જાણો કઈ કઈ દિગ્ગજ ચાઈનીઝ કંપનીઓ ભારતમાં કરી રહી છે વ્યાપાર?, આ ક્ષેત્રોમાં કર્યું છે મોટાપાયે રોકાણ

|

Sep 28, 2020 | 1:39 PM

લદાખની ઘટના બાદ ભારતમાં ચીની કંપનીઓનો વિરોધ થઈ રહ્યો છે. લોકો રસ્તાં પર આવીને ચીનની વસ્તુઓનો બહિષ્કાર કરી રહ્યાં છે. દેશની દિગ્ગજ સરકારી કંપનીઓ ચીનની કંપનીઓ પર નિર્ભરતા ઓછી કરવા માટે નિર્ણય લઈ રહી છે. હજારો-કરોડો રુપિયાની ચીની કંપનીઓના ટેન્ડર કે બીડિંગ માટે ફરીથી વિચારણા કરવામાં આવી રહી છે. જાણીશું કે દેશમાં કઈ કઈ કંપનીઓ […]

જાણો કઈ કઈ દિગ્ગજ ચાઈનીઝ કંપનીઓ ભારતમાં કરી રહી છે વ્યાપાર?, આ ક્ષેત્રોમાં કર્યું છે મોટાપાયે રોકાણ

Follow us on

લદાખની ઘટના બાદ ભારતમાં ચીની કંપનીઓનો વિરોધ થઈ રહ્યો છે. લોકો રસ્તાં પર આવીને ચીનની વસ્તુઓનો બહિષ્કાર કરી રહ્યાં છે. દેશની દિગ્ગજ સરકારી કંપનીઓ ચીનની કંપનીઓ પર નિર્ભરતા ઓછી કરવા માટે નિર્ણય લઈ રહી છે. હજારો-કરોડો રુપિયાની ચીની કંપનીઓના ટેન્ડર કે બીડિંગ માટે ફરીથી વિચારણા કરવામાં આવી રહી છે. જાણીશું કે દેશમાં કઈ કઈ કંપનીઓ ચીનની છે અને કરોડો રુપિયાનો બિઝનેસ કરી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

 

આ પણ વાંચો :  ચીનની હરકત બાદ ભારત સરકાર એક્શનમાં, જાણો રેલવેએ ચીની કંપનીને કેવી રીતે આપ્યો ઝટકો?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ભારતના અલગ અલગ સેક્ટરમાં અંદાજે 100થી વધુ કંપનીઓ બિઝનેસ કરી રહી છે. ચીની કંપનીઓએ અંદાજીત ભારતમાં 1.98 લાખ કરોડ રુપિયાનું રોકાણ કર્યું છે. જો કે એક હકીકત એવી પણ છે કે ભારતના ચીન સાથે વ્યાપાર સંબંધો મજબૂત છે. આ બંને દેશમાં ચાલી રહ્યું છે કારણ કે ભારતમાં ચીની કંપનીઓ કારોબાર રહી છે તો ભારતીય કંપનીઓ પણ ચીની બજારમાં એક્ટિવ છે. જો કે સાપેક્ષમાં ચીનની કંપનીઓ ભારતમાં મોટાપાયે વ્યાપાર કરી રહી છે.

ભારતના વિદેશ વ્યાપારમાં ચીનનો ભાગ 10 ટકા છે. ભારતીય બજારમાં ચીની કંપનીઓએ મોટાપાયે સ્ટાર્ટઅપ શરૂ કર્યા છે અને માર્કેટ પર પકડ જમાવી છે. ભારતમાં ચીનની કંપનીઓએ મુખ્યત્વે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈલેક્ટ્રોનિક્સ, આઈટી અને હાર્ડવેર ક્ષેત્રમાં રોકાણ કર્યું છે. ચીનની દિગ્ગજ સરકારી કંપનીઓ ભારતમાં મોટા મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કઈ કઈ ચીની કંપનીઓ ભારતમાં કરી રહી છે વ્યાપાર?
ભારતમાં ચીનની કંપનીઓ જે મોટાપાયે વ્યાપાર કરી રહી છે અને પ્રોજેક્ટ હેન્ડલ કરી રહી છે તેમાં સાઈનોસ્ટીલ, શાઉગેંગ ઈન્ટરનેશનલ, બાયોશાન આયરન એન્ડ સ્ટીલ લિમિટેડ, ચોંગક્વિંગ લાઈફન લિમિટેડ, ચાઈના દોંગફૈંગ ઈન્ટરનેશનલ, સાઈનો હાઈડ્રો કોર્પોરેશન, સૈની હેવી ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડનો સમાવેશ થાય છે. આ સિવાય હુવાવે ટેક્નોલોજી, જેટીઈ, ટીસીએલ, હાયર પણ ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે કામ કરી રહી છે.

જે કંપનીઓ ભારતના વીજ પ્રોજેક્ટ સંભાળી રહી છે તેમાં શાંઘાઈ ઈલેક્ટ્રીક, હાર્બિન ઈલેક્ટ્રીક, દોંગફૈંગ ઈલેક્ટ્રીક અને શેનયાંગ ઈલેક્ટ્રીકનો સમાવેશ થાય છે. સ્માર્ટફોનના વેચાણ માટે દુનિયાભરમાં ભારત એક મોટું બજાર છે. ચીનની કંપનીઓએ ભારતમાં 65 ટકા સુધી આ માર્કેટ પર કબ્જો કર્યો છે. ભારતમાં સ્માર્ટફોનના વેચાણમાં ચીની કંપનીઓ જેવી કે શાઓમી, વિવો, ઓપ્પો અને રિયલ મી મોટી કમાણી કરી રહી છે. શાઓમી ભારતમાં સૌથી વધારે સ્માર્ટફોનનું વેચાણ કરે છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 1:28 pm, Thu, 18 June 20

Next Article