Vadodara: દુષ્કર્મ અને આત્મહત્યા કેસમાં ઓએસીસ સંસ્થા પર શંકા, સંસ્થાના સમર્થનમાં આવ્યા વિદ્યાર્થી અને વાલીઓ

Vadodara: નવસારીની યુવતીના આત્મહત્યા અને દુષ્કર્મ કેસમાં ઓએસીસ સંસ્થા સામે કમિશનરે તપાસના આદેશ આપ્યા છે. તો સંસ્થામાં અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીના વાલીઓ બચાવ માટે આગળ આવ્યા.

Vadodara: દુષ્કર્મ અને આત્મહત્યા કેસમાં ઓએસીસ સંસ્થા પર શંકા, સંસ્થાના સમર્થનમાં આવ્યા વિદ્યાર્થી અને વાલીઓ
Navsari Girl suicide and Rape case
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2021 | 8:44 AM

Vadodara: નવસારીની (Navsari) યુવતીની આત્મહત્યા (Suicide) અને દુષ્કર્મને કારણે ચર્ચામાં આવેલી ઓએસીસ (oasis) સંસ્થાના સમર્થનમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ આવ્યા છે. સંસ્થામાં કોર્સ કરતા યુવક-યુવતીઓ અને તેમના વાલીઓ પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. જો કે, પોલીસ કમિશનર ઉપસ્થિત ન હોવાથી તેઓ રજૂઆત કરી શક્યા ન હતા. પોલીસ કમિશનર કચેરી બહાર તેઓએ આક્રોશ ઠાલવ્યો હતો અને કહ્યું હતું કે, સંસ્થાને ખોટી રીતે બદનામ કરવામાં આવે છે.

નવસારીની યુવતી સાથે દુષ્કર્મ બાદ આપઘાતના રહસ્યમય કેસના મુદ્દે પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે યુવતી સાથે ખરેખર દુષ્કર્મ થયું હતુ. રેલવે એસપી પરીક્ષિતા રાઠોડએ જણાવ્યું હતું કે, 29 ઓક્ટોબરે દુષ્કર્મ થયું હતું અને 4 નવેમ્બરે મૃતદેહ મળ્યો હતો. જેથી જરૂરી નમૂનાઓ નાશ પામ્યા હોવાથી ફોરેન્સિક રિપોર્ટ નથી મળ્યા જોકે યુવતીના શરીરના અલગ અલગ ભાગોમાં ઇજાઓ થઈ હોવાનું ખુલ્યું છે તેમજ ઓરલ એવીડન્સ પરથી યુવતી પર ગેંગરેપ થયો હોવાનું પુરવાર થાય છે.

ઓએસીસ સંસ્થાની ભૂમિકા શંકાના દાયરામાં

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ઉલ્લેખનીય છે કે, આ કેસમાં ઓએસીસ સંસ્થાની ભૂમિકા શંકાના દાયરામાં આવી છે. સંસ્થાના મુખ્ય ટ્રસ્ટી અને સેક્રેટરીને ઘટનાની જાણ હોવા છતાં તેને છુપાવી હતી તેવી માહિતી બહાર આવી હતી. પોલીસને તેમજ પીડિતાના પરિવારને આ ઘટનાની જાણ નહીં કરતા સંસ્થા પણ શંકાના દાયરામાં આવી છે. આથી પોલીસ કમિશનરે સંસ્થા સામે તપાસના આદેશ કર્યા હતા.

કોંગ્રેસ નેતા નરેન્દ્ર રાવતે આક્ષેપો કર્યા

નવસારીની યુવતીના રહસ્યમય મોતથી વિવાદમાં આવેલી ઓએસીસ સંસ્થા સામે કોંગ્રેસ નેતા નરેન્દ્ર રાવતે આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે,ઓએસીસ સંસ્થાના સંચાલકો સામે તપાસ થવી જોઈએ. સંસ્થામાં અનેક અનૈતિક પ્રવૃતિઓ ચાલતી હતી અને હાલમાં તપાસ થાય તો હાલમાં પણ અનેક ઘટસ્ફોટ થઇ શકે છે.

સંસ્થા સામે અનેક સવાલો ઉદ્દભવ્યા

નરેન્દ્ર રાવતે વધુમાં આક્ષેપ કર્યો હતો કે, પોલીસ પાસે પૂરતી માહિતી હોવા છતાં ગુનેગારો બહાર ફરી રહ્યા છે. તપાસમાં પોલીસ સંપૂર્ણ નિષ્ફળ સાબિત થઇ હોવાના આરોપો છે.ત્યારે ઉલ્લેખનીય છે કે વર્ષ 1995માં ઓએસીસને એમ.એસ.યુનિવર્સિટી કેમ્પસમાં પ્રવેશબંધી ફરમાવાઇ હતી. એવામાં ઓએસીસ સંસ્થા ફરી એકવાર વિવાદમાં આવતા સંસ્થા સામે અનેક સવાલો ઉદ્દભવ્યા છે.

આ પણ વાંચો: મદરેસામાં કુકર્મ, મૌલાનાએ આચર્યુ દુષ્કર્મ! સેલવાસમાં પીડિતાના મેડિકલ રિપોર્ટ બાદ આરોપી મૌલવીની ધરપકડ

આ પણ વાંચો: આજથી 5 ડિસેમ્બર સુધી ભાજપની સંવિધાન ગૌરવ યાત્રા, CM ભૂપેન્દ્ર પટેલ યાત્રાની કરાવશે શરૂઆત

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">