સપ્તાહની સરખામણીમાં બાળકોમાં સંક્રમણની ઝડપમાં 32 ટકાનો વધારો થયો છે. આંકડા દર્શાવે છે કે યુ.એસ.માં ગયા અઠવાડિયે જોવા મળેલા ચેપના કેસમાં દર ત્રીજો કેસ બાળકો સાથે સંબંધિત છે.

Coronavirus Cases in American Children : કોરોના હવે બાળકોને બનાવી રહ્યુ છે શિકાર, 68 લાખથી વધુ બાળકો પ્રભાવિત
Coronavirus Cases in American Children

Follow us on

યુરોપમાં (Europe) કોરોના રોગચાળો (Corona Pandemic) ફરી એકવાર ઝડપથી ફેલાઈ રહ્યો છે. ખરાબ રીતે પ્રભાવિત અમેરિકામાં હવે બાળકો આ વાયરસનો શિકાર બની રહ્યા છે. અમેરિકન એકેડેમી ઓફ પેડિયાટ્રિક્સ (AAP) ના રિપોર્ટ અનુસાર, ગયા સપ્તાહે 11 થી 18 નવેમ્બરની વચ્ચે 1 લાખ 41 હજાર 905 બાળકોમાં કોરોના સંક્રમણની પુષ્ટિ થઈ છે.

રિપોર્ટ અનુસાર, છેલ્લા બે સપ્તાહની સરખામણીમાં બાળકોમાં સંક્રમણની ઝડપમાં 32 ટકાનો વધારો થયો છે. આંકડા દર્શાવે છે કે યુ.એસ.માં ગયા અઠવાડિયે જોવા મળેલા ચેપના કેસમાં દર ત્રીજો કેસ બાળકો સાથે સંબંધિત છે. અમેરિકામાં વસ્તીના 22 ટકા બાળકો છે. 3 ટકાથી ઓછા બાળકો કોરોના મહામારીની ઝપેટમાં આવી ગયા છે, આ હિસાબે 68 લાખથી વધુ બાળકો સંક્રમણથી પ્રભાવિત થયા છે.

AAPના રિપોર્ટ અનુસાર, કોરોના સંક્રમણને કારણે બાળકોમાં મૃત્યુ દર ઘણો ઓછો છે. અમેરિકાના છ રાજ્યોમાં કોરોનાથી એક પણ બાળકનું મોત થયું નથી. બાળકોમાં ચેપના સામાન્ય લક્ષણો દેખાઈ રહ્યા છે. તેનું કારણ એ છે કે બાળકોને ઈન્ફલ્યુએન્ઝા, મેનિન્જાઇટિસ, ચિકનપોક્સ અને હેપેટાઇટિસ માટે સમયાંતરે રસી આપવામાં આવે છે, જે તેમની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર, ઓક્ટોબરમાં 5 થી 11 વર્ષની વયના 8,300 બાળકોને ચેપ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 172ના મોત થયા છે. સીડીસીએ કહ્યું છે કે રોગચાળાની ઝડપી ગતિ વચ્ચે 2,300 શાળાઓ બંધ કરવામાં આવી હતી, જેનાથી 1.2 મિલિયન બાળકોના શિક્ષણને અસર થઈ હતી. હવે શાળા ખુલતાની સાથે જ ચેપ બેકાબૂ થવા લાગ્યો છે, જે આવનારા સમય માટે ચેતવણી સમાન છે.

યુએસ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એલર્જી એન્ડ ઇન્ફેક્શન ડિસીઝના ડિરેક્ટર ડૉ. એન્થોની ફૌસીએ સ્વીકાર્યું કે તાજેતરના સમયમાં તમામ ઉંમરના બાળકોમાં ચેપનો દર વધી રહ્યો છે, જે ચિંતાજનક સ્થિતિ છે. ડૉ.એન્થોની ફૌસી કહે છે કે આપણી આસપાસ અનેક પ્રકારના વાયરસ ફરતા હોય છે. બાળકોના સંબંધમાં ખૂબ કાળજી લેવી પડશે, નહીંતર પરિસ્થિતિ ફરી એક વખત વણસી શકે છે.

 

આ પણ વાંચો – Vadodara: દુષ્કર્મ અને આત્મહત્યા કેસમાં ઓએસીસ સંસ્થા પર શંકા, સંસ્થાના સમર્થનમાં આવ્યા વિદ્યાર્થી અને વાલીઓ

આ પણ વાંચો – Constitution Day 2021: જાણો 26 નવેમ્બરે શા માટે મનાવવામાં આવે છે સંવિધાન દિવસ ? અહી વાંચો તેની સાથે જોડાયેલી રોચક વાતો

આ પણ વાંચો – Corona Update : કોરોનાના નવા વેરિયન્ટે વધારી ચિંતા, કેન્દ્રએ રાજ્યોને મુસાફરોનું ટેસ્ટિંગ અને સ્ક્રીનિંગ કરવા આપ્યા નિર્દેશ

Next Article