Corona : ચીનમાં ફરી કોરોના સંક્ર્મણે માથું ઊંચક્યું, લોકડાઉન થતા જ રસ્તાઓ થયા સુમસામ

|

Oct 19, 2021 | 12:09 PM

ચીનમાં (China) કોરોના (Corona) સંક્ર્મણએ માથું ઉંચકતા કેસમાં વધારો થઇ રહ્યો છે. જેના કારણે ઉત્તરીય પ્રાંતના શહેરોમાં લોકડાઉન લાદવું પડ્યું છે. રસ્તાઓ સુમસામ થઇ ગયા છે અને લોકોને બિનજરૂરી કામ વગર બહાર નીકળવાની પણ મંજૂરી નથી.

Corona : ચીનમાં ફરી કોરોના સંક્ર્મણે માથું ઊંચક્યું, લોકડાઉન થતા જ રસ્તાઓ થયા સુમસામ
Corona in china (File photo)

Follow us on

ચીનમાં (China) ફરી એક વાર કોરોનાએ (Corona) માથું ઊંચક્યું છે. કોરોનાના કેસ વધી રહ્યા છે. ચીનમાં સપ્ટેમ્બર મહિના બાદ સોમવારે સૌથી વધુ કોરોનાના કેસ સામે આવ્યા છે. વધતા જતા સંક્રમણને લઈને દેશની ઉત્તરીય પ્રાંતના શહેરોમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. નેશનલ હેલ્થ કમિશન (NHC) અનુસાર, ઇનર મંગોલિયા કોરોનાના નવ કેસ નોંધાયા છે.

તમને જણાવી દઈએ કે ઈરાનહોટ શહેર ઇનર મંગોલિયાના અંતર્ગત આવે છે. અહીંની વસ્તી આશરે 76 હજાર છે. સોમવારે અહીંના લોકો બિનજરૂરી વસ્તુઓ માટે ઘરની બહાર નીકળી શકતા ન હતા. રસ્તાઓ પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ હતો. કોઈ વાહન શહેરમાં પ્રવેશી કે બહાર નીકળી શકતું નથી. શહેરના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, સત્તાવાર મંજૂરી બાદ કેટલીક કારોને ચોક્કસપણે ચાલવાની મંજૂરી આપવામાં આવી હતી.

શહેરમાં કોરોના સંક્રમણને જોતા, સિનેમાઘરો, ઇન્ટરનેટ કાફે, જિમ સહિત તમામ ઇન્ડોર જાહેર સ્થળો બંધ હતા. આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન વિવિધ પ્રવાસન સ્થળો પણ બંધ હતા. એટલું જ નહીં, આ કારણે ધાર્મિક પ્રવૃત્તિઓ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સોમવારે શાંગજી પ્રાંતના શિયાન શહેરમાં કોરોના સંક્ર્મણના પાંચ કેસ નોંધાયા હતા.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

નોંધનીય છે કે, કોરોના સંક્રમણને કારણે ચીન ફરી એક વખત સકંજામાં છે. સવાલ એ છે કે કોરોના વાયરસ ક્યાંથી અને કેવી રીતે ફેલાયો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (World Health Organization) ફરી એકવાર શોધવાની કવાયતમાં વ્યસ્ત છે. WHO એ 26 નિષ્ણાતોનું નવું સલાહકાર જૂથ બનાવ્યું છે. જે ચીનમાં કોરોનાના મૂળની તપાસ કરશે અને સંસ્થાને રિપોર્ટ આપશે.

કોરોનાનો પહેલો કેસ ડિસેમ્બર 2019 માં ચીનના વુહાન શહેરમાં નોંધાયો હતો અને એવી આશંકા છે કે ત્યાંથી આ વાયરસ સમગ્ર વિશ્વમાં ફેલાયો. જો કે, ચીને વારંવાર ઇનકાર કર્યો છે કે વુહાનની લેબમાંથી વાયરસ લીક ​​થયો નથી.

આ પણ વાંચો : Virat Kohli trolled : દિવાળી મનાવવાની ટીપ્સ શેયર કરવી વિરાટ કોહલીને ભારે પડી, લોકોએ ટ્વીટર પર લગાવી દીધી ક્લાસ

આ પણ વાંચો :જમ્મુમાં આતંકી હુમલાની દહેશત બાદ તંત્ર એલર્ટ પર, આર્મી ચીફે કહ્યું કે, પૂંછ એન્કાઉન્ટર મામલે આતંકવાદીઓની સઘન શોધ શરૂ

Next Article