અમેરિકા પહોંચ્યો ચીનનો જાનલેવા કોરોના વાયરસ, ભારતમાં પણ એલર્ટ

|

Jan 22, 2020 | 6:07 AM

ચીનના વુહાનમાં જાનલેવા કોરોના વાયરસ (Coronavirus)હવે સરહદ પાર કરી ગયો છે. અમેરિકામાં પણ તેની અસર જોવા મળી રહી છે. જ્યાં કોરોના વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો છે. ચીનમાં આ વાયરસ લગભગ 9 લોકોના જીવ લઈ ચૂક્યો છે. અમેરિકી સ્વાસ્થ્ય વિભાગે મંગળવારે પોતાની જમીન પર આ નવા વાયરસ હોવાની પુષ્ટી કરી. વિભાગ તરફથી કહેવામાં આવ્યું કે […]

અમેરિકા પહોંચ્યો ચીનનો જાનલેવા કોરોના વાયરસ, ભારતમાં પણ એલર્ટ

Follow us on

ચીનના વુહાનમાં જાનલેવા કોરોના વાયરસ (Coronavirus)હવે સરહદ પાર કરી ગયો છે. અમેરિકામાં પણ તેની અસર જોવા મળી રહી છે. જ્યાં કોરોના વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો છે. ચીનમાં આ વાયરસ લગભગ 9 લોકોના જીવ લઈ ચૂક્યો છે.

અમેરિકી સ્વાસ્થ્ય વિભાગે મંગળવારે પોતાની જમીન પર આ નવા વાયરસ હોવાની પુષ્ટી કરી. વિભાગ તરફથી કહેવામાં આવ્યું કે વોશિંગટનની પાસે 30 વર્ષના યુવકમાં આ વાયરસ જોવા મળ્યો. વોશિંગટનના સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું કે યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. એટલા માટે નહીં કે તે ગંભીર રીતે બીમાર છે પણ તપાસ માટે દાખલ કરવામાં આવ્યો છે. યુવકની સ્થિતી હાલમાં સારી જણાવવામાં આવી રહી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વુહાનથી અમેરિકા પહોંચ્યો હતો યુવક

કોરોના વાયરસ ચીનના વુહાનથી શરૂ થયો છે. જ્યાં મોટી સંખ્યામાં લોકો તેની ઝપટમાં છે. અમેરિકામાં જે યુવકની અંદર આ વાયરસ જોવા મળ્યો છે, તે 15 જાન્યુઆરીએ વુહાનથી અમેરિકા પહોંચ્યો હતો. અખબારોમાં સમાચાર વાંચ્યા પછી આ યુવક ચેકઅપ કરાવવા પહોંચ્યો, જ્યાં આ વાયરસનો ખુલાસો થયો. આ કેસ સામે આવ્યા પછી વુહાનથી આવનારી ફ્લાઈટો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. મુસાફરોનું ચેકઅપ કરવામાં આવી રહ્યું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ભારતીય એરપોર્ટ પર પણ એલર્ટ

ભારતમાં ચીનથી આવનારા મુસાફરોની તપાસ કરવામાં આવી રહી છે. દિલ્લી, મુંબઈ અને કોલકત્તા સિવાય ચેન્નાઈ, બેંગ્લુરૂ, હૈદરાબાદ અને કોચીન એરપોર્ટ પર ચીનથી આવનારા મુસાફરોની તપાસ કરવામાં આવી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ચીનના વુહાનમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ ડિસેમ્બર 2019માં સામે આવ્યો હતો. ત્યારબાદ સતત આ વાયરસ ઝડપથી વધી રહ્યો છે. અત્યાર સુધી આ વાયરસની ઝપટમાં 450 લોકો આવી ચૂક્યા છે. WHO પણ આ મામલે તાત્કાલિક બેઠક કરી રહ્યું છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article