ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ નજરકેદ થયા ? સુબ્રમણ્યમ સ્વામીના ટ્વિટથી મચ્યો ખળભળાટ

|

Sep 24, 2022 | 4:15 PM

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર #XiJinping હેશટેગ હજારોની સંખ્યામાં ટ્વિટ કરવામાં આવી રહ્યું છે. ભાજપના નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીના ટ્વીટ બાદ આ સવાલ ઝડપથી ઉઠી રહ્યો છે. જો કે, તેમણે અન્ય એક ટ્વિટમાં લખ્યું છે કે અફવાની તપાસ થવી જોઈએ કે શી જિનપિંગ બેઇજિંગમાં નજરકેદ છે.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ નજરકેદ થયા ? સુબ્રમણ્યમ સ્વામીના ટ્વિટથી મચ્યો ખળભળાટ
Chinese President Xi Jinping
Image Credit source: File Photo

Follow us on

સોશિયલ મીડિયા (Social Media)પર એવી અફવા છે કે ચીનના રાષ્ટ્રપતિને નજરકેદ કરવામાં આવ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે તાજેતરમાં જ જ્યારે શી જિનપિંગ (xi jinping)ઉઝબેકિસ્તાનમાં સમરકંદ SCO સમિટમાં હતા ત્યારે તેમને સેના પ્રમુખ પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. જો કે, અત્યાર સુધી ન તો ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી કે ન તો રાજ્ય મીડિયા ગ્લોબલ ટાઈમ્સે આ વાતને નકારી નથી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર #XiJinping હેશટેગ હજારોની સંખ્યામાં ટ્વિટ કરવામાં આવી રહ્યું છે. ભાજપના નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીના ટ્વીટ બાદ આ સવાલ ઝડપથી ઉઠી રહ્યો છે. જો કે, તેમણે અન્ય એક ટ્વિટમાં લખ્યું છે કે અફવાની તપાસ થવી જોઈએ કે શી જિનપિંગ બેઇજિંગમાં નજરકેદ છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

બીજેપી સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કર્યું

સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કર્યું, “ચીન વિશે એક નવી અફવા છે, જેની તપાસ કરવામાં આવશે. શું શી જિનપિંગ નજરકેદમાં છે? એવું માનવામાં આવે છે કે જિનપિંગ તાજેતરમાં સમરકંદમાં હતા ત્યારે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓએ સૈન્ય પ્રમુખને પદ પરથી હટાવવાનું કહ્યું હતું. જે બાદ એવી અફવા છે કે તેઓ નજરકેદ હતા. આ ટ્વીટની સાથે તેમણે એક વીડિયો પણ શેર કર્યો છે.

ચીનના સોશિયલ મીડિયા યુઝર્સે પણ દાવો કર્યો છે

ચીનના કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે જિનપિંગને નજરકેદમાં રાખવામાં આવ્યા છે. આ સિવાય એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)એ શી જિનપિંગને રાષ્ટ્રપતિ પદ પરથી હટાવીને સત્તા પોતાના હાથમાં લઈ લીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે લી કિયાઓમિંગ ચીનના નવા રાષ્ટ્રપતિ બની ગયા છે.

સમાચારની કોઈ સત્તાવાર પુષ્ટિ નથી

હાલમાં, આવા સમાચારની કોઈ સત્તાવાર પુષ્ટિ નથી. ઇન્ટરનેશનલ ડેસ્કના પત્રકારો માને છે કે આવી બાબતો માત્ર ચર્ચા છે. ચીન વિશે સમાચાર આપતી ગ્લોબલ ટાઈમ્સ, સીએનએન કે બીબીસી જેવી ચેનલોએ પણ આ વાતની પુષ્ટિ કરી નથી. આવી સ્થિતિમાં, અત્યાર સુધીનું સત્ય એ છે કે શી જિનપિંગને ન તો નજરકેદ કરવામાં આવ્યા છે અને ન તો ચીનમાં કોઈ બળવો થયો છે.

ચીનના રાષ્ટ્રપતિ વિશે કેમ ઉડી હતી અફવા?

હકીકતમાં, ચીનમાં આ અઠવાડિયે, બે ભૂતપૂર્વ પ્રધાનોને મૃત્યુદંડની સજા અને ચાર અધિકારીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ એક ‘રાજકીય જૂથ’નો ભાગ હતા. અત્યારે કોમ્યુનિસ્ટ પાર્ટીનું ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન ચાલી રહ્યું છે. માનવામાં આવે છે કે આ અધિકારીઓ અને પૂર્વ મંત્રીઓ જિનપિંગના વિરોધી હતા. એવું માનવામાં આવે છે કે આ અફવા જિનપિંગ વિરોધી કેમ્પ દ્વારા ફેલાવવામાં આવી છે.

જિનપિંગે તાજેતરમાં જ SCO સમિટમાં હાજરી આપી હતી

તાજેતરમાં જ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 22મા શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનમાં સામેલ થવા માટે ઉઝબેકિસ્તાનના તાશ્કંદમાં હતા. આ SCO બેઠકમાં ભારતના પીએમ નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ સામેલ થયા હતા. આ બેઠકમાં ભારતને આગામી 23મી SCOની યજમાની આપવામાં આવી છે. આ માટે ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પણ ભારતને અભિનંદન પાઠવ્યા હતા.

Published On - 3:39 pm, Sat, 24 September 22

Next Article