Tokyo Olympics 2020 પર લાગી શકે છે કોરોનાનું ગ્રહણ, આયોજક કમિટીએ ગમે ત્યારે ગેમ્સ રદ્દ કરવાના આપ્યા સંકેત

|

Jul 20, 2021 | 8:59 PM

ઓલમ્પિક ગેમ્સના પહેલા જ ટોક્યોમાં કોરોનાના કેસોમાં વધારો જોવા મળ્યો છે. 1 જુલાઇથી લઇને હમણાં સુધી ગેમ સાથે જોડાયેલા લોકોમાં કોરોનાના નવા 67 કેસ નોંધાય ચૂક્યા છે.

Tokyo Olympics 2020 પર લાગી શકે છે કોરોનાનું ગ્રહણ, આયોજક કમિટીએ ગમે ત્યારે ગેમ્સ રદ્દ કરવાના આપ્યા સંકેત
The Tokyo Olympics 2020 could still be cancelled, indicates organizing committee

Follow us on

ટોક્યો ઓલમ્પિક ગેમ્સ 2020 (Tokyo Olympics 2020) ને હજી પણ રદ્દ થઇ શકે છે. આયોજન સમિતીએ તેને લઇને સંકેત આપ્યા છે. તેમણે જણાવ્યુ છે કે, જો ટૂર્નામેન્ટ દરમિયાના કોરોનાના (Corona Cases) કેસમાં વધારો થાય અને વધુ ખેલાડીઓને કોરોના સંક્રમણ થાય છે તો ઓલમ્પિકને ગમે ત્યારે રદ્દ કરી દેવામાં આવશે. ટોક્યો (Tokyo) ઓલમ્પિક કમિટીના મુખ્યા તોશિરો મુટોએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ વિશેની માહિતી આપી છે.

તેમને આ મામલે સવાલ પુછવામાં આવ્યો હતો કે, શું ઓલમ્પિક કેન્સલ થઇ શકે છે ? આ સવાલના જવાબમાં તોશિરોએ કહ્યુ કે, અમે કોરોનાના કેસ પર નજર રાખી રહ્યા છીએ. જરૂર પડશે તો અમે બાકીના આયોજકો સાથે આ વિષયમાં વાત કરીશું. હાલમાં કોરોનાના કેસ વધી કે ઘટી શકે છે એટલે હાલમાં અમે આને લઇને કોઇ નિર્ણય નથી લીધો પરંતુ જો હાલાત વધુ ગંભીર બનશે તો અમે આ વિશે વિચારણા કરીશું

તમને જણાવી દઇએ કે, ઓલમ્પિક ગેમ્સના પહેલા જ ટોક્યોમાં કોરોનાના કેસોમાં વધારો જોવા મળ્યો છે. 1 જુલાઇથી લઇને હમણાં સુધી ગેમ સાથે જોડાયેલા લોકોમાં કોરોનાના નવા 67 કેસ નોંધાય ચૂક્યા છે. ફક્ત ટોક્યોમાં જ 20 જુલાઇના રોજ કોરોનાના 1387 નવા કેસ નોંધાયા છે. આવનાર સમયમાં જ્યારે બધા ખેલાડીઓ અને તેમનો સપોર્ટીવ સ્ટાફ અહીં પહોંચશે ત્યારે ખબર પડશે કે કોરોનાની સ્થિતી શુ છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

પહેલા જ કોરોનાને ધ્યાનમાં રાખીને ઓલમ્પિક ગેમ્સને દર્શકો વગર જ રમાડવાનો નિર્ણય લેવાઇ ચૂક્યો છે અને હવે કોરોનાને કારણે ગેમ્સ રદ્દ થવાની પણ શક્યતાઓ દેખાઇ રહી છે. ઓલમ્પિક 2020 રમાવાના નિર્ણય બાદ થી જ જાપાનના લોકો તેનો વિરોધ કરી રહ્યા હતા. ગેમ્સને રદ્દ કરવા માટે જાપાનના લોકોએ વિરોધ પ્રદર્શન પણ કર્યા હતા. જાપાનના (Japan) લોકોનું કહેવું છે કે સરકાર તેમના નાગરીકોના સ્વાસ્થ્યની ચિંતા કરવાને બદલે પૈસા કમાવવા પર ધ્યાન આપી રહી છે.

આ પણ વાંચો – Raj Kundraની ધરપકડ બાદ ટ્રોલર્સના નિશાના પર આવ્યા અજિંક્ય રહાણે, જાણો કારણ

આ પણ વાંચો – ગૃહ મંત્રાલયે પરિવાર સાથે વર્ષમાં 100 દિવસ વિતાવવાની સૈનિકોની યોજના અંગે અર્ધલશ્કરી દળો પાસે માંગ્યો રિપોર્ટ, ટૂંક સમયમાં બેઠક યોજાવાની સંભાવના

Published On - 8:27 pm, Tue, 20 July 21

Next Article