કોરોનાએ યુવાનોના મગજ પર કરી છે ગંભીર અસર : સંશોધનમાં દાવો

|

Jun 23, 2021 | 5:30 PM

કોરોનાને કારણે દર ચારમાંથી ત્રણ વ્યક્તિની મગજની ક્ષમતા ખૂબ જ પ્રભાવિત થઈ છે. જેમાં 50 વર્ષથી ઓછી વયના 77 ટકાથી વધુ લોકો સાજા થયા બાદ બે મહિનામાં માનસિક સમસ્યાઓનો ભોગ બન્યા છે.

કોરોનાએ યુવાનોના મગજ પર કરી છે ગંભીર અસર : સંશોધનમાં દાવો
કોરોનાએ યુવાનોના મગજ પર કરી છે ગંભીર અસર

Follow us on

Corona ને કારણે દર ચારમાંથી ત્રણ વ્યક્તિની મગજ(Brain)ની ક્ષમતા ખૂબ જ પ્રભાવિત થઈ છે. જેમાં 50 વર્ષથી ઓછી વયના 77 ટકાથી વધુ લોકો સાજા થયા બાદ બે મહિનામાં માનસિક સમસ્યાઓનો ભોગ બન્યા છે. યુરોપિયન એકેડેમી ઓફ ન્યુરોલોજીની 7 મી કોંગ્રેસમાં રજૂ કરવામાં આવેલા તાજેતરના સંશોધન અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે.

સમસ્યાઓ કોરોનાથી રિકવરી બાદ પણ ઘણા મહિનાઓ સુધી યથાવત

મિલાન યુનિવર્સિટીના પ્રોફેસર માસિમો ફિલિપિ કહે છે – અમારું અધ્યયન એ બાબતની પુષ્ટિ કરે છે કે માનસિક અને વર્તુણક સબંધી સમસ્યાઓ સીધી કોરોના ચેપથી સંબંધિત છે. આ સમસ્યાઓ કોરોનાથી રિકવરી બાદ પણ ઘણા મહિનાઓ સુધી યથાવત રહે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

77.4 ટકા લોકોમાં ઓછામાં ઓછો  એક પ્રકારનો મનોવિકાર હતો

ડો. માટિયા પોઝાટો અનુસાર, સંશોધનમાંથી જાણવા મળ્યું છે કે Corona થી રિકવર થયાના પાંચ મહિના પછી પણ 53 લોકોમાંથી 77.4 ટકા લોકોમાં ઓછામાં ઓછો  એક પ્રકારનો મનોવિકાર હતો. જ્યારે 46.3 ટકામાં ત્રણ પ્રકારની માનસિક બીમારી હતી.આ સંશોધન મુજબ રિકવરી બાદ 90 ટકા લોકોમાં પોસ્ટ કોવિડના લક્ષણો દર્શાવે છે. જેમાંથી મોટાભાગના મગજ(Brain) સાથે સંબંધિત છે.

વિચારવાની ક્ષમતા પર અસર

અહેવાલમાં સૌથી ચોંકાવનારો ઘટસ્ફોટ એ હતો કે Corona  વ્યક્તિની એક્ઝિક્યુટિવ ફંક્શન (મેમરી અને વિચારવાની ક્ષમતા) પર ખૂબ અસર કરે છે. આનાથી લોકોને ધ્યાન કેન્દ્રિત કરવું, આયોજન કરવું,અલગ રીતે વિચારવું અને વસ્તુઓ યાદ રાખવી મુશ્કેલ થઈ શકે છે. કોરોનાથી રિકવરી બાદ 16 ટકા લોકોની વિચારની શકિત અને મેમરીની સમસ્યાને અસર થઈ હતી, જ્યારે છ ટકા લોકોની યાદશક્તિને ભારે નુકસાન થયું હતું.

સાયકોસિસના સામાન્ય લક્ષણો

કોરોનાથી સ્વસ્થ બાદ અનિદ્રાએ લોકોમાં સૌથી સામાન્ય સમસ્યા છે. આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 65.9% લોકો અનિદ્રા અને 45.9 ટકા લોકો દિવસભર સૂતા રહે છે. આ સિવાય ચાલવામાં મુશ્કેલી, સ્વાદ અને ગંધ તેમજ માથાનો દુખાવો પણ શામેલ છે.

વાયરસ મગજ પર હુમલો કરે છે અને શ્વાસ લેવાનું બંધ કરે છે 

હમણાં સુધી એવું માનવામાં આવતું હતું કે ફેફસાં પર કોરોનાનો હુમલો એ દર્દીના શ્વાસ બંધ કરે છે. પરંતુ નવું સંશોધન દર્શાવે છે કે કોરોના વાયરસ મગજ(Brain) પર પણ હુમલો કરે છે અને શ્વસનતંત્ર પર અસર કરે છે. જે મૃત્યુ તરફ દોરી જાય છે. ડો. બોકિસે શોધી કાઢયું કે કોરોના વાયરસ મગજની સ્ટેમ ખાસ કરીને મેડુલર સ્તર સુધી પહોંચી મગજની ક્ષમતાને અસર કરે છે.

Published On - 5:27 pm, Wed, 23 June 21

Next Article