CORONA : દક્ષિણ આફ્રિકામાં HIV પોઝિટિવ મહિલામાં વાયરસ 216 દિવસ સુધી રહ્યો, 30 વખત મ્યુટેશનમાં ફેરફાર થયો

|

Jun 05, 2021 | 1:24 PM

CORONA : દક્ષિણ આફ્રિકામાં કોરોના વાયરસના પરિવર્તનનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક 36 વર્ષીય HIV પોઝિટિવ મહિલાને 216 દિવસ સુધી કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો.

CORONA : દક્ષિણ આફ્રિકામાં HIV પોઝિટિવ મહિલામાં વાયરસ 216 દિવસ સુધી રહ્યો, 30 વખત મ્યુટેશનમાં ફેરફાર થયો
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

CORONA : દક્ષિણ આફ્રિકામાં કોરોના વાયરસના પરિવર્તનનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક 36 વર્ષીય HIV પોઝિટિવ મહિલાને 216 દિવસ સુધી કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો. અને, આ સમય દરમિયાન તેના શરીરમાં કોરોના વાયરસમાં 30 વખત પરિવર્તન આવ્યા હતા. તથા, કોરોના વાયરસની સ્પાઇક પ્રોટીન 13 વખત પરિવર્તિત થઈ હતી. નોંધનીય છેકે મોટાભાગની રસી માત્ર સ્પાઇક પ્રોટીનને જોઇને વેક્સિન વાયરસને અસર કરે છે.

એટલું જ નહીં, 19-વખતના પરિવર્તનની અસર તેને જુદી જુદી રીતે થઈ. આ પરિવર્તન આ સ્ત્રીમાંથી કોઈ બીજામાં સંક્રમિત થયું છે કે કેમ તે હજી સ્પષ્ટ નથી. આ અભ્યાસ ગુરુવારે પ્રી-પ્રિન્ટ જર્નલ મેડરેક્સિવમાં પ્રદર્શિત કરવામાં આવ્યો છે. લોસ એન્જલસ ટાઇમ્સ સાથેની વાતચીતમાં અધ્યયન લેખક તુલીયો ડી ઓલિવિરાએ જણાવ્યું છે કે જો આવા વધુ કિસ્સાઓ મળી આવે છે, તો આશંકા છેકે કે HIV સંક્રમણ નવા વેરિયન્ટનું સ્ત્રોત બની શકે છે.

આવા દર્દીઓમાં, વાયરસ લાંબા સમય સુધી શરીરમાં રહે છે, સાથે જ વાયરસને પરિવર્તનની તક મળી રહે છે. તેમણે કહ્યું હતું કે આ કેસ વિશે કોઈને ખબર પણ ન પડી હોત. કારણ કે મહિલાની પ્રારંભિક સારવાર બાદ વાયરસ તેની અંદર હાજર હતા ત્યારે માત્ર હળવા લક્ષણો જોવા મળ્યાં હતાં.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

HIV સકારાત્મક લોકો પરના અભ્યાસમાં નોંધાયેલ કેસ
અહીં નોંધનીય છેકે આ ખાસ કિસ્સો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે આ મહિલા 300 HIV પોઝિટિવ લોકો પર હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં સામેલ થઇ. એવું પણ જાણવા મળ્યું હતું કે અન્ય ચાર લોકોમાં એક મહિનાથી વધુ સમય સુધી કોરોના વાયરસ હતો.

આ પહેલા, ફક્ત એક જ કેસ સામે આવ્યો છે. જેમાં લાંબા સમયથી પોઝિટિવ વ્યક્તિમાં વાયરસ જોવા મળ્યો છે. નબળી રોગપ્રતિકારક શક્તિવાળા લોકોમાં, જેમ કે કિડની ટ્રાન્સપ્લાન્ટ દર્દીઓમાં, વાયરસ ભૂતકાળમાં લાંબા સમય સુધી જોવા મળ્યો છે.

આ સંશોધન ઘણી રીતે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. ખાસ કરીને આફ્રિકા માટે કે જ્યાં 2020 માં 20 મિલિયનથી વધુ લોકોને HIV પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. શુક્રવારે ડબ્લ્યુએચઓએ કોવિડના વધતા જતા કેસો પર ચેતવણી આપી હતી કે દક્ષિણ આફ્રિકામાં ત્રીજી લહેરનો ભય દેખાઇ રહ્યો છે.

Next Article